ભૂતપૂર્વ વિઘાર્થીઓ માટે ગેટ ટુ ગેધર બાળકો માટે ફનફેર સહિતના આયોજનની વિગતો આપવા શાળાના શિક્ષીકા ભાવનાબેન જોશી અબતકની શુભેચ્છા મુલાકાતે
જગદગુરુ પ્રાથમીક શાળા દ્વારા આવતીકાલથી બે દિવસીય કાર્યક્રમ કલાનો થનગનાટ વિથ બાલભવન ખાતે સવારે ૧૦ થી રાત્રે ૧૦ દરમીયાન આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભૂતપૂર્વ વિઘાર્થીઓ પોતાના શૈરાવના સ્મરણોને તાજા કરી શકે તે હેતુથી ગેટ ટુ ગેધર વેકેશનના સમયમાં આનંદ માણવા માટે ફનફેરનું આયોજન કરાયું છે.
જેમાં બાળગીતથી માંડીને દેશભકિતના ગીનો પ્રાચીન ગીતો અર્વાચીન ગીતો સાથે નોટબંધીથી સર્જાયેલી પરિસ્થિતિને વર્ણવતી કૃતિઓરજુ કરવામાં આવશે.
આ અંગે વધુ વિગત આપવા જગદગુરુ પ્રાથમીક શાળાના મદદનીશ શિક્ષિકા ભાવનાબેન જોશી અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.તેઓએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ફન ફેરમાં ૭૬ વિઘાર્થીઓએ ભાગ લીધો છે. કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી તેમજ મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર અનુપમસિહ ગહેલોત તથા સંસ્થાના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્િથતરહેશે.
આ ઉપરાંત કોર્પોરેશન ગાયત્રીબા વાઘેલા, જનાર્દનભાઇ પંડયા, નરેન્દ્રસિંહ જાડેજા અને આરસીસી બેંકના સીઇઓ પરસોતમભાઇ પીપળીયા ઉપસ્થિત રહેશે.
આ સાથે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળની તમામ શાળાઓના વિઘાર્થીઓ વાલીઓ તેમજ બાલભવનના બાલમિત્રો કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમનું ઉદધાટન આવતીકાલે સાંજે ૬ કલાકે કરવામાં આવશે.
ભાવનાબેન જોશીએ વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ હેઠળ રાજકોટ શહેરમાં બાલમંદીરથી માંડીને કોલેજ સુધીની સંસ્થાઓ આવેલી છે. તેના આર્ટસ કોમર્સ કોલેજ, બીબીએ, બીસીએ, બે.એડ કમ્પ્યુટર તેમજ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા નજીવી ફીના ધોરણે સામાન્ય અને ગરીબ વિઘાર્થીઓને ડોનેશન વગર તેમજ મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવે છે.લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ૧૯૯૪માં જગદગુરુ પ્રાથમીક શાળાની સ્થાપના થઇ હતી. લાભુભાઇ ત્રિવેદીનું સ્વપ્ન હતુ કેતેઓ જગદગુરુ શંકરાચાર્યના નામે એક શાળા શરુ કરે જેના દ્વારા સામાન્ય પરિવારના બાળકોને ઓછામાં ઓછી ફીના ધોરણે સારુ અને ઉત્તમ શિક્ષણ મળી રહે શાળા દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી બાળકોનો સર્વાગી વિકાસ થાય તે માટેના પ્રયાસો હંમેશા કરવામાં આવે છે.