બ્રિટનની 178 વર્ષ જૂની ટ્રાવેલ કંપની થોમસ કુકે તેનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે. આર્થિક સંકટમાં ઘેરાયેલી આ કંપનીએ સરકાર પાસેથી બેલઆઉટ પેકેજની માગણી કરી હતી. જોકે પેકેજ મેળવવામાં અસફળ રહેતા તાત્કાલિક પ્રભાવથી કંપનીએ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ દરેક હોલિડે અને ફ્લાઇટ બુકિંગ રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી. તેના માટે સમગ્ર વિશ્વના ગ્રાહકો માટે હેલ્પલાઇન નંબર +441753330330 જાહેર કર્યા છે.

અચાનક કંપનીના બંધ થવાથી પ્રવાસમાં નિકળેલા લગભગ 1.5 લાખ લોકો અલગ અલગ જગ્યાએ ફસાઇ ગયાં છે. દુનિયાભારમાં આ કંપનીના 22 હજાર કર્મચારીઓની નોકરી પણ સંકટમાં આવી ગઇ છે. તેમાંથી 9 હજાર કર્મચારી બ્રિટનમાં છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે વેપારને ચાલુ રાખવા માટે તેમને 25 કરોડ અમેરિકન ડોલરની જરૂરિયાત છે. ગત મહિને 90 કરોડ પાઉન્ડ મેળવવામાં કંપની સફળ રહી હતી. પ્રાઇવેટ રોકાણ મેળવવામાં અસફળ રહેતા સરકારની દરમિયાનગીરીથીજ તેનો વેપાર ચાલુ રહી શકે તેમ હતો.

Thomas Cook airlines

થોમસ કુકે 1841માં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તે બ્રિટનના શહેરો વચ્ચે ટ્રેનમાં લોકોને સફર કરાવતા હતા. ત્યારબાદ આ કંપની વિદેશી ટ્રિપ્સ પણ આયોજિત કરવા લાગી હતી. 1855માં કંપની પહેલી એવી ઓપરેટર બની જે બ્રિટિશ પ્રવાસીઓને એસ્કોર્ટ ટ્રીપ પર યૂરોપના દેશોમાં લઇ જતી હતી. ત્યારબાદ 1866માં કંપનીએ અમેરિકા ટ્રીપની સર્વિસ ચાલુ કરી અને 1872માં સમગ્ર દુનિયાની ટૂર સર્વિસ શરુ કરી દીધી હતી.

thomas cook bankruptcy passengers stranded

થોમસ કુક ઇન્ડિયા તરફથી શનિવારે કહેવામાં આવ્યું કે તે બ્રિટન સ્થિત થોમસ કુક પીએલસીથી સંબંધ નથી ધરાવતી. કંપનીએ ભાર આપીને કહ્યું કે થોમસ કુક ઈન્ડિયા સમગ્ર રીતે અલગ એકમ છે જેનો માલિક હક્ક કેનેડાની ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ પાસે છે. બ્રિટનની થોમસ કુક પીએલસી કંપનીના બંધ થવાથી ભારતીય કંપની પર તેની કોઇ અસર નહીં થાય. 2012માં થોમસ કૂક યુકેએ થોમસ કુક ઈન્ડિયાની ભાગીદારી ફેયરફેક્સને વેચી દીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.