બિન ભાજપ-બિન કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવા તેલગાંણાના મુખ્યમંત્રી કેસીઆરે કેરળના મુખ્યમંત્રી પી.વિજયન સાથે બેઠક યોજી
દેશનાી ૧૭મી લોકસભાની રચના માટે યોજાયેલી ચુંટણીના પાંચ તબકકાઓ ધીંગા મતદાન સાથે પુરા થઇ ચુકયા છે. અને હવે બે તબકકાઓનું મતદાન બાકી રહ્યું છે. ત્યારે હવે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સુકાન માટે કેન્દ્રો રાજયોગ પ્રબળ બનશે તેવી ચર્ચાના વાતાવરણ વચ્ચે કેરળના મુખ્યમંત્રી વિજયનને તેલગાંણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત યોજી હતી. હતી. મુલાકાત ખુબ જ ફળદાયી ગણાવીને આ વખતે લોકસભાના સુકાની તરીકે ત્રીજા મોરચાને સત્તા મળે તેવા સંજોગો પ્રબળ અને ઉજળા થવાનો નિર્દેશ આપ્યો છે.
વિજયને જણાવ્યું હતું કે ચોકકસપણે આ વખતે કોંગ્રેસ કે ભાજપને સ્પષ્ટ બહુમતિ મળે તેવા સંજોગો દેખાતા નથી. બન્ને મોટા પક્ષ કેન્દ્રમાં એકલા હાથે સરકાર રચે તેવી શકયતા નહિવત છે. આ વખતે સરકારની રચના માટે પ્રાદેશિક પક્ષોની ભુમિકા મહત્વની બની રહેશે.
કેન્દ્રમાં સરકાર રચવા માટે બન્ને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોને પ્રાદેશિક પક્ષો સાથે રાજકીય જોડાણની નીતી બનાવ્યે જ છુટકો થશે તેમણે જણાવ્યું હતું ક કેસીઆરએ દ્વારા દેશની આ રાજકીય સ્થિતિને અગમચેતી પારખીને દરેક પ્રાદેશિક પક્ષોને સંગઠીત થઇને ત્રીજા મોરચાની સરકારનો વિકલ્પ ઉભુ કરવા તૈયાર થઇને ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ ‚પે કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકાર માટે તૈયાર રહેવું જોઇએ.
પરમ દિવસે થી‚અંનતપુરમમ: કેસીઆર દ્વારા કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકારના રાજયોગનો વિચાર તરતો મુકીને બીન કોંગ્રેસ અને બીન ભાજપ વાળા ત્રીજા મોરચાને સરકાર રચવા માટે કમર કસવા અપીલ કરી હતી. કેસીઆરએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામી સાથે પણ ટેલીફોનીક ચર્ચા કરી હતી.
કે.ચંદ્રશેખર રાવએ ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલીંગન સાથે ૧૩ મેએ ચેન્નાઇમાં મીટીંગ કરવાનું આયોજન કર્યુ છે. જો કે ડીએમકે એ આવા પ્રયાસોને હજુ સુધી સમર્થન આપ્યું નથી. સ્ટાલીને રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવવાની વાત કરી છે. બીજી તરફ ચંદ્રશેખર રાવ કેન્દ્રમાં બિનભાજપ અને બીન કોંગ્રેસ મોરચાને પ્રમોટ કરવાની વાતો કરે છે.
કેરળના મુખ્યમંત્રી વિજયને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વરસમાં આપણે જોઇએ છીએ કે સરકાર સમવાથી વ્યવસ્થાને ખંડીત કરતી રહી છે. કેન્દ્રની ભાજપ સરકારનો સમવાથી વ્યવસ્થાના આ રક્ષણ માટે હવે આપણે વિકલ્પ શોધવો જોઇએ. ત્રીજો મોરચાની સરકાર દેશમાં સામાજીક સમરસત્તાનો માહોલ જાળવી શકે તેમ વિજયને જણાવ્યું હતું કેરલના મુખ્યમંત્રીએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે પરિણામ જાહેર થયા બાદ તુરંત જ ત્રીજા મોરચાના ગઠ્ઠનબંધન માટે ની મસલતો શરુ કરવામાં આવશે. જો કે હજુ એ વાત નકકી નથી કે આ મોરચાની નેતાગીરી કોણ સંભાળશે.
કે ચંદ્રશેખર રાવ પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએમના પ્રમુખ એચ.ડી. દેવગોડા, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક, ડીએમકેના પ્રમુખ સ્ટાલીન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહીતના કોંગ્રેસ અને ભાજપ સિવાયના તમામ પ્રાદેશીક પક્ષોના નેતાઓને ત્રીજા મોરચાના વિકલ્પ માટે ફળદાયી બેઠકો કરી ચુકયા છે. આ નેતાઓએ એકસુરે એવી વાત સ્વીકારી છે.