- એડિનબર્ગ વિશ્ર્વવિદ્યાલય દ્વારા અગાઉના યુગમાં વપરાતા ચંદ્ર સૂર્ય આધારિત ગ્લો બેકલી કેલેન્ડરનું કર્યું સંશોધન
માનવ સભ્ય સંસ્કૃતિ ના વિકાસ નો સમયગાળો યુગો જુનો ગણવામાં આવે છે, માનવને પશુ માંથી માનવી થવામાં કરોડો વર્ષનો સમયગાળો પસાર કરવો પડ્યો હતો, અને ત્યારે વાર તારીખ કે સમય ના કોઈ માપ હોતા નીકળ્યા પરંતુ બુદ્ધિશાળી માનવી અગાઉ સૂર્ય અને ચંદ્ર આધારિત સમયચક્ર પારખતા શીખ્યો હતો …તાજેતરમાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલય ના સંશોધકોએ 13000 વર્ષ જૂનું ગળાતું ચંદ્ર અને સૂર્ય આધારિત ગો બેકલી પ્રકારના કેલેન્ડરનું દક્ષિણ તુર્કી ના એક પ્રાચીન મંદિર પરિસર માંથી કેલેન્ડર શોધી કાઢ્યું છે.
13000 વર્ષ જૂના માનવામાં આવતા આ કેલેન્ડર અંગે તાજેતરમાં એડિટ યુનિવર્સિટી ના વિજ્ઞાનીઓએ જારી કરેલા સંશોધન પત્રમાં જણાવ્યું હતું કે ગયા મહિને સ્વીટ મેન નામના વૈજ્ઞાનિકે વી આકારના કેલેન્ડર જેવા દેખાતા એક આકૃતિ કે જેનું મૂળ 13 હજાર વર્ષ જૂનું હોવાનું દેખાય છે તેવા એક આકારનું સંશોધન કર્યું છે આ કેલેન્ડર ની આકૃતિ જુનવાણી પીલોર ઉપર ઉભી કરાયેલી કૃતિમાં સૂર્ય અને પૃથ્વીના આકારો મૂકવામાં આવ્યા છે.
આ અહેવાલમાં વૈજ્ઞાનિક ડોક્ટર સ્વીટ મેને કેલેન્ડર અંગેનું વર્ણન કરતા જણાવ્યું છે કે ગોબેકલી ટાઈપના આ કૃતિમાં તારીખ અને સમય પારખવાની ટેક્નિક છે પૃથ્વી પર લગભગ 10 850 બીફોર ક્રાઈસ્ટ સમયની આકૃતિ હોવાનું માનવામાં આવ્યું છે.
જેમાં 1200 વર્ષનો હિમયુગ અને ત્યાર પછી વિશાળ કાઈપ્રાણીઓનો યુગ માનવીઓની ઉત્ક્રાંતિ અને આધુનિક માનવ સભ્ય સંસ્કૃતિના વિકાસની સાથે સાથે પ્રાચીન ખેતી અને ખાસ કરીને ચોખાની ખેતી ના યુગના દેશના નિર્દેશ આપ્યા છે
2017 ની સાલમાં ડોક્ટર સીટમેને આ સાઈટ પર કામ શરૂ કર્યું હતું તુર્કી સરકાર ના સહયોગથી કરવામાં આવેલા ખોદકામમાં ગો બેકલી ટાઈપના કેલેન્ડરના અવશેષો મળ્યા હતા. તેમણે જણાવ્યું છે કે આ કેલેન્ડર માં માનવ સમાજની સાંસ્કૃતિક જીવનશૈલી ના ઘણા પુરાવા મળે છે તેમનું માનવું છે કે મળી આવેલા પીલોર અને ચંદ્ર અને સૂર્ય આધારિત આ કેલેન્ડરમાં હજુ ઘણા રહસ્યો પડ્યા હશે અમને આત્મવિશ્વાસ છે કે અમને આ કેલેન્ડરને નિશ્ચિત તારીખ મળી આવશે.
તમે એક એવી કલ્પના કરો કે જ્યારે જૂના જમાનામાં સભ્ય સંસ્કૃતિનો પૂરતો વિકાસ થયો ન હતો ત્યારે લોકો વચ્ચે ચિત્ર અને આકારથી સવાદ થતો હતો. તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં પ્રાથમિક તબક્કે કેલેન્ડરની પૂર્વધારણા બંધાય હશે અને ત્યાર પછી તેમાં વિકાસ થયો હશે ગો બેકલી ટાઈપના આ કેલેન્ડર નો અભ્યાસ કરીને વી ના આકારની કુર્તી અને તેના ચંદ્ર પરિભ્રમણ ની સાઇકલ ના આધારે યુગની ગણતરી કરવામાં આવતી હતી.
ડોક્ટર સ્વીટમેન ના જણાવ્યા મુજબ મને આ કૃતિ જોઈને એટલો બધો રોમાન્સ થયો હતો કે હું તેનું વર્ણન કરી શકું તેમ નથી. વી આકાર ની આ પીલોર ઉપર ઊભી કરેલી કુર્ત એક દિવસના કેલેન્ડર તરીકે વાપરવામાં આવતી હશે તેમણે જણાવ્યું હતું કે આ એક દિવસ ની ગણતરીથી 365 દિવસ નો હિસાબ માટે એક પિલર ની રચના કરવામાં આવી છે અને આવા 12 પીલોર ઉભા કરી માં 12 ચંદ્ર આધારિત મહિનાઓ અને વધારાના 11 દિવસની ગણતરી થતી હશે સંપૂર્ણપણે વી કૃતિ ઓ ઉપર ઊભી કરવામાં આવી છે અને પક્ષીની કૃતિઓમાં ઉનાળા ના સમયગાળાના ચિત્રો દેખાડવામાં આવ્યા છે. ડોક્ટર સ્વીટ મેને નોંધ્યું છે કે વી આકાર ની આકૃતિ સંપૂર્ણપણે કેલેન્ડરની પ્રતિકૃતિ કરે છે.
આ સ્થાપત્યમાં જુના જમાના ના લોકોનું અવલોકન કરવાની શક્તિ ના દર્શન થાય છે સૂર્ય ચંદ્ર અને અલગ અલગ ગ્રહો નું ઝીણવટ ભરવું અવલોકન કરવાની કોઠાસૂઝ સૂર્ય આધારિત કેલેન્ડર બનાવવામાં કામ આવી છે આ કેલેન્ડરમાં ઋતુના બદલાવના નિર્દેશો પણ દેખાય એવી વ્યવસ્થા હતી.
ડોક્ટર સ્વીટ મેનને મળી આવેલા આ વીશેપ કેલેન્ડરમાં જૂના જમાનાના આદિ માનવીઓ ની મોસમ અંગેનું જ્ઞાન અને ખગોળ વિદ્યા જાણવાની જિજ્ઞાસા નું પ્રતિબિંબ છે તે યુગમાં માનવીઓ માટે એક એક ક્ષણ નું મહત્વ હશે સંપૂર્ણપણે સ્થાપત્ય આધારિત આ કેલેન્ડર માનવ સભ્ય સંસ્કૃતિના વિકાસનું પ્રતિબિંબ છે તે હજાર વર્ષ જૂનું કેલેન્ડર આજે પણ અનેક રહસ્યો લઈને બેઠું છે.