ઓખા-વારાણસી-ઓખા સુપરફાસ્ટ તથા ઓખા-જયપૂર-ઓખા એકસપ્રેસ ટ્રેનોમાં હંગામી ધોરણે થર્ડ એસી કોચના એક એક ડબ્બા જોહવામાં આવશો.
રાજકોટ રેલવેની જાહેરાત મુજબ ઓખા-વારાણસી ઓખા સુપરફાસ્ટ ટ્રેન નં. ૨૨૯૬૯/૨૨૯૭૦ અને ઓખા જયપૂર ઓખા એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૫૭૩/૧૯૫૭૪ એમ બે ટ્રેનોમાં પેસેન્જરોનાં ઘસારાને પહોચી વળવા માટે એક એક વધુ થર્ડ એસી કોચની સુવિધા હંગામી ધોરણે કરવામાં આવી છે.
જેમાં ઓખા-વારાણસી ઓખા સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં તા.૭ જુલાઈથી ૨૮ જુલાઈ સુધી અને ઓખા જયપૂર ઓખા એકસપ્રેસ ટ્રેનમાં ૩ જુલાઈ થી ૩૧ જુલાઈ સુધી પેસેન્જરોને આ સુવિધા મળશે.
આ સાથે બંને ટ્રેનોમાં કુલ ૨૩ કોચીસ અને ૨ લગેજવાનની સુવિધા સમય મર્યાદા સુધી આપવામાં આવશે.તેવું ડીવીઝન રેલવે મેનેજર પી.બી. નિનાવે જણાવ્યું હતુ.