મારા બાળકોને શું કરાવું? આ પ્રશ્ન દરેકને સતત બાળકો તોફાન કરતાં હોય ત્યારે મનમાં આવતો હોય છે આ લોકડાઉનમાં. ત્યારે હવેના દરેક બાળકને કઈક નવું જોતું હોય છે. સ્કૂલનો કોઈ મિત્ર એક નવી પેન્સિલ લઈ આવે તો પણ તે તેને ખરીદવા તોફાન કરે છે. જ્યારે માતા-પિતા તે લઈ આવે છે ત્યારે તેને મજા આવે છે. તે બીજે દિવસે તે જઇને તેને બતાવે ત્યારે તે ખુશ થાય છે. ત્યારે આજે અમે એક એવી નાની પ્રવૃતિ તમારા બાળક માટે લઈ આવ્યા છીએ જે તેને બીજાથી અલગ કરશે અને તેને નવી પ્રવૃતિ શીખી શકશે. સાથે તેને વાંચન પ્રવૃતિ કરાવતા કરી દેશે. ઘરમાં જ પડેલી અનેક વસ્તુથી કરી શકશે.
આ પ્રવૃતિ માટે જોતી વસ્તુઓ :
- કેન્ડી સ્ટિક
- રંગીન બટનો
- રંગો
- ડેકોરેશનની વસ્તુ
- માર્કર
- ગ્લુ
કઈ રીતે કરાવી આ પ્રવૃતિ :
- દરેક બાળકને કેન્ડી ખૂબ પ્રિય હોય છે. ત્યારે તેની સ્ટિક તે ભેગી કરતાં હોય છે. આ સ્ટિકને સૌ પ્રથમ શોધો તેને ભેગી કરો.
- ત્યારબાદ તેને વિવિધ રંગોથી રંગો તેને સુકાવા દયો.
- આ થયા બાદ તેમાં મન ગમતી રીતે તેના પર માર્કરથી પ્રિય પ્રાણીનું આંખ કાન અને નાક દોરો સાથે તેને પોતાની રીતે તેમાં વિવિધ રીતથી જુદી-વસ્તુ લગાડી અથવા તેને રંગોથી સુંદર રીતે બનાવો. નાક માટે આ બટનનો ઉપયોગ કરો તે બધુ ગ્લુ સાથે ચોટડો અને આ કેન્ડી સ્ટિકને શણગારો.
- આ તૈયાર થયા બાદ તેને સુકાવા દયો.
તો તૈયાર છે તમારી માટે કેન્ડી સ્ટિકમાથી એક આર્ટ. આ તમારું આર્ટ તમારા મિત્રોને બતાવો અને તેનો ઉપયોગ તમારી પ્રિય પુસ્તકમાં રાખો , તેમજ હોમવર્ક કરવાની બુક રાખો અને બધાને તમારી કળા દર્શાવો. તો ઘરે બેઠા આ બનાવો અને સમય સાથે નવી કળાઓ વિકસાવો.