ફ્રાન્સના પ્રવાસે પહોચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત: ભારત ફ્રાન્સ વચ્ચેની મિત્રતાને નિ:સ્વાર્થ ગણાવતા મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દેશના પાંચ દિવસના પ્રવાસના પ્રથમ ચરણમાં ફ્રાન્સ પહોચ્તયા હતા ફ્રાન્સમાં તેમનું ઉષ્માપૂર્ણ વાતાવરણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચોમૈનુઅલ મેત્રો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુકત રીતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં મેકોએ કાશ્મીર મુદે ફ્રાન્સનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે આ મુદાનો ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય ચર્ચા દ્વારા સમાધાન લાવવું જોઈએ આ મુદે ત્રીજા પક્ષે હસ્તક્ષેપ ન કરવો જોઈએ કે હિંસા ભડકાવવી ન જોઈએ. મોદીએ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અંગે ફ્રાન્સને અવગત કરાવ્યું છે. ફ્રાન્સ આગામી મહિને ભારતને ૩૬ રાફેલ ફાઇટર વિમાનમાંથી પ્રથમ વિમાન આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રતા કોઇ સ્વાર્થ પર નથી ટકી પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાના નક્કર સિદ્ધાંતો પર આધારિત છે. બંને દેશ સતત આતંકવાદનો સામનો કરી રહ્યા છે. અમારો ઇરાદો આતંકવાદ વિરૂદ્ધ સહયોગને વ્યાપક બનાવવાનો છે.

પીએમ મોદી ફ્રાન્સમાં પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરનાર છે.  ફ્રાન્સના બિયારેટ્ઝ શહેરમાં ૨૪થી ૨૬ ઓગસ્ટે યોજાનારી ૪૫મી જી-૭ સમિટમાં પણ તેઓ ભાગ લેશે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ૨૦ સપ્ટેમ્બરે ફ્રાન્સથી પહેલું રાફેલ વિમાન ભારત પહોંચવાનું છે. આ વિમાનને લેવા વાયુસેનાના વડા બી.એસ. ધનોઆ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ જવાના છે.

મોદીએ ફ્રાન્સ રવાના થયા પછી ટ્વિટ કર્યું કે ફ્રાન્સમાં પ્રમુખ મેક્રોન અને પીએમ એડવર્ડ ફિલિપ સાથે વાતચીત માટે હું ઉતાવળમાં છું. બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે, યુએઈમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાતચીત થશે. ક્રાઉન પ્રિન્સ અને હું બાપુની ૧૫૦મી જન્મ જયંતીને યાદગાર બનાવવા માટે એક ટપાલ ટિકિટ જારી કરીશું. બહેરિનનો મારો પ્રવાસ ભારતના કોઈ પણ વડાપ્રધાનનો પહેલો પ્રવાસ હશે.

જી-૭ સમિટમાં મોદી પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સમુદ્રી વેપારમાં સહકાર અને ડિજિટલ પરિવર્તન જેવા મુદ્દે વિચાર રાખી શકે છે. જી-૭ સિવાય મોદીની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને જાપાનીઝ પીએમ શિન્ઝો આબે સાથે વાતચીત કરે એવી શક્યતા છે. આ ઉપરાંત મોદી અને મેક્રોન પેરિસથી ૬૦ કિ.મી. દૂર શેટે ડી ચૈંટિલીમાં શિખરચર્ચા કરશે.

ભારત અને ફ્રાન્સ ૧૯૯૮થી વ્યૂહાત્મક ભાગીદાર છે. બંનેએ દરેક મુશ્કેલીમાં એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું છે. આ સિવાય બંને દેશ વચ્ચે સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, અંતરિક્ષ, સાઈબર, આતંકવાદ અને અસૈન્ય પરમાણુ ઊર્જા જેવાં ક્ષેત્રે મજબૂત સહકાર છે. ફ્રાન્સ મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત જેતપુર પરમાણુ ઊર્જા પરિયોજના માટે ૬ ન્યુક્લિયર રિએક્ટર આપવાનું છે. ભારત અને ફ્રાન્સ ડિજિટલ ટેક્સ અને અમેરિકાની વેપારી એકપક્ષીયતા જેવા અન્ય મુદ્દે પણ એકમત છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોદીનો ફ્રાન્સ પ્રવાસ મજબૂત અને નજીકની ભાગીદારીનો પુરાવો છે.

મોદીની ફ્રાન્સ મુલાકાત તેમના બીજા કાર્યકાળમાં એશિયા બહારનો પહેલો પ્રવાસ છે. તેનાથી ભારત-ફ્રાન્સ સંબંધના ઊંડાણની સાબિતી મળે છે. બંને દેશનાં પરસ્પરનાં હિતોનું મહત્ત્વ ઘણું વધારે છે કારણ કે, ચીન હિન્દ મહાસાગરમાં દખલ વધારી રહ્યું છે. મેક્રોને ભારત પ્રવાસે હિન્દ મહાસાગરની સુરક્ષાને લઈને પણ એક કરાર કર્યો છે. ફ્રાન્સ કહી ચૂક્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દ્વિપક્ષીય મામલો છે.

હિન્દ મહાસાગરના અનેક ટાપુઓ પર ફ્રાન્સનાં સૈન્ય ઠેકાણાં છે. ચીન વિરુદ્ધ અમેરિકાની આગેવાનીમાં ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજીમાં પણ ફ્રાન્સની ભૂમિકા મહત્ત્વની છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે, રશિયા, ઈઝરાયેલ અને અમેરિકા પછી ફ્રાન્સ ભારતને સંરક્ષણમાં મદદ કરનારો ચોથો સૌથી મોટો દેશ છે. ભારતને સ્કોર્પિયન સબમરીન, મિરાજ ૨૦૦૦, એસએમ-૩૯, એન્ટિ શિપ મિસાઈલ, મેટિઓ,રાફેલ વગેરે આપી રહ્યું છે. મોદી ફ્રાન્સી વળતા યુએઈ અને બહેરિનની મુલાકાત પણ લેનારા છે.

ફ્રાન્સમાં કાશ્મીર મુદ્દે મોદી-ટ્રમ્પ વચ્ચે મંત્રણા થશે

જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજજો નાબુદ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનાં બંધારણીય નિર્ણયથી કાશ્મીર અને કાશ્મીરીઓની દાયકાઓ જુની અછુત જેવી સ્થિતિમાં સુખદ અંત આવ્યો છે. અને કાશ્મીરમાં ખરી સ્વાયતતાનો ઉદય થયો છે ત્યારે કેટલાંક અલગતાવાદી તત્વો આ મુદ્દે કાગારોળ મચાવી રહ્યા છે. પરંતુ ભારતને રાજનૈતિક રીતે કાશ્મીર મુદ્ે પાકિસ્તાન સામે જગત આખાનો  સહકાર મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અવાડીયો અડધી કલાક લાંબી ટેલીફોનીક વાતચીત કર્યા બાદ ફરીથી ફ્રાન્સમાં યોજાનારી જી-૭  શિખર પરિષદમાંથી અઠવાડીયે જ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે રુબરુ ચર્ચા કરશે. ડોાનાલ્ડ ટ્રમ્પ શનિવારે વડાપ્રધાન મોદી સાથે જી-૭ શીખર બેઠકમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરશે. પાકિસ્તાનની કાશ્મીર મુદ્દે કાગારોળના પગદે અમેરિકાએ મઘ્યસ્થી ના પ્રયાસો નાકામ નિવડતાં આ મુદ્દે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય સમજુતીથી ઉકેલવાની હિમાયત કરી હતી. ભારતે કાશ્મીરનો મુદ્દો પોતાનો આંતરીક મુદ્દો હોવાનું ભારપૂર્વક જણાવી દેતા ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું વલણ બદલવાની જરુરી પડી હતી. શનિવાર ફ્રાન્સમાં યોજાનારી મોદી-ટ્રમ્પની રુબરુ મુલાકાતમાં પાકિસ્તાનનો મુદ્દો ચર્ચાશે અલબત અમેરિકાએ પાકિસ્તાન સમક્ષએ વાત સ્પષ્ટ કરી દીધી છે કાશ્મીર મુદ્દે કોઇ જ ચંચુપાત ભારત ચલાવવાનું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.