આજે જ્યારે દેશભરમાં બેટી બચાવો મુહીમ ચાલી રહી છે ત્યારે એક એવી બાળકી છે જે ઇલાજ અને અભ્યાસ માટે તરસી રહી છે.
રાજસ્થાનના બાડમેરમાં એક નવ વર્ષની માસુમ બાળકીને એક એવા પ્રકારનો રોગ છે. કે જેના હાડકા કાચના ગ્લાસ તુટે તેમ ટુકડા થાય છે. લક્ષ્મીની ઉંમર માત્ર નવ વર્ષની છે અને નવ વર્ષ દરમ્યાન તેના ૧૩ હાડકા ટુટી ગયા છે.
આ મામલે ડોક્ટરોનું કહેવુ છે કે લક્ષ્મી ઓસ્ટિયો જેનેટિક ઇમ્પરફેક્ટા એટલે કે અવસ્થી ભંગુરતા નામની બિમારીથી પીડાય છે. આ બીમારીમાં હાથ-પગમાં થોડુ જોર લગાવવાથી હાડકા ટુુટવા માંડે છે.
લક્ષ્મીના પીતા કાંતીલાલ જોશી મહેનતા મંજુરી કરીને ઘર ચલાવે છે. ત્યારે કાંતીલાલ જોશીએ લક્ષ્મીનો ઇલાજ બાડ મેર જોધપુર, જાલોર, સાંચોર,ગુજરાત જયપુર સુધી કરાવ્યો પરંતુ હજુ સુધી કોઇ જ પ્રકારનો લાભ થયો નથી.