અબતક, સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
વઢવાણ પોલીસ સ્ટેશનમાં વધુ એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. કાલે સાંજના સમયે સુરેન્દ્રનગર શહેરના વઢવાણના નાથા વાળાની શેરીમાં રહેતા એક પરિવારજનો દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૩૯ વર્ષના યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય માત્ર છ વર્ષની બાળકી સાથે કરવામાં આવ્યું છે. જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે.
બાળકીને ફોસલાવી લઇ જઇ પિતાની ઉંમરના ઢગાએ શારીરિક અડપલા કર્યા: ગભરાયેલી બાળાએ પરિવારને જાણ કરતા પોલીસમાં નોંધાતો ગુન્હો, આરોપી પર ફિટકાર
વઢવાણ પોલીસ દ્વારા અમને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ ફરિયાદમાં જાણવા મળતી વિગત વઢવાણ નાથાવોરાની શેરીમાં રહેતી અંદાજે ૬ વર્ષ અને ૭ માસની સગીરાને શેરીમાં જ રહેતા ૩૯ વર્ષના દિપક સનતભાઈ વ્યાસે ગાલ ઉપર ખરાબ કૃત્ય કરી, હાથ પકડી ખેંચી શારિરીક અડપલા કરતા સગીરા ભયમાં મૂકાઇ ગઇ હતી. આ બનાવની સગીરાએ પરિવારજનોને કરતા સગીરાની માતાએ વઢવાણ પોલીસ મથકે દિપક સામે ફરિયાદ નોંધાવતા પોસ્કો સહિતનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે વઢવાણ નાથાવોરાની શેરીમાં રહેતા દીપક સનતભાઈ વ્યાસને દબોચી લઇને આગળની તપાસ હાથ ધરી હતી.
ત્યારે આ બનાવને લઇને વઢવાણ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે અને પોલીસ દ્વારા પણ આ મામલે વધુ પૂછપરછ કરી બાળકીના પરિવાર સાથે પણ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વઢવાણ પંથકમાં સતત આવા વધતા જતા બનાવના પગલે વઢવાણ વાંચવામાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે માત્ર છ વર્ષની બાળકી સાથે ૩૯ વર્ષના દીપકભાઈ દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
બાળકો સુરક્ષિત નથી! ૩૨ દિવસમાં ત્રીજ ઘટના
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે બાળકીઓ પણ સુરક્ષિત ન હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૨ દિવસમાં ત્રીજો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય યુવકો કરવામાં આવ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે જેમાં થોડા સમય પહેલા વઢવાણ ના નવા દરવાજા વિસ્તારમાં બાળકીને ફોસલાવીને રૂમમાં બોલાવી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું બીજા બનાવ માં સુરેન્દ્રનગર ના જાણીતા વકીલ દ્વારા પૂછપરછ અને ઓફિસમાં બોલાવી અને માત્ર પાંચ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને આ બનાવ માં વઢવાણના શહેરી વિસ્તારમાં આ બનાવ બન્યો છે છ વર્ષની બાળકીને સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હવે વઢવાણ પંથકમાં બાળકીઓ પણ સુરક્ષિત ન હોય તેવા બનાવો સામે આપવા જઈ રહ્યા છે.
માતા-પિતા સાવચેત રહે અને નાની બાળાઓને પોતાથી દુર ન જવા દે : જિલ્લા પોલીસવડા
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બનતા જઈ રહ્યા છે. નાની નાની બાળાઓ આનો ભોગ બનતી જઈ રહી છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વધતા જતા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હવે પોતાના માતા-પિતા અટકાવી શકે છે. નાની એવી બાળા હોય તો તેમને પોતાની પાસે સુરક્ષિત રાખો અને કોઈની ઉપર વિશ્વાસ મૂકી અને ભાગ લેવા અથવા કોઈ લાલચમાં આવી અને બાળકોને કોઇ અજાણ્યા પુરુષો પાસે જવા ન દો તેવી સલાહ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાવાસીઓને આપવામાં આવી છે.