ઉનાળાનાં દિવસોમાં ચહેરા પર પાણી છાંટવાથી ઘણી જ રાહત મળે છે. એવું મનાય છે કે ઉનાળાની મોસમમાં આંખો દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વખત ચહેરો પાણીથી અવશ્ય ધોવો કરવો જોઈએ. તેનાથી ચહેરો સાફ રહે છે, દાણા નથી થતા અને ત્વચાની ચમક જળવાઈ રહે છે.
પરંતુ શું તમને ખબર છે કે, નાળીયેરનું પાણી ચહેરા માટે સાધારણ પાણીની અપેક્ષ કરતા કેટલાક ગણું વધારે લાભદાયક છે? નાળીયેર પાણીથી ચહેરા પર દાણા નથી થતા અને બ્લેકહેડ્સ પણ નીકળી જાય છે. ત્વચા પર પરસેવો બહુ જ આવે તો નાળીયેર પાણી પણ લાભદાયક નીવડે છે.
તાજા લીલા નાળીયેર પાણીથી ચહેરાને બે વાર તરબોળ કરી લો. તેનાથી ત્વચાનો રંગ ગોરો બની જાય છે. ત્વચા પર નાળીયેર પાણીના ઘણા જ ગુણકારી લાભ થાય છે.
ડાઘ દુર કરે
જો ચહેરા પર બહુજ ડાઘ હોય તો નાળીયેરનું પાણી ફાયદામંદ સાબિત થાય છે. તેનાથી ડાઘ દુર થઇ ત્વચા ચમકદાર બને છે.
ખીલથી છુટકારો
ચહેરા પર બહુ દાણા હોય તો નાળીયેર પાણીથી ચહેરો ધોવાથી અથવા તો કોટન બોલ લગાવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી ખીલ વધતા નથી અને તેના દાણા પણ નીકળી જાય છે. ઉનાળામાં નાળીયેર પાણી ત્વચા માટે રામબાણ નીવડે છે.
ડાર્ક સર્કલ દુર કરે
આંખો નીચેના ડાર્ક સર્કલ થઇ જાય તો નાળીયેર પાણીને નિયમિત લાગવાથી લાભ થાય છે. ત્વચા પર થતી એલર્જીથી પણ નાળીયેર પાણી છુટકારો અપાવે છે. જો તમે ઈચ્છો તો નાળીયેર પાણીમાં એક ચપટી હળદર મેળવીને લગાવી શકો તેથી ત્વચા પર શાઈન આવે છે.
કરચલીઓને દુર કરે
ઉંમરની અસર બધાથી પહેલા ત્વચા પર પડે છે અને કરચલીઓ સ્વરૂપે દેખાઈ આવે છે. ત્વચા પર થતી કરચલીઓને નાળીયેર પાણી દુર કરે છે. તમે આ પાણી ને ડ્રાય ફેસપેકમાં મેળવીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી થોડાજ દિવસોમાં કરચલીઓ ગાયબ થઇ જશે.
સન ટેન દુર કરે
આકરા તાપનાં લીધે કેટલાક લોકોની ત્વચા દાઝી જાય છે અને ચહેરાની ચમક પણ જતી રહે છે. એવામાં નાળીયેર પાણી ફાયદામંદ સાબિત થાય છે. તેમાં બ્લીચીંગ પ્રોપર્ટી હોય છે જે સ્કીન ટોનને શ્રેષ્ઠ બનાવે છે.