ટ્રાફિક પોઇન્ટ રેઢા પટ્ટ !!!
દંડનો ટાર્ગેટ પૂરો કરવા ટ્રાફિક પોલીસની હાઈ વે પર રોજિંદી ડ્રાઇવ અભિમન્યુના સાત કોઠા વીંધવા જેવી ટ્રાફિકની સમસ્યા યથાવત
ટ્રાફિક પોલીસની નજરમાં જ શહેરની ટ્રાફિકની કોઈ સમસ્યા નથી: હાથીકદા ટ્રાફિક સર્કલ ટુંકા કરવાની જરૂર
સૌરાષ્ટ્રના હૃદય સમાન ગણાતા રાજકોટ શહેરમાં જ ટ્રાફિકની મોટી માત્રામાં સમસ્યા હાલ સામે આવી છે ટ્રાફિક બ્રાન્ચ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ હાલ બની જવા પામી છે. કારણ કે શહેરના મુખ્ય માર્ગ પર આવેલા અનેક ટ્રાફિક પોઇન્ટ રેઢા પટ્ટ જેવા પાડયા હોઈ છે. મુખ્ય માર્ગના ટ્રાફિક પોઇન્ટ પર કોઈપણ ટ્રાફિક પોલીસ ઉપસ્થિત હોતા નથી જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા જીવલેણ બની જવા પામી છે. જ્યારે અમુક ટ્રાફિક પોઇન્ટ તો વોર્ડનના ભરોસે જ ચાલતા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. જ્યારે આ ટ્રાફિક સમસ્યાનો નિવાકરણ કરવાની બદલે ટ્રાફિક પોલીસ માત્ર દંડનો ટાર્ગેટ પૂરું કરવામાં જ માનતી હોય તેમ ટ્રાફિકની રોજિંદી ડ્રાઈવ ગોઠવવામાં આવે છે પરંતુ ટ્રાફિકની સમસ્યાનો નિવાકરણ કરવામાં આવતું નથી જેના લીધે બુજુર્ગ વાહનચાલકો અને સાયકલ ઉપર જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું સમાધાન કરવાના બદલે ન કરવાની ડ્રાઇવ ગોઠવી વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જ્યારે શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ હવે તો જીવલેણ બની જવા પામી છે કારણકે ટ્રાફિક થતો હોવાથી અવારનવાર અકસ્માત થતા હોવાના બનાવો સામે આવતા હોય છે જેમાં આ બનાવવામાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરી લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ટ્રાફિક પોલીસમાં હવે તો પ્રથમ ડીસીપીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે છતાં પણ ટ્રાફિક ના નિયમોનો ઉલારીયો ખુદ ટ્રાફિક પોલીસ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે.
તે ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા દંડનો ટાર્ગેટ પૂરો કરવા માટે રોજિંદા હાઇવે ઉપર ડ્રાઇવ ગોઠવવામાં આવે છે જ્યારે શહેરમાં થતા ટ્રાફિક ઉપર થોડો પણ ધ્યાન દેવામાં આવતો નથી. અને બપોરના સમયે તો શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોઇન્ટ રામ ભરોસે ચાલતા હોય તેમ ડેટા પટ મૂકી દેવામાં આવે છે. જેથી બપોરના સમયે ઘરની બહાર નીકળતા બુજૂર્ગોને જીવનો પણ જોખમ રહે છે. તે ઉપરાંત બપોરના સમયે સ્કૂલ પરથી છૂટતા વિદ્યાર્થીઓને કે જે સાયકલ પર જતા હોય છે તેઓને પણ જીવનો જોખમ બન્યો રહે છે. જો ટ્રાફિક પોલીસ દંડ વસૂલવાના બદલે ટ્રાફિક ક્લિયર કરવામાં થોડો ધ્યાન આપે તો શહેરનો ટ્રાફિક 50% જેટલો ઓછો થઈ શકે છે.
તે ઉપરાંત ટ્રાફિક પોલીસ હવે તો રોજિંદા જગ્યા રોકાણ શાખા સાથે મળી શહેરમાં નડતરરૂપ થતા વાહનો સહિત ફેરિયાઓને હટાવી રહી છે પરંતુ તેને રસ્તામાં થતો ટ્રાફિક દેખાતો જ ના હોય તેમ આખા આડા કાન કરી જતી રહે છે. જેથી ટ્રાફિકની સમસ્યા શહેરમાંથી નિસ્તો નાબૂદ કરવા માટે સૌપ્રથમ ટ્રાફિક પોલીસને જ ઊંઘમાંથી બહાર નીકળવું પડશે.
ટ્રાફિક પોલીસે હાઇવે પર હેલ્મેટ ડ્રાઇવ કરી ચાલકોને ધરાર નવા હેલ્મેટ લેવડાવ્યા
શહેરમાં તાજેતરમાં જ માધાપર ચોકડી ખાતે ટ્રાફિક એસીપી ગઢવી દ્વારા હેલ્મેટની ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી જેમાં જે વાહન ચાલક હેલ્મેટ પહેરીને ના નીકળે તો તેને સ્થળ પર જ હેલ્મેટ લેવડાવવામાં આવ્યો હતો ત્યારે એક વ્યક્તિ મેડિકલ એ તેના સજ્જન માટે દવા લેવા નીકળ્યો હતો. જેને ધરાર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ લેવડાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત કા તો ચાલકો ટ્રાફિક નિયમ ના ભગંનો દંડ ભરે અથવા તો નવું હેલ્મેટ લઈ લે તેવી ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી.
આઇ વે પ્રોજેક્ટ સીસીટીવીને જ મોતિયો લાગ્યો
શહેરના મુખ્ય માર્ગો પર જ્યાં ટ્રાફિકની વધુ પડતી સમસ્યા થતી હોય ત્યાં તંત્ર દ્વારા હાઇવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલક નો ફોટો પાડી તેને ઓનલાઈન ઈ મેમો મોકલી આપે છે પરંતુ હાલ તે સીસીટીવી કેમેરાને જ મોતિયો લાગ્યો હોય તેમ બંધ પડ્યા છે. જો આ સીસીટીવી કેમેરાને ફરી ચાલુ કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યાનું નિવાકરણ થઈ શકે છે.
નો એન્ટ્રી અને નો પાર્કિંગનું જાહેરનામુ માત્ર કાગળ પર
શહેરમાં પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રીમાં વાહનો નો પસાર કરવા માટે તેમજ નો પાર્કિગમાં વાહનો ન પાર્ક કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આ જાહેરનામું માત્ર કાગળ ઉપર જ હાલ રહ્યું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે કારણ કે, લોકો નો એન્ટ્રીમાં જ વધારે વાહનો ચલાવી રહ્યા છે જેનું કારણ ટ્રાફિક બ્રાન્ચ છે કારણ કે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ત્યાં કોઈ કર્મચારીને ડ્યુટી સોંપવામાં નથી આવી જેથી નો એન્ટ્રીમાં વાહનો ઘૂસી રહ્યા છે. તેવી જ રીતે નો પાર્કિંગમાં પણ બની રહ્યું છે.