‘અબતક’ મીડિયા પાર્ટનર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને મેનેજમેન્ટ વિષય પર દેશ વિદેશના ડેલીગેટસ વચ્ચે થઈ ચર્ચા: વિદ્યાર્થીઓને મળ્યું અમૂલ્ય જ્ઞાન
ક્રાઈસ્ટ કોલેજ અને ક્રાઈસ્ટ ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ ખાતે આજે ૩જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ જેમાં દેશ વિદેશથી વિવિધ ડીગ્નીટીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનું મીડિયા પાર્ટનર ‘અબતક’ રહ્યું હતું.
આ વર્ષનાં આંતરરાષ્ટ્રીય પરીષદનો વિષય ગ્લોબલ ટ્રેડ ઓફ હ્યુમીનીટી સાયન્સ, ટેકનોલોજી અને મેનેજમેન્ટનો હતો. આખુ વિશ્ર્વએ હાઈટ એજયુકેશન તરફ આગળ વધી રહ્યું છે. ભારતની અંદર ૪ કરોડ બત્રીસ લાખ લોકો ભણી રહ્યા છે.
દેશના એજયુકેશનની સમસ્યા એ છે કે વર્લ્ડની ૧૫૦ ટોપ યુનિવર્સિટીમાં ભારતનું નામ નથી, ભારતમાં વિદ્યાર્થીઓ ખૂબજ ટેલેન્ટેડ છે.તેના પર કોઈ શંકા નથી પરંતુ તે વિદ્યાર્થીઓને તક ન મળતા તેઓ વિદેશ જાય છે. ભણવા પુરતુ અને રિસર્ચ પુરતુ નહી પરંતુ વસવાટ માટે જે ભારતનાવિકાસમાં અવરોધ ‚પ છે. ભારતીય એજયુકેશનને વધુને વધુ આગળ વધારવા તથા ભારતના વિદ્યાર્થીઓને વધુને વધુ વૈશ્ર્વિક સ્તરે તક મળષ તે માટે આ વૈશ્ર્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
તેમાં ઈન્ડોનેશિયાની યુનિ.ના વાઈસ ચાન્સલર, પ્રો.એચ.સી. હરમાદજી જે ઈન્ડોનેશિયાની યુનિ. વીજયા કસુના સુરબયાના રેકટર છે. તે પણ હાજરી આપી હતી. તથા ફીલીપાઈન્સના ડો. નેના પાદીલા વાલ્ડેઝ એ પણ હાજરી આપી હતી.
ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ ઉપરાંત વિવિધ યુનિવર્સિટી જેવી કે નિરમા યુનિ., એમ.એસ. યુનિ., ગોધરા યુનિ.,ના જાણીતા પ્રતિનિધિએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિ. તથા ગુજરાત યુનિ.ના વાઈસ ચાન્સલર નવીનશેઠ તથા પ્રતાપસિંહ ચૌહાણ એ તેમના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આવી પરિષદો, એજયુકેશનને આગળ‚પ વધવા તથા બુસ્ટઅપ કરવા મહત્વનો ભાગ ભજવે છે જે વિદ્યાર્થીઓ રીસર્ચરોટે નવી નવી તકો ઉભી કરે છે. શ‚આતથી ભણતરમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી તો ભારતનાં વિદ્યાર્થીઓ જેમ વિદેશમાં ડંકો વગાડે છે.તેવી જ રીતે ભારતમાં પણ પોતાનું અમૂલ્ય કોન્ટ્રીબ્યુશન આપે જે દેશને અલગ જ સ્તરે લઈ જશે.
સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સ્લર પ્રતાપસિંહ ચૌહાણ જણાવે છે કે ભારતમાં સાયન્સ ટેકનોલોજી ને લઈ જે ગ્લોબલ પેરામીટર્સ છે તે પેરામીટર્સની કેવી રીતે ભારતીય ભણતરની પ્રણાલીમાં કેવી રીતે સરળ રીતે ભળી શકે તે માટે આવી પરિષદો ખૂબ મોટો ભાગ ભજવે છે.
વૈશ્ર્વિક લેવલ ઉપર થતા ફેરફારોના અનુસંધાનમાં ભારતીય એજયુકેશનલ સિસ્ટમ કઈ રીતે પોતાનો પગ જમાવે તથા ઈન્ફાસ્ટ્રકચર છે. એજયુકેશન સિસ્ટમ ઈન્ટરનેશનલ સ્ટાંડર્ડ સાથે કઈ રીતે મેચ કરી શકીએ અને વધુ વધુ આપણા વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં તક મળે તે માયે આવા કદમ લેવાની ખૂબજ જરૂર છે.
ઈન્ડોનેશિયા યુનિવર્સિટીના પ્રોફેસર એચ.સી. હરમડાજીએ જણાવ્યું કે ઈન્ડિયા અને ઈન્ડોનેશિયા દ્વારા યોજાતી આવી કોન્ફરન્સ બંને દેશોનાં વિદ્યાર્થીનાં ભવિષ્ય માટે ઉન્નતિ અને તક ઉભી કરશે.