રોકાણકારોની અસ્કયામતોમાં એક જ દિવસમાં અધધ… ૬.૮ લાખ કરોડનો વધારો!!!
છેલ્લા થોડા સમયી વિવિધ કારણોસરી મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગ જગતને બુસ્ટર ડોઝ આપવા નાણામંત્રી નિર્મલા સીતારમને ગઈકાલે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાતના કારણે કંપનીઓને ૧.૪૫ લાખ કરોડ રૂપિયાના ટેકસ બોનાન્ઝા સહિત અનેક રાહતોથી ઔદ્યોગિક જગતમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આઠ મહિનામાં ત્રીજા બજેટ જેવી આ જાહેરાતોથી બજારના બેરોમીટર ગણાતા શેરમાર્કેટમાં લાંબા સમય બાદ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મોદી સરકારના આ નિર્ણયી સુસ્ત પડેલુ ભારતીય ર્અતંત્ર દોડતું વાની સંભાવના હોય મંદીી મુંઝાયેલા લોકોની દિવાળી સુધારી લેવા દિવાળી પહેલા કરાયેલ જાહેરાતી તમામ વર્ગના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
દેશના માંદાં પડેલા અર્થતંત્રને બેઠું કરવા, છેલ્લા છ વર્ષના તળિયે બેઠેલા અર્થતંત્રને વેગ આપવા ચોથા બૂસ્ટર ડોઝ અંતર્ગત શુક્રવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ભારતીય કંપનીઓ પર લાગુ કોર્પોરેટ ટેક્સમાં લગભગ ૧૦ પર્સન્ટેજ પોઇન્ટનો ઘટાડો કરી ૨૫.૧૭ ટકા સુધી ઘટાડી દીધો હતો. તે ઉપરાંત નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટેનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૧૭.૦૧ ટકા કરી દેવાયો છે. નિર્મલા સીતારામને પણજી ખાતે જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ એક્ટમાં કરાયેલા આ સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમ જારી કરી દેવાયો છે.
સીતારામને જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ એક્ટમાં કરાયેલી નવી જોગવાઈ અનુસાર હવે કોઈપણ ભારતીય કંપનીએ ૨૨ ટકા ઇન્કમટેક્સ ચૂકવવાનો રહેશે. આ વિકલ્પ અપનાવનારી ભારતીય કંપનીઓ પર તમામ સરચાર્જ અને સેસ સહિત ૨૫.૧૭ ટકા કોર્પોરેટ ટેક્સ લાગુ થશે. હાલમાં કંપનીઓ પર ૩૦ ટકા કોર્પોરેટ ટેક્સ લાગુ પડે છે જે સેસ અને સરચાર્જ સહિત ૩૪.૯૪ ટકા પર પહોંચે છે. તેવી જ રીતે દેશમાં નવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ૧ ઓક્ટોબર ૨૦૧૯ પછી સ્થપાનારી અને ૩૧ માર્ચ ૨૦૧૩ સુધીમાં પ્રોડક્શન શરૂ કરનારી નવી કંપનીઓએ ૧૫ ટકા ઇન્કમટેક્સ ચૂકવવાનો રહેશે. જે તમામ સરચાર્જ અને સેસ સહિત ૧૭.૦૧ ટકા રહેશે.
સીતારામને જણાવ્યું હતું કે, સેઝમાં ટેક્સ હોલિડેનો લાભ મેળવતી કંપનીઓ ટેક્સ હોલિડેનો સમય પૂરો થયા પછી આ કર માળખાનો લાભ લઈ શકે છે. આ વિકલ્પમાં તેમને ૨૨ ટકા ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં આ કંપનીઓ પાસેથી ૨૫ ટકા ટેક્સની વસૂલાત કરાય છે જે સરચાર્જ અને સેસ સાથે ૨૯.૧૨ ટકા પર પહોંચે છે.
સીતારામને જણાવ્યું હતું કે, મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (એમએટી) ૧૮.૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરાયો છે. કેપિટલ માર્કેટમાં ભંડોળનો પ્રવાહ સ્થિર કરવા માટે કેપિટલ ગેઇન પર બજેટમાં લાગુ કરાયેલો સુપર રિચ ટેક્સ લાગુ થશે નહીં. તે ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના કેપિટલ ગેઇન પર પણ સરચાર્જ લાગુ થશે નહીં. ૫ જુલાઈ ૨૦૧૯ પહેલાં શેરના બાયબેકની જાહેરાત કરનારી લિસ્ટેડ કંપનીઓેને અપાયેલી રાહતમાં બાયબેક કરાયેલા શેરો પર ૨૦ ટકા ટેક્સની વસૂલાત કરાશે નહીં.
સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)નો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓ હવે સીએસઆર અંતર્ગત તેમના નફાના બે ટકા રકમ સાયન્સ રિસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓને ગ્રાન્ટ આપવામા અને ઇન્ક્યુબેટર્સ પર ખર્ચ કરી શક્શે.
સીતારામને જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સમાં અપાયેલી રાહતનોના કારણે સરકારી તિજોરી પર ર્વાષિક રૂપિયા ૧.૪૫ લાખ કરોડનો બોજો પડશે. જોકે, કોર્પોરેટ જગતને અપાયેલી રાહતોનો અંદાજપત્રીય ખાધ પર કેવી અસર થશે તેના જવાબો આપવાનું નાણામંત્રીએ ટાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વાસ્તવિકતા પ્રત્યે સભાન છે. અમે મેક ઇન ઇન્ડિયામાં વધુ મૂડીરોકાણ ઇચ્છીએ છીએ.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઘરેલું કંપનીઓ પર લાગતો કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરતા ભારતીય શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ ૧૯૨૧ અંકના વધારા સાથે ૩૮,૦૧૪.૩૨ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સમાં ૨૨૮૪.૫૫ અંકનો વધારો જોવા મળ્યો હતો અને તે ૩૮,૩૭૮.૦૨ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૬૯.૪૦ અંક વધી ૧૧,૨૭૪.૨૦ પર બંધ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસમાં વધારાનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો. અગાઉ ૧૮ મે ૨૦૦૯ એ સેન્સેક્સમાં ૨,૧૧૧ અંક અને નિફ્ટીમાં ૭૧૩ અંકનો વધારો નોંધાયો હતો. બજારમાં તેજી આવવાથી ઘરેલું રોકાણકારોને ૬.૮૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો. તેનાથી બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧,૪૦,૭૯,૯૩૯.૪૮ કરોડ રૂપિયા થઈ.
આ વર્ષે આ ચોથી તક હતી, જ્યારે એક દિવસમાં સેન્સેક્સમાં આટલી વધુ વધારો જોવા મળ્યો છે. આ પહેલા સૌથી વધુ વધારો ૨૦ મેના રોજ જોવા મળ્યો હતો. ૧૯ મેના રોજ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ બજારમાં તેજી આવી હતી. તે સમયે સેન્સેક્સ ૧૪૮૨ અંકના વધારા સાથે ૩૯,૩૫૩ પર બંધ હતું. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૪૪ શેર ફાયદામાં કારોબાર કરી રહ્યાં છે. સેન્સેક્સમાં હીરો મોટોકોર્પનો શેર ૧૨%થી વધુ વધ્યો. બાદમાં મારૂતિનો શેર ૧૧%, ઈન્ડસઈન્ડ બેન્ક અને એસબીઆઈનો શેર ૧૦%થી વધુ વધ્યો. બીજી તરફ પાવરગ્રીડનો શેર ૨.૩૯% ઘટ્યો. ઈન્ફોસિસ, ટીસીએસ અને એનટીપીસીના શેરમાં પણ ૨% સુધીનો ઘટાડો આવ્યો.
નાણામંત્રીની રાહતોની સાથે સાથે જીએસટીની પણ રાહતોથી ‘બેવડો’ હાશકારો!!!
દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકાર ધડાધડ એક પછી એક નિર્ણયો લઇ રહી છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ પણજીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ બે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે કાઉન્સિલે રૂા.૭૫૦૦થી ઓછા હોટલ રૂમના ભાડા પર ૧૨ ટકા જીએસટીની મંજૂરી આપી છે. તે સિવાય ૭૫૦૦થી વધારેના ભાડા પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. નાણાંમંત્રીના જણાવ્યા પ્રમાણે રૂા. ૧૦૦૦ સુધીના ભાડા પર કોઇ જીએસટી નહીં લાગે. કેફીન વાળા પીણા પર જીએસટી વધારવાની ભલામણ સ્વીકારવામાં આવી છે.તેમાં ૧૮ ટકામાંથી ૧૨ ટકા સેસ સાથે ૨૮ ટકા દર લાગૂ કરવાની મંજૂરી કાઉન્સિલે આપી છે. આઉટડોર કેટરિંગ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના ૫ ટકા જીએસટી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોટરી ટિકિટ પર એક દર રાખવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યો છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે મરીન ઇંધણ પર ૧૮ ટકામાંથી ૫ ટકા અને ઓછા કિંમતી રત્નો પર ૩ ટકાથી ઘટાડીને ૦.૨૫ ટકા જીએસટી કરવામાં આવ્યો છે. પોલીપ્રોપેલીન અને પોલીઇથીલીન પર ૧૨ ટકા જ્યારે રેલવે વેગન અને કોચ પર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા જીએસટી કરવામાં આવ્યો છે. વિદેશથી આયાત થતા ડિફેન્સના ઉપકરણો પર ૨૦૨૪ સુધી જીએસટી/આઈજીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે. અન્ડર ૧૭ મહિલા વર્લ્ડકપને ધ્યાનામાં રાખીને ફુટબોલ બોડી ફીફા અને ખાસ લોકોને મોકલવામાં આવતી ચીજો અને સેવાઓને પણ જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે.