આજથી 38 વર્ષ પહેલા શાપૂર ઓનારતના દ્રશ્યો જોઈએ તો દરેકના રુવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આ વિકરાળ જળ પ્રલયના 38 વર્ષ બાદ ઓઝતનો પાળો મજબૂત બનતાં શાપુર હવે સલામત બન્યું છે.
આજથી 38 વર્ષ પહેલાં આજના દિવસે શાપુરમાં થયેલ જળપ્રલય એટલો વિકરાળ હતો કે, રેલ્વે લાઇન, પથ્થર, મકાન, ઉભા પાક, પશુઓ બધું જ પોતાની સાથે તાણી ગયું હતું. માત્ર 24 કલાકમાં 70 ઇંચ વરસાદ પડ્યો હતો અને બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું હતું.
ઓઝત, કાળવો, ઉબેણ અને મધુવંતી એક એકી સાથે ત્રણ નદીના ધસમસતા પાણી શાપુરમાં ફરી વળ્યા હતા. અને 15 થી 20 જેટલા પરિવારોએ કાયમ માટે શાપુર ગામ છોડ્યું હતું. આ અંગે શાપુરના સરપંચ અને પીઢ રાજકિય આગેવાન વાલજીભાઇ ફળદુએ જણાવ્યુ હતું કે, શાપુર હોનરત વખતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી શાપુર આવ્યા હતા અને શાપુરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
બાદમાં એક મહિના સુધી બધાને કેશડોલ સહાય ચૂકવવામાં હતી. ખેડૂતોને બળદ આપ્યા હતા, બિયારણની સહાય કરવામાં આવી હતું, જેમની જમીન સાવ ધોવાઇ ગઇ હતી એ બધાના ખેતર સરખા કરી દેવામાં આવ્યા હતા. જેમના મકાન પડી ગયા હતા એમને પણ સહાય ચૂકવવામાં આવી હતી. અને રેલવે લાઈન તૂટી જતા ફરીથી બનાવવામાં આવી હતી. જો કે, શાપુરમાં 38 વર્ષ પેહલાની સ્થિતી ફરી ન થાય એ માટે ઓઝતના પાળાને મજબૂત બનાવી દેવામાં આવ્યા છે. અને હવે શાપુર ને સુરક્ષિત કરી લેવામા આવ્યું છે.