અબતક, રાજકોટ
વિશ્ર્વના અમુક પ્રદેશો-દેશોમાં શુક્રવાર તા. 19 મી નવેમ્બરે સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી અદ્ભૂત નજારો બનવાનો છે. ભારતના પૂર્વોત્તર રાજ્યમાં છવાડાના વિસ્તારમાં અંતિમ ચરણનો ગ્રહણનો નજારો જોવા મળવાનો છે. આશરે સાડા ત્રણ કલાકનો નજારો તેની વિવિધ મુદ્રા કંડારવા માટે વિજ્ઞાનપ્રેમીઓ, ખગોળપ્રેમીઓ થનગની રહ્યા છે. રાજ્યમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે. તા. 19 મી નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષ્ાત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૂણાચલ પ્રદેશના અમુક ભાગોમાં અંતિમ ચરણનું આહલાદક ગ્રહણ જોવા મળવાનું છે.
ભૂમંડલે ભારતીય સમય મુજબ છાયા ગ્રહણ સ્પર્શ: 11 કલાક 3ર મિનિટ 10 સેકન્ડ, ગ્રહણ પ્રારંભ : 1ર કલાક 48 મિનિટ 43 સેકન્ડ, ગ્રહણ મધ્ય : 14 કલાક 3ર મિનિટ પપ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત : 16 કલાક 17 મિનિટ 07 સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત : 17 કલાક 33 મિનિટ 40 સેકન્ડ, ખંડગ્રાસ ગ્રહણની અવધિ : 3 કલાક ર8 મિનિટ ર4 સેકન્ડ, છાયા ગ્રહણ અવધિ : 06 કલાક 01 મિનિટ 30 સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : 0.974ર, છાયા ગ્રહણ ગ્રાસમાન : ર.07ર0.
જાથાના રાજ્ય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતના અરૂણાચલ પ્રદેશના છેવાડાના વિસ્તાર લોહિતપુર, ઓનગમાન, રોઈંગ, તેઝુ શહેર આસપાસ સાંજે 4 કલાક ને 17 મિનિટે અંતિમ ચરણનું ગ્રહણ આહલાદક અદ્ભૂત જોવા મળવાનું છે. તે વિસ્તારોમાં ટેલીસ્કોપથી ગ્રહણ બેનમુન જોવા મળશે.
વિસ્તારની દ્રષ્ટિએ ખગ્રાસ ચંદ્રગ્રહણ : ર3-06-ર0ર9 તેનું ગ્રાસમાન 1.8436 અને ટૂંકામાં ટૂંકો વિસ્તાર 04-04-ર01પ જે પસાર થઈ ગયું તેનો 1.0008 ગ્રાસમાન હતું. વિસ્તારની દ્રષ્ટિએ મોટામાં મોટું ખંડગ્રાસ ગ્રહણ ર0-11-ર086 તેનું ગ્રાસમાન 0.986પ અને નાનામાં નાનું ખંડગ્રાસ ગ્રહણ 13-0ર-ર08ર તેનું ગ્રાસમાન 0.0134 રહેવાનું છે. ભાવી પેઢીને અત્યારથી જાથા તૈયાર કરી રહ્યું છે.
રાજ્યમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે કોરાનાને ધ્યાને રાખી વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં ગ્રહણ સંબંધી સમજ કાર્યક્રમ માટે મો. 98રપર 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.