ખોડલધામના પરેશભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને નલીનભાઈ ઝવેરીની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું સન્માન: મહિલા કમિટીના બહેનો અબતકની મુલાકાતે
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ-મવડી દ્વારા તૃતીય વાર્ષિક મહોત્સવ યોજવામાં આવશે. આ તકે આવતીકાલે રવિવારે રાત્રે ૮:૩૦ કલાકે ગેલાઆઈ વાડી મવડી ગામ ખાતે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે. આ અંગે સમાજના મહિલા કમિટીના સભ્યોએ ‘અબતક’ને માહિતી આપી હતી. આ તકે ખોડલધામના પરેશભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને નલીનભાઈ ઝવેરીની ખાસ ઉપસ્થિતિ રહેશે. પટેલ સમાજના માનવંતા મહેમાનો દ્વારા સન્માન કરી પટેલના સમાજના દરેક પરિવારના બાળકો યુવાપેઢીના શારીરિક, શૈક્ષણિક, ધાર્મિક, સામાજીક સંસ્કૃતિક પરંપરાની ગરીમા સાથે જતન કરવાના આશયથી સ્થાપના કરવામાં આવી હતી. ચોથા વર્ષે સોશ્યલ ગ્રુપ આજે વટ વૃક્ષ બન્યું છે. આ ઉમદા કાર્યને સફળ બનાવવા પ્રમુખી જીતુભાઈ લવજીભાઈ સોરઠીયા, તેમજ તેમની સહકમિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી ઉમદા કામગીરી દ્વારા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. તેમજ મહિલા સમિતિના બહેનો દ્વારા સહકારથી આ કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.આ અંગે માહિતી આપવા મહિલા કમિટીના સભ્યો પ્રમુખ અસ્મિતાબેન કલ્પેશભાઈ મેઘાણી, ઉપપ્રમુખ સવિતાબેન સંદિપભાઈ સભાયા, મંત્રી રસિલાબેન સુરેશભાઈ સોરઠીયા, જયોત્સનાબેન વિજયભાઈ હરસોડા, નેન્સીબેન ડાયાભાઈ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યને સફળ બનાવવા સોનલબેન, ગીતાબેન, ઈન્દુબેન, વીણાબેન, પિન્ટુબેન, ભાનુબેન, ચંદનબેન તથા દરેક કારોબારીના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મહિલા કમિટીના પ્રમુખ અસ્મિતાબેન મેઘાણીનો મો.નં.૭૦૪૮૬ ૯૩૨૨૦ પર સંપર્ક કરવા અનુરોધ છે.