કરવા ચોથ 3 શુભ યોગમાં ઉજવાશે
હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે તમામ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. પંચાંગ અનુસાર, દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ ઉપવાસ તોડે છે.
બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલા સરગી કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:49 થી 5:41 વચ્ચે કરી શકાય છે. 2023માં કરવા ચોથની પૂજા માટેનો શુભ સમય 1 નવેમ્બર 2023 ના રોજ સાંજે 5:44 થી 7:02 સુધીનો રહેશે.
ક્યો યોગ કેટલા વાગે બનશે ?
આ વખતે કરવા ચોથ પર 3 યોગ બનવાના છે. આ દિવસે સવારે 6.33 કલાકે સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થશે. જે બીજા દિવસે સવારે 4:36 વાગ્યા સુધી ચાલશે. સર્વાર્થ સિદ્ધિને શુભ યોગ માનવામાં આવે છે. આ યોગમાં કોઈપણ કાર્ય કરવાથી તે કાર્ય સફળ થવાના છે. તે દિવસે સવારથી બપોરના 2:07 સુધી પરિઘ યોગ છે, ત્યારબાદ શિવ યોગ શરૂ થશે, જે બીજા દિવસે સમાપ્ત થશે. કરવા ચોથના દિવસે, મૃગાશિરા નક્ષત્ર બીજા દિવસે 2જી નવેમ્બરના રોજ સવારે 4:36 વાગ્યા સુધી છે.