અબતક, રાજકોટ

જર, જમીન અને જોરૂ કઝીયાનું છોરૂની કહેવતને સાર્થક કરતો બનાવ રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે શેઢાની તકરારમાં કોળી પરિવાર પર કુટુંબિક ભત્રીજાએ નશો કરેલી હાલતમાં ખરપીયો વડે તૂટી પડતા વૃધ્ધાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે વૃધ્ધ અને તેની ત્રણ પુત્રીને ઇજા પહોંચ્યા છે. આ બનાવની જાણ આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે. ચાવડા સહિતનાં સ્ટાફ દોડી જઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

હત્યારો જ્યાં સુધી ન જળપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે તેમજ સાથે-સાથે આરોપીનો ભાઇ પોલીસમાં હોવાથી તેના પાવરથી હત્યા કર્યાની પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામ નજીક ઢાંઢણી ગામે રહેતા લીંબાભાઇ મેર અને તેના પત્ની સવિતાબેન મેર નામના 65 વર્ષીય વૃધ્ધા પોતાની વાડીએ વાવેતર કરી રહ્યાં હતા ત્યારે શેઢા પાડોશી અને કુટુંબીક ભત્રીજો નશો કરેલી હાલતમાં રમેશ છગન મેર નામનો શખ્સ ખેતનું ઓજાર ખરપિયો વડે માર મારતા દંપતિ દેકારો કરતા તેની ત્રણ પુત્રી દોડી આવતા તેને પણ મારમાર્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા સવિતાબેન નામના વૃધ્ધાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ બનાવની જાણ આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે. ચાવડા સહિતનો સ્ટાફ દોડી જઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘવાયેલા લીંબાભાઇ અને તેની પુત્રી ઉષાબેન મુકેશ સોલંકી, ભાવનાબેન વિજય સાકરીયા અને નિશાબેન વાસુરભાઇ સાકરીયાને ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી.

ઢાંઢણી ગામે વાવેતર કરી રહેલા દંપતી ઉપર ખરપિયા વડે તૂટી પડ્યો,
બચાવવા વચ્ચે પડેલી ત્રણ-પુત્રી અને તેના પતિ ઇજાગ્રસ્ત

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સવિતાબેન લીંબાભાઇ મેર અને આરોપી રમેશ છગન મેર શેઢા પાડોશી અને કુટુંબિક કાકી અને ભત્રીજા થાય છે. મૃતક સવિતાબેનને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. જેમાં તમામ પરિણીત છે.

લીંબાભાઇ અને તેના કુટુંબીક ભત્રીજા રમેશ મેર વચ્ચે શેઢા બાબતે પાંચથી છ માસથી તકરાર ચાલતી હતી.

આજે સવારે લીંબાભાઇ અને તેના પત્ની સવિતાબેન વાવેતર કરી રહ્યાં હતાં ત્યારે કુંટુંબીક ભત્રીજો નશો કરેલી હાલતમાં આવે અને ખરપિયા વડે માર મારી કાકીનું ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું હતું.

આજીડેમ પોલીસ મથકના સ્ટાફે મૃતક સવિતાબેનના પતિ લીંબાભાઇની ફરિયાદ પરથી કુંટુંબીક ભત્રીજો રમેશ છગન મેર સામે હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથધરી છે.

હત્યારો જયાં સુધી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર

ઢાંઢણી ગામે જમીનના શેઢાના મામલે કૌટુંમ્બીક ભત્રીજાએ તેના કાકી સવિતાબેનની ખરપર્યાના ઘા ઝીંકી હત્યા નિપજાવતાં નાના સેવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને હત્યા નીપજાવી નાશી છુટેલા રમેશ મેરને જયાં સુધી પકડવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવામાં નહી આવે તેવું તેના પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આરોપીએ પોલીસ પિતરાઇના પાવરથી હત્યા કર્યાનો પરિવારજનોનેા આક્ષેપ

આ સાથે મૃતક સવિતાબેનના પુત્ર અને પુત્રીઓએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે આરોપી રમેશ મેરનો પિતરાઇ ભાઇ રાજુ મેર થોરાળા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને તેની ખાખીના પાવરે રમેશ મૃતક સાથે અવાર નવાર ઝઘડા કરતો હતો અને તેના પાવરે જ હત્યા નિપજવ્યાના મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

એક પખવાડીયામાં રાજકોટમાં ત્રણ લોથ ઢળી

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે ખાખીનો ખોફ ઓસવયો છે જેથી ચોરી, ખુન અને મારામારીજેવા ગુનાખોરીના બનાવો શેર બજારના સેસન્સની જેમ ઉછાળો જોવા મળ્યો છે.

ત્યારે  ખુનનાં પખવાડીયામાં એકા એક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. છેલ્લા એક પખવાડીયામાં રાજકોટમાં ત્રીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રથમ બનાવમાં પત્નીના બોયફેન્ડે સોપારી આપી પતિની હત્યા કરાવી હતી. અને બીજા બનાવમાં છેડતી અંગે ફરીયાદ કરતાં શીખ યુવાનની કાકા અને ભત્રીજાએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. અને ત્રીજા બનાવમાં ઢોઢળી ગામે કોટુંમ્બીક ભત્રીજાએ જમીનના શેઢા મામલે તેના કાકીને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે શીખ યુવાનના હત્યારાઓને હજુ સુધી પકડયા નથી ત્યાં તેમની સામે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.