ખાસ ભારતીયો પ્રવાસ માટે કુદરતી વાતાવરણ ધરાવતા સ્થળોની મુસાફરી પસંદ કરતા હોય છે એવામાં જો તમે ટ્રેનમાં બેસીને જ તે પ્રકૃતિના સૌર્દ્યને નિહાળવા માંગતા હોય તો ભારતના અમુક રેલ્વે ટ્રેક એટલા સુંદર છે કે તેને તમે ક્યારેય ભૂલી શકશો નહી. કારણ ત્યાંના રોમાંચક દ્રશ્યો તમને ચોક્કસથી મંત્રમુગ્ધ કરી દેશે.
– કોંકણ, રેલ્વે રૂટ : જીવંત ઝરણાઓ નદીઓ અને પર્વતો પર બનેલા કોંકણ રેલ્વે રૂટની તો મજા જ અનોખી છે જેની મુસાફરી કરતા જ હદ્યના ધબકારા ટ્રેનની ગતિ સાથે વધવા લાગશે. આ ટ્રેનની મુસાફરી તમારે ચોક્કસથી કરવી જ જોઇએ.
– લુમડિંગ, સિલચર રૂટ : ઘેરા જંગલો અને ઉંડી ખીણ ઉપરથી પસાર થતી લુમડિંગથી સિલચર સુધી ટ્રેનની મુસાફરી કરવી તે આનંદ તો અદ્ભૂત જ છે.
– કાલકા, શિમલા ટ્રેન : કાલકા એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. એમાં પણ તમે ટ્રેનની મુસાફરી કરશો તો અવિસ્મણીય અનુભવ મેળવશો કાલકા જતી વખતે ટ્રેનની સફર મુસાફરીને લાજવાબ બનાવી દેશે, તમને ટ્રેનમાં બેઠા-બેઠા જ લીલીછમ ચાદર ચારે તરફ જોવા મળશે.
– પંબન બ્રિજ : પંબન બ્રિજ દુનિયાના સૌથી યાદગાર અને રોમાંચક ટ્રેન ટ્રેક તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત ચેન્નઇમાં આપણે પંબન બ્રિજનો ખૂબ જ રોમાંચક અનુભવ થાય છે.
– મુંબઇ ગોવા : મંડોવી એક્સપ્રેસથી મુંબઇથી ગોવાની મુુસાફરી કરતી વખતે નાના-નાના ગામડાઓ, ભરાવદાર જંગલો અને આકર્ષક ટ્રેક સાથે વધુ મજા આવી શકો છો.