એટીએસની ટીમ અમદાવાદથી હાઉસના માલિકની ધરપકડ કર્યા બાદ વધુ એક કરોડના હથિયાર પકડવામાં મળી સફળતા: નેપાળ બોર્ડરથી વિદેશી હથિયાર ઘુસાડયાની શંકા

ગુજરાત એટીએસ્ટે રાજય વ્યાપી ગેરકાયદેસર ચાલતા હથિયાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એક સપ્તારમાં જ વધુ એક દરોડો પાડી રૂા.૧ કરોડની કિંમતના ૫૦ હથિયાર સાથે કચ્છ અને મોરબીના ૧૪ શખ્સોને ઝડપી લીધા છે. એટીએના પીઆઇ હસમુખ ભરવાડને શસ્ત્રના સોદાયર તરૂણ ગુપ્તાને ઝડપી લીધા બાદ એક સપ્તાહમાં ત્રીજુ મોટુ ઓપરેશન પાર પાડવામાં સફળતા મળી છે.

ગુજરાત એટીએસની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

આ પહેલા અઝજની ટીમે ૫૪ ગેરકાયદે વિદેશી હથિયાર સાથે ૯ને પકડ્યા હતા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૪ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી અઝજની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ ૫૪ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે. અઝજની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવોલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે. અમદાવાદ ગન હાઉસના માલિક તરૂણ ગુપ્તાની પુછપરછ દરમિયાન વિદેશી બનાવટના હથિયારો નેપાળ બોર્ડરથી ધૂસાડવામાં આવ્યા હોવાની આપોત સ્ટોટક કબુલાતના પગલે ખડભડાટ મચી ગયો છે. ટૂંક સમયમાં એટીએસની ટીમ વધુ હથિયાર પકડી પાડે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.