રઝાકે પાકિસ્તાન માટે ૪૬ ટેસ્ટ, ૨૬૫ વન ડે અને ૩૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અબ્દુલ રઝાક ૩૮ વર્ષની ઉંમરે ફરીએકવાર પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે. પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પાંચ વર્ષ પહેલા અને ઘરેલૂ મેચ ત્રણ વર્ષ પહેલા રમનારા રઝાકે ઘરેલૂ પ્રથમ શ્રેણી ટૂર્નામેન્ટ કાયદે આઝમ ટ્રોફીમાં રમવા માટે પાકિસ્તાન ટેલિવિઝન સાથે કરાર કર્યો છે.
રઝાકે પાકિસ્તાન માટે ૪૬ ટેસ્ટ, ૨૬૫ વન ડે અને ૩૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રી મેચ રમી છે. તેનો ટાર્ગેટ આગામી વર્ષે રમાનાર પાકિસ્તાન સુપર લીગના ચોથા સત્રમાં રમવાનું છે.
રઝાકે જણાવ્યું કે ટીવી ચેનલ પર વિશેષજ્ઞ તરીકે જોડાયા બાદ પૂર્વ ટેસ્ટ ખેલાડી મોહમ્મદ વસીમે તેમે ફરીથઈ મેદાન પર ઉતારવાની સલાહ આપી.
તેમણે જણાવ્યું કે મોહમ્મદ વસીમે મને ફરીથી રમવા માટે પ્રેરિત કર્યો છે. મને હજુ પણ ક્રિકેટ સાથે લગાવ છે.
મે ફરીથી એકવાર હાથ અજમાવવાનો નિર્ણય લીધો છે. રઝાકે કહ્યું કે મને પીટીવી તરફથી કરારનો પ્રસ્તાવ મળ્યો અને મે તેના માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમીશ. હું જાણું છું કે હું હવે પાકિસ્તાન માટે નહી રમી શકુ અને તે મારુ લક્ષ્ય પણ નથી. મારુ લક્ષ્ય પીએસએલના એક-બે સત્રમાં રમવાનું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,