જામનગર શહેર–જિલ્લામાં રોગચાળાની રફતાર સામે ડેન્ગ્યુ, મેલેરિયાના વધુ ૧૩ કેસ નોંધાયા છે.જામનગર જિલ્લામાં રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે. ઘરે–ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. આરોગ્ય તંત્રના કહેવા મુજબ તમામ આનુસંગીક કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પરિણામ મળતું નથી.
આજે પણ જામનગરની જી.જી.હોસ્પિટલમાં નવ દર્દીઓનાં રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ અને ચાર દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ મળ્યા હતા.આમ ફક્ત એક જ દિવસમાં અને ફક્ત સરકારી હોસ્પિટલમાં જ ૧૩ દર્દીઓ ડેન્ગ્યુ, મેલેરિયાનાં રોગનો શિકાર બન્યાં છે. જે સાબિત કરે છે કે રોગચાળા કેટલી હદે વકર્યો છે.