કોકટેલ આ નામ સાંભળતાજ કે વાંચતા જ હાલ આ ગરમીમાં દરેકને ઠંડક થઈ જાય છે. ત્યારે આ કોકટેઇલ તે હવેના યુગમાં સમય સાથે વધુ લોકપ્રિય થતાં જાય છે. ત્યારે આજે વિશ્વ કોકટેઇલ દિવસ નિમિતે વિશ્વના ખૂબ જ પ્રખ્યાત કોકટેઇલ કેવા દેખાય છે તેમજ તેની સામગ્રી વિશે અવશ્ય થોડું જાણો. આ નામ લેતા જ ખબર પડી જાયકે આમાં એક સાથે અનેક સ્વાદની અનુભૂતિ થઈ શકે તેવું આ એક પ્રસિદ્ધ પીણું છે.
ટેસ્ટી મિંટ જેલ્પ
આ એક કોકટેલ જે એકદમ સરળ અને ખૂબ મસ્ત લાગે છે તે જે બધે ખૂબ પ્રિય છે. આ કોકટેલ તે ફુદીનામાંથી બનાવામાં આવે છે. આ કોકટેલના સ્વાદમાં તેના નામ પ્રમાણે મિંટ
મોજીતો
ઉનાળા માટે એક ખૂબ અનુરૂપ અને ફુદીના પાન તેમજ લીંબુ સાથે એક ખૂબ લોકપ્રિય આ કોકટેલ જે હવે ઘરે ઘરે પણ બનવા માંડ્યુ છે. તેવું આ કોકટેલ તે મોજીતો. આ કોકટેલ તે ફુદીના તેમજ સોડા સાથે ખૂબ સરસ લાગે છે.
કોસ્મોપોલિટન
આ એક એવું કોકટેલ છે જે દરેકના મૂડને પળમાં રીફ્રેશ કરી નાખશે. આ કોકટેલમાં સ્ટ્રોબેરી, બેરી, અનાનસ તેમજ વોડકા કાતો સોડા આવા અનેક વિવિધ સ્વાદથી બને છે અને તે મુખ્ય રીતે ખાટો તેમજ મીઠો સ્વાદમાં લાગે છે.સાથે તેમાં વોડકાનો પણ એકદમ ખાસ સ્વાદ લાગે છે.
માઇ થાઈ
આ એક થાઈલેન્ડ પ્રકારનું કોકટેલ છે. આ કોકટેલ તે ફાળોના વિવિધ મિશ્રણ માટે ખૂબ જાણીતું છે. આ કોકટેલ તે એકદમ સિમ્પલ તેમજ અનેક ગુણોથી ભરપૂર છે. ત્યારે આ ફ્ળોનું સ્વાદ સાથે સાથે વોડકા તેમજ રમનો પણ આવે છે. આ કોકટેલમાં વ્હાઇટ રમનો અને અનાનસનો પણ ઉપયોગ થાય છે.
મરગરિતા
આ કોકટેલ તે મુખ્ય રીતે દરિયાકાઠે ખૂબ વેચાતું એક કોકટેલ છે. આ કોકટેલમાં લીંબુ તે ખાસ ખટાશ આપે છે. આ કોકટેલ તે બંને રીતે એકદમ બરફમાં જમાવી તેની સાથે સર્વ કરવામાં આવે છે. આ કોકટેલમાં અનેક ફાળોનું પણ ફ્યુઝન કરવામાં આવે છે. આ કોકટેલમાં ઓરેન્જ રમનો ઉપયોગ થાય છે.