હ્યુમન એન્ડ રિસોર્સ ડિપાર્ટમેન્ટ મંત્રાલય દ્વારા ‘ઈન્ડિયા રેન્કીંગ રિપોર્ટ-૨૦૧૭’ હેઠળ ઈજનેરી કોલેજોને અપાયા રેન્ક: સૌથી આગળના ક્રમે આઈઆઈટી મદ્રાસ
ધી હ્યુમન રીસોર્સ ડીપાર્ટમેન્ટ (એચઆરડી) મંત્રાલયે ઈજનેરીના અભ્યાસ માટે દેશની સર્વશ્રેષ્ઠ કોલેજોનું લીસ્ટ જાહેર કર્યું છે. મેનેજમેન્ટ, યુનિવર્સિટી, કોલેજીસ, ફાર્મસી અને એન્જીનીયરીંગ એમ કેટેગરી અનુસાર ક્ષેત્રોને ‘ઈન્ડિયા રેન્કીંગ રીપોર્ટ-૨૦૧૭’ હેઠળ રેન્ક આપવામાં આવ્યા છે. રેકીંગ સૌપ્રથમ એચઆરડી મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર, ૨૦૧૫માં વિકસાવવામાં આવ્યું હતું. આ રેકીંગ પાંચ પરિબળ જેવા કે, ટીંચીગ એન્ડ રીસોર્સીસ, રીસર્ચ એન્ડ પ્રફેશનલ પ્રેકટીસ, ગ્રેજયુએશન આઉટકમ્સ, આઉટરીચ એન્ડ ઈન્કલુઝવીવ અને પરસેપ્શનના આધારે આપવામાં આવે છે.
અહિંયા અમે તમારી માટે સારામાં સારી કોલેજોમાં અભ્યાસ કરવા ૨૫ બેન્ટ એન્જીનીયરીંગ કોલેજ અંગે જણાવીશું જે નીચે મુજબ છે.
- ૧. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, ચેન્નઈ:
- તમામ એન્જીનીયરીંગ કોલેજોમાંથી સૌથી આગળના ક્રમે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ આવે છે જેનો સ્કોર ૮૭.૯૬ ટકા છે. આ કોલેજમાં પીએચડી ડીગ્રી ધરાવતા ફેકલ્ટીની સંખ્યા ૫૯૮ છે. તેમજ અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૦,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૨. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ બોમ્બે, મુંબઈ:
- ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ બોમ્બે ૮૭.૮૭ના સ્કોર સાથે દેશની બીજા નંબરની સર્વશ્રેષ્ઠ કોલેજ છે. આ કોલેજમાં પીએચડી ડીગ્રી ધરાવતા ૬૦૬ ફેકલ્ટી છે. અન્ડર ગ્રેજયુએટર વિદ્યાર્થીઓનું વેતન અહિંયા વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૦,૦૦,૦૦૦ ‚પિયા હતું.
- ૩. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ખરગપુર, (વેસ્ટ બંગાળ):
- આઈઆઈટી, ખરગપુર એમએચઆરડીના જાહેર કરેલા લીસ્ટ પ્રમાણે ત્રીજા ક્રમે આવે છે. જેનો સ્કોર ૮૧.૯૩ છે. પીએચડી ડીગ્રી ધરાવતા ૬૨૮ ફેકલ્ટીઓ છે. જયારે અહિંયા અન્ડર-ગ્રેજયુએટ વિદ્યાર્થીઓનું વેતન વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૧,૫૦૫,૦૩ ‚પિયા હતું.
- ૪. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દિલ્હી:
- આઈઆઈટી દિલ્હી ૮૧.૦૮ના સ્કોર સાથે દેશની ચોથી સર્વશ્રેષ્ઠ કોલેજ છે. પીએચડી ડીગ્રી ધરાવતા ૫૪૭ ફેકલ્ટીઓ છે. અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની આવક વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૨,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૫.ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ કાનપુર:
- હ્યુમન રીસોર્સીસ ડીપાર્ટમેન્ટ મંત્રાલયે જાહેર કરેલી ભારતની સર્વશ્રેષ્ઠ ૨૫ કોલેજોમાં ૭૬.૮૩ સ્કોરની સાથે પાંચમા ક્રમે છે. અહિંયા પીએચડી લાયકાત ધરાવતા ૪૪૭ ફેકલ્ટીઓ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૧૪,૭૦,૦૦૦ હતી.
- ૬.ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રુરકી, ઉતરાખંડ
- એન્જીનીયરીંગના અભ્યાસ માટે આ ઈન્સ્ટીટયુટ ૭૩.૧૦ના સ્કોર સાથે છઠ્ઠા ક્રમ પર છે. અહિંયા પીએચડી લાયકાત ધરાવતા ફેકલ્ટીઓની સંખ્યા ૩૯૨ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૯,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૭.ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટી (આસામ):
- એમઆરડીના લીસ્ટમાં સાતમાં ક્રમે છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી (આસામ)માં પીએચડી લાયકાત ધરાવતા ૩૬૧ ફેકલ્ટીઓ છે. જયારે અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૨,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૮. અન્ના યુનિવર્સિટી ચેન્નઈ, તમિલનાડુ:
- અન્ના યુનિવર્સિટી ચેન્નઈ, તમિલનાડુ ૬૩.૯૭ ના સ્કોર સાથે લીસ્ટમાં આઠમાં ક્રમે છે. અહિંયા પીએચડી ડિગ્રી ધરાવતા ૫૩૧ ફેકલ્ટીઓ કાર્યરત છે. જયારે વર્ષ ૨૦૧૬-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૪,૦૦,૦૦૦ ‚પિયા નોંધાઈ હતી.
- ૯. જાદવપુર યુનિવર્સિટી કોલકાતા (વેસ્ટ બંગાળ):
- આ યુનિવર્સિટી એમએચઆરીના અહેવાલ પ્રમાણે ૬૨.૫૯ ના સ્કોર સાથે દેશની ટોચની ૨૫ કોલેજોમાંથી ૯ ક્રમાંકે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ૨૭૫ છે. જયારે ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની આવક ૫,૬૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૦. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, હૈદરાબાદ:
- આઈઆઈટી, હૈદરાબાદ (તેલંગાણા) ૬૦.૨૪ના સ્કોરની સાથે દસમાં ક્રમે છે. અહિંયા પીએચડી ડિગ્રી ધરાવતા ફેકલ્ટીઓની સંખ્યા ૧૭૪ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૭,૨૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૧. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી તી‚ચિરાપ્પલી:
- એનઆઈટી તિ‚ચિરાપ્પલી (તમીલનાડુ) આ લીસ્ટમાં ૫૯.૪૪ના સ્કોર સાથે અગિયારમાં ક્રમે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ૧૭૪ છે. જયારે વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૭,૧૦,૦૦૦ વર્ષ ૨૦૧૫-૧૬માં હતી.
- ૧૨. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી રોકેલા:
- રોકેલા (ઓડીસા) ૫૮.૭૮ ક્રમની સાથે બારમાં ક્રમે આવે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ૨૮૦ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૭,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૩. વેલોર ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી:
- તમીલનાડુમાં આવેલી વેલોર ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી આ લીસ્ટમાં ૫૮.૧૬ના સ્કોરની સાથે ૧૩માં ક્રમે છે. જયાં પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ૯૭૯ છે. અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૩,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૪. ઈન્સ્ટીટયુટ ઓફ કેમીકલ ટેકનોલોજી
- મુંબઈ સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ કેમીકલ ટેકનોલોજી ૫૭.૯૮ના સ્કોર સાથે ૧૪માં ક્રમ ઉપર છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૧૦૧ છે. વર્ષે ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સંખ્યા ૫,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૫. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્દોર:
- મધ્યપ્રદેશમાં આવેલી આઈઆઈ-ઈન્દોર આ લીસ્ટમાં ૫૭.૭૦ના ક્રમની સાથે ૧૫માં ક્રમે છે. જયાં પીએચડી ડીગ્રીની સાથે ૯૯ ફેકલ્ટીઓ કાર્યરત છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૯,૦૦,૦૦૦ હતી.
- ૧૬. બીરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ:
- રાજસ્થાનના પીબાનીમાં આવેલી બીરલા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ટોચની ૨૫ કોલેજોમાં ૫૫.૪૩ સ્કોર સાથે ૧૬માં ક્રમાંકે આવે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ઉપર છે. તેમજ અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની ૨૦૧૫-૧૬માં સરેરાશ આવક ૯,૦૩,૦૦૦ હતી.
- ૧૭. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એન્જીનીયરીંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી:
- આ ઈન્સ્ટિટયૂટ પશ્ર્ચિમ બંગાળના સીબપુરમાં સ્થિત છે. જે ૫૪.૪૨ના સ્કોરની સાથે ૧૭માં ક્રમે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીઓની સંખ્યા ૧૯૪ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૬,૦૦,૦૦૦ ‚પિયા હતી.
- ૧૮. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ભુબનેશ્ર્વર:
- આ ઈન્સ્ટીટયુટ ૫૪.૩૨ના સ્કોર સાથે ૧૮માં ક્રમ પર આવે છે. અહિંયા પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૧૨૨ છે. જયારે વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૬,૫૦,૦૦૦ હતી.
- ૧૯. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, પાટણ:
- બિહારમાં આવેલી આઈ.આઈ.ટી.પાટણ ૫૪.૦૨ના સ્કોર સાથે ૧૯માં ક્રમે છે. જયાં પીએચડી ડિગ્રી ધરાવતા ફેકલ્ટીની સંખ્યા ૧૨૧ છે. વર્ષ ૨૦૧૫-૧૬ની સરેરાશ આવક ૮,૫૧,૫૦૦ ‚પિયા હતી.
- ૨૦. ઝામિયા મીલીયા ઈસ્લામીયા, નવીદિલ્હી:
- નવી દિલ્હીમાં આવેલી ઝામિયા મીલીયા ઈસ્લામિયા કોલેજ આ લીસ્ટમાં ૫૩.૭૦ સ્કોર સાથે ૨૦માં નંબર પર છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૧૦૨ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૭,૭૫,૦૦૦ ‚પિયા હતી.
- ૨૧. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી રોપર
- પંજાબની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી રોપર ૫૨.૯૩ સ્કોરની સાથે ૨૧માં ક્રમે આવે છે જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૮૪ જેટલી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની સરેરાશ આવક ૮,૨૦,૦૦૦ હતી.
- ૨૨. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સુરથકાલ
- કર્ણાટક સ્થિત એનઆઈટી સુરથકાલ આ લીસ્ટમાં ૫૨.૮૭ સ્કોર સાથે ૨૨માં નંબર પર આવે છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૨૪૨ છે. અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની આવક ૭,૦૦,૦૦૦ હતી.
- ૨૩. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ધનબાદ
- આઈઆઈટી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈન્સ) ધનબાદ ઝારખંડમાં આવેલી છે. જે ૫૨.૫૮ સ્કોર સાથે ૨૩માં નંબર પર છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૨૪૨ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની આવક ૭,૫૦,૦૦૦ ‚પિયા હતી.
- ૨૪. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, પુણે
- મહારાષ્ટ્રમાં આવેલી કોલેજ ઓફ એન્જીનીયરીંગ પુણે આ લીસ્ટમાં પ૨.૧૪ સ્કોરની સાથે ૨૪માં ક્રમે છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૧૧૪ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની ૬,૫૦,૦૦૦ ‚પિયા સરેરાશ આવક હતી.
- ૨૫. સનમુધા આર્ટસ સાયન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ એકેડેમી
- તમીલનાડુના પંજવુરમાં આવેલી સનમુધા આર્ટસ સાયન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ એકેડેમી એમએચઆરડી દ્વારા જાહેર કરાયેલા લીસ્ટમાં છેલ્લા ક્રમે છે. જયાં પીએચડી ફેકલ્ટીની સંખ્યા ૩૧૩ છે. અહ્યાં વર્ષ ૨૦૧૫-૧૬માં અન્ડર-ગ્રેજયુએટ વિર્દ્યાીઓની આવક ૩,૩૫,૦૦૦ હતી.
- આમ, હયુમન રીસોર્સીસ ડિપાર્ટમેન્ટ મંત્રાલય દ્વારા ઉપર મુજબની એન્જીનીયરીંગ કોલેજોને ફેકલ્ટી, પગાર ધોરણ મેનેજમેન્ટ વગેરેના આધારે રેન્કીંગ અપાયા છે. આપ પણ ઈજનેરીનો અભ્યાસ સારી કોલેજમાં કરવા માંગો છો તો હવે આ માહિતી પરી તમારી માટે કોલેજ પસંદ કરવી અત્યંત સરળ બની જશે.