રાજકોટ 

શહેરનાં મધ્યે આવેલા જાગનાથ પ્લોટમાં રહેતા લોહાણા પ્રૌઢે આર્થીક મદદ માટે ૪૦ લાખનાં માતાનાં ઘરેણા અને ૩પ લાખ આપેલા રોકડની ઉઘરાણી કરતા ભાણેજે ધમકી આપી છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા ઠગની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વીગત મુજબ શહેરનાં જાગનાથ પ્લોટ શેરી નં ર માં આવેલા હંસા એપાર્ટમેન્ટમાં રહેતા હીંમતલાલ ગોવીંદજી અનડકટ નામનાં ૬૩ વર્ષીય વૃધ્ધે સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન ટાવરમાં રહેતો ભાણેજ ગૌરવ અતુલ પુજારા નામનાં શખ્સે ઘરેણા અને રોકડ મળી ૭પ લાખની ઠગાઇ કરી ધમકી આપ્યાની એસઓજીમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગૌરવ પુજારાને ધંધામાં નુકસાની જતા ચેક રીર્ટનની ફરીયાદ થયેલી. જે ફરીયાદનાં કારણે ગૌરવ પુજારા સામે વોરંટ ઇસ્યુ થયેલ. આથી મામા હીંમતલાલ અનડકટે ભાણેજ ગૌરવ પુજારાને મદદ કરવા માટે માતા પ્રભાબેનનાં ૪૦ લાખનાં ઘરેણા અને કટકે કટકે ૩પ લાખ ર માસ માટે આપેલા હતા. જે રકમની મામા હીંમતલાલે ભાણેજ ગૌરવ પાસે ઉઘરાણી કરતા ધમકી આપી ઠગાઇ આર્ચયાનુ ખુલતા એસઓજીએ ગણતરીનાં કલાકોમાં ભાણેજ ગૌરવ પુજારાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.