કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર મહિના પહેલાં આવશે નહીં અને, બીજી લહેર જુલાઈ મહિના સુધીમાં લગભગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, સરકાર ત્રીજી લહેરની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોયે તેથી તેનું જોખમ ઘટાડી શકાય. આ વાત કહેનાર વરિષ્ઠ IIT વૈજ્ઞાનિક, પદ્મશ્રી અને કોમ્પ્યુટિંગ મોડેલથી કોરોના તરંગ જણાવનારા પ્રો.મણીન્દ્ર અગ્રવાલે કહી છે. તેમણે સરકારને ત્રીજી લહેરનો સામનો કરવા માટે અનેક સૂચનો કર્યા છે.
આ બીજી લહેર હવે અંત તરફ છે. પ્રથમ લહેર અને બીજી લહેરના ડેટા રિપોર્ટના આધારે પ્રો.મણિન્દ્ર અગ્રવાલે એક મોડેલ ડિઝાઇન તૈયાર કર્યું છે. આ મોડેલના આધારે, તેઓ કોરોનાની સૌથી ઉંચી અને નીચી સપાટી વિશે માહિતી આપી રહ્યાં છે. છેલ્લા મહિનાથી શરૂ થયેલ આ મોડેલના અંદાજો અત્યાર સુધીમાં મોટાપ્રમાણમાં યોગ્ય સાબિત થયા છે. મોડેલ મુજબ દેશમાં કોરોનાનું પ્રમાણ ઓછું થવા જઈ રહ્યું છે. આ મોડેલ મુજબ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ લગભગ સામાન્ય થઈ જશે. પ્રો. મનિન્દ્રએ સૂચવ્યું હતું કે, ‘પરિસ્થિતિ સામાન્ય હોય ત્યારે રાહત મેળવવાને બદલે, યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવાની જરૂર રહેશે, જેના કારણે ઓક્ટોબરમાં થનારી ત્રીજી લહેરનું જોખમ ઘટી જશે.’
પ્રો.મણિન્દ્ર અગ્રવાલના સૂચનો
બીજી લહેરના અંત પછી પણ માસ્ક અને સામાજિક અંતરનું કડક પાલન કરવું આવશ્યક છે.
ઓક્ટોબર સુધીમાં, 90% લોકોસુધી રસી પોહ્ચવી જોયે.
બાળકો માટે વધુ સચેત રેહવું પડશે
મહામારીનો અંત કેવી ખબર પડે?
પ્રો.મણિન્દ્રએ જણાવ્યું હતું કે રોગચાળાની તીવ્રતાને માપવા માટે આર નોટ વેલ્યુ કાઢવામાં આવે છે. કોરોનાની પ્રથમ લહેરમાં બેથી ત્રણની આર નોટ વેલ્યુ હતી. મતલબ કે એક વ્યક્તિથી બેથી ત્રણ લોકોને ચેપ લાગી રહ્યો હતો. જ્યારે બીજી લહેરમાં, આર નોટ વેલ્યુ ચારથી પાંચની નજીક છે. મતલબ કે કોઈ વ્યક્તિથી ઓછામાં ઓછા ચારથી પાંચ લોકોને ચેપ લાગી રહ્યો છે. જ્યારે આર નોટ વેલ્યુ એક કરતા ઓછી હોય ત્યારે આ મહામારીનો અંત આવે છે.