બુક ફેર હેઠળ તરવરાટ સાહિત્ય સંધ્યામાં છાત્રોને માર્ગદર્શન મળ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઊપક્રમે શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ૨૭મી જાન્યુઆરીના રોજ તરવરાટ સાહિત્ય સંધ્યામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાજલ ઓઝા વૈદ્ય, શાહબુદ્દીન રાઠોડ, જગદીશભાઈ ત્રિવેદી અને અંકુર શાહ ખાસ ઊપસ્થિત રહ્યા હતા અને જીવન જીવવાની જડ્ડીબુટ્ટી વિષય પર વિદ્યાર્થીઓને વકતવ્ય આપ્યા હતા.
આગળ વધવાની ધીરજ દરેક માણસે કેળવવી જોઇએ: સૌમ્ય જોશી
સાહિત્યકાર સૌમ્ય જોશીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર બુક ફેરનો મેળાવળો જે રીતે જામ્યો છે. ખાસ તો આટલા બધા વિઘાર્થી પુસ્તક મેળામાં રસ લઇ રહ્યા છે. તે આનંદની વાત છે તમામ આયોજકોનો ખુબ ખુબ આભાર આવી સરસ મજાની એકટીવીટી રાજકોટમાં થઇ રહી છે.
અમે અહીં મારો શોખ મારૂ જીવન મારી સફળતા વિષય પર બોલ્યા હું મારી જાતને યંગસ્ટર ને સલાહ આપી શકું તેવી નથી ગણતો પણ મહેનત પરીશ્રમ પોતાની ઓળખીને આગળ વધવાની ધીરજ દરેક માણસે કેળવવી જોઇએ.
વાંચન ખુબજ જરુરી છે. વાંચન આપણને મળેલો અલભ્ય લાભ છે કોઇ આપણને દીશા ચિંધીગયું છે. આપણે તો માત્ર તે વાંધીને લેવાનું છે.
યંગસ્ટર્સ પોતાની જાત ઉપર બીલીવ કરે: મેહુલ સુરતી
હેલ્લારોના સંગીતકામ મેહુલ સુરતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર બુક ફેરનું ખુબ સુંદર આયોજન થયું છે. મોટા પ્રમાણમાં વાંચકો અને તેમની સાથે સંવાદ સાહિત્ય અન બુકો વચ્ચે અમને આમંત્રણ મળ્યું એ માટે હું આયોજકોનો આભાર માનું છું. અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોને બોલાવ્યા છે તે ખુબ સારી વાત છે.
આજના યંગસ્ટરોમાં ખુટતું કઇ નથી પરંતુ પોતાની જાત પર બીલીવ કરવું જે કામ કરો તે નીષ્ઠાથી કરો તમારી અંદર ઇશ્ર્વરે જુે કલા આપી છે તેમાં આગળ વધશો તો કોઇ રોકી નહી શકે વાંચનમાંથી નાની નાની ઘણી વસ્તુ મળી રહે છે. વાંચી તેના પર વિચાર કરો. વાંચન જીવનમાં ખુબ જરુરી છે.
યુવાનો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ કેળવે : કાજલ ઓઝા વૈદ્ય
સુપ્રસિદ્ધ લેખીકા કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સરાહનીય છે. કારણ કે હાલમાં લોકો ગુજરાતી સાહિત્યથી દુર થતા જાય છે. ગુજરાતી એ આપણી માતૃભાષા છે. જો લોકોને માતૃભાષા માં જ રુચી નહિ હોય તો આ બાબત યોગ્ય નથી. ખાસ કરીને યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે યુવાનોએ ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ કેળવવો જોઈએ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેથી તેમાંથી કંઈક નવું તો જાણવા મળશે જ પરંતુ સાથો સાથ શબ્દભંડોળમાં પણ વધારો થશે.
આજનો યુવા વર્ગ ઉત્સાહી, યોગ્ય રાહ ચિંધનારની જરૂર: જગદીશ ત્રિવેદી
હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીવન જીવવા માટેની જડીબુટ્ટી માટે પાંચ વાક્યો છે જેને જીવનમાં ઊતારવા જઈએ વેલા ઊઠવું, ૨. હળવો ખોરાક લેવો, નીયમીત હળવી કસરત કરવી, વ્યસનનો ત્યાગ કરવો, પરમમાં શ્રદ્ધા રાખવી. દરેક માનવી પોતાના જીવનમાં આ પાંચ વચનનું પાલન કરે તો તેના જીવનમાં આ વાક્યો જડીબુટ્ટી બની જાય. વિશેષ યુવા વર્ગ માટે કહ્યું કે, આજનો યુવાન વર્ગ જાણકાર અને ઉત્સાહી છે જ તો તેને યોગ્ય રાહ ચિંધનાર મળી જાય તો તે પોતાની રાહ કંડારવા સક્ષમ છે. સાથો સાથ બુકફેર વિશે જણાવ્યું કે, બુકફેરનું આયોજન વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવ્યું છે. તો દરેક વિદ્યાર્થીએ પુસ્તકો વાંચવા જોઈએ અને વાંચનવૃત્તીને ખીલવવી જોઈએ.
નોકરી મેળવનાર નહીં પણ નોકરી આપનાર બનો: ધર્મેશ વૈદ્ય
રાજકોટ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર બુકફેરમાં નવગુજરાત સમયના એડિટર ધર્મેશભાઈ વૈદ્ય ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને સ્વાયત બનાવવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેઓએ વિશેષરૂપી જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ નોકરી મેળવનાર નહીં પણ નોકરી આપનાર બનવું જોઈએ. તેઓએ લિજ્જત પાપડનું ઉદાહરણ આપતા લોકોમાં અને વિદ્યાર્થીઓમાં રહેલું કૌવતને કેવી રીતે ઉજાગર કરી શકાય તે દિશામાં પણ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે, યુવાનોને સરકાર રોજગારી તો આપે છે પરંતુ જો વિદ્યાર્થીઓમાં આવડત હશે તો તે ઘણુ ખરું પ્રાપ્ત કરી શકશે. તેઓએ વિદ્યાર્થીઓને સલાહ પણ આપી હતી કે, ઉદ્યોગપતિઓના વ્યક્તિગત જીવનને અંદરી વાંચવું જોઈએ.
સત્યને મેકઅપ ની કરી શકાતું ત્યારે આજના સમયમાં વાંચકોની સરખામણીમાં વિવરણકારો વધુ: જગદીશ મહેતા
રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બુકફેરમાં ઉદ્યોગ સાહસીકો વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. જેમાં જગદીશભાઈ મહેતા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેઓએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં જે પત્રકારત્વ હતું તેના વિપરીત હાલ જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં અતિ ઘેલછાના પરિણામે તેઓએ જે પત્રકારત્વ ક્ષેત્રમાંથી મેળવવું જોઈએ તે મેળવી શકતા ની. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પત્રકારત્વ અને ઉદ્યોગ એક પાસાના બે બહેલુ જેવું છે. જેમાં વિદ્યાર્થીઓ જોબ ગીવર પણ બની શકે છે. તેઓએ બુકફેર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન સમયાંતરે થવા જોઈએ જેી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી ખુબ સારી રીતે બનાવી શકે.
બુકફેર જેવાં આયોજનથી છાત્રોની જીજ્ઞાસા ખીલશે: અંકુર શાહ
અંકુરભાઈ શાહ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી અને રાજકોટ મહાનગર પાલીકાના સંયુક્ત ઉપક્રમે બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તે વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે. કારણ કે વિદ્યાર્થીઓ આ પ્રકારના આયોજનોને જોઈ તેમની વાંચન પ્રત્યેની જીજ્ઞાશા રૂચી ખીલવશે અને આમ તેવો પુસ્તકો વાંચતા થશે. ખાસ કરીને રાજકોટ ખાતે સતત બિજી વખત બુક ફેર યોજાયો છે અને આ બુકફેરમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન જે તજજ્ઞો એ આપેલ છે. તેમને બોલાવી તેમના દ્વારા અલગ અલગ વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ બાબત ખુબ જ સરાહનીય છે.
સૌરાષ્ટ્ર બુકફેર એ એક ઉત્તમ આયોજન: નરેશ શાહ
કોલમનિષ્ઠ અને પત્રકાર નરેશભાઈ શાહે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બુકફેરના આયોજન સમગ્ર ભારતમાં તાં હોય છે. પરંતુ રાજકોટના આંગણે જે આયોજન યું છે તે ખુબજ સારૂ આયોજન છે. આગામી સમયમાં જો આ બુકફેરમાં બોમ્બેના પબ્લિશરોને આમંત્રીત કરવામાં આવે તો આ ફેરમાં ચાર ચાંદ લાગી જશે તેમાં નવાઈ નહીં. વધુમાં તેઓએ જણાવ્યું કે, તેઓએ અને તેમના મિત્રોએ ઘણી ખરી પુસ્તકોની ખરીદી કરી હતી અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની જાગૃતતા કેળવાય તે દિશામાં પણ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં જે પત્રકારત્વ પ્રત્યેની કુતુહતા જોવા મળી રહી છે તેના પરી એ વાત સ્પષ્ટ થાય છે કે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાવા માટે નગની રહ્યાં છે. જો યથાયોગ્ય નિતી અનુસાર કામગીરી કરવામાં આવે તો જર્નાલીઝમ ક્ષેત્રમાંથી પણ ઉદ્યોગ સપિત કરી શકાય. તેઓએ અંતમાં પૌતિકી મહેનતને ઉત્તમ હથિયાર ગણાવ્યું હતું.
સાધના કરવાથી સિધ્ધિ મળે: માવજીભાઈ મહેશ્ર્વરી
પ્રસિદ્ધ લેખક માવજીભાઈ મહેશ્ર્વરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે બુકફેરનું આયોજન ખુબજ સારૂ છે.આજ આ પ્રયાસથી સામાન્ય માણસ લેખકની રૂબરૂ થયો છે.ખાસ તો તેવોના સમયમાં આ પ્રકારના કાયક્રમો થતા નથી. પરંતુ હાલમાં આ પ્રકારના કાર્યક્રમો થવાયી ખુબનોને ઘણો બધો ફાયદો થશે ખાસ લોકને એક રોમાંચ હોય છે કે અમે જેને વાંચીએ છીએ તેવો ખરેખર કેવા છે.તો આ પ્રકારના કાર્યક્રમો લોકો અને લેખકને આમને સામને કરે છે. યુવા વર્ગને સંદેશો આપતા જણાવ્યું કે સોર્ટકટ ન લેવું જોઈએ હંમેશા સાધના બાદ સિદ્ધિ મળી. જયારે તે લેખતને પોતાના શબ્દ પર વિશ્ર્વાસ હોય પછીજ તે શબ્દ છપાવો જોઈએ.
નબળી ક્ષણો હકારાત્મક રીતે લેવાથી કંઈક હકારાત્મક ફલીત થાય છે:પરખ ભટ્ટ
નાની ઉમરેમાં એવી નામના ધરાવતા લેખક પરખ ભટ્ટે અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે તેવોએ બે બુક લખી છે.સાયન્ટીફીક ધર્મ અને બ્લેક બોક્ષ જેનું વિમોચન બુકફેરમાજ થયેલું તેવોએ જણાવ્યું કે સંઘર્ષ જ વિજય છે મહેનત કરવાથી પરિણામ ચોકકસ પણે મળે છે.તેઓની કારકિર્દી માત્ર ૧૯ વર્ષ શરૂ થઈ હતી ખાસ કરીને યુવા પેઢી જો લેખની ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતી હોય તો તેવોએ પુર્ણ ધ્યાન તેમના કાર્યમાં રાખી આગળ વધવું જોઈએ આ ઉપરાંત સમગ્ર કાર્યકરો શ્રોતા તરીકે યુવા વર્ગ હતો કે જે દેશનું ભાવિ છે તો તેવોને જોઈને ખુબજ આનંદ તેવોએ અનુભવ્યો તેવોને લેખન ક્ષેત્રે આસરે સાડાચાર વર્ષની સફર કરી છે.તે સાવ સરળ ન હતી તેમાં પણ ઘણા ઉતાર ચડાવનો તેવોએ સામનો કર્યોે હતો.પરંતુ જીવનની નબળી ક્ષણોને જયારે હકારાત્મક રીતે લેવામાં આવે તો તેમાથી કંઈક નવુ જ ફલિત થાય છે. ઈશ્ર્વરે આપણી આંગળી પકડીને જ રાખી છે.હંમેશા નબળી ક્ષણોને નબળી માન્યતા વગર સુદ્રઢ ભવિષ્યના નિર્માણ તરીકે લેવી જોઈએ.
જે પણ ક્ષેત્રમાં જઈએ તેમાં ૧૦૦ ટકા શકિત આપવી :અજય સોની
લેખક અજયભાઈ સોની એ અબતક સાથેની વાતચિત્તમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે જે ખુબજ સરાહનીય છે આ ઉપરાંત શ્રોતાઓનો પણ સારો સહકાર રહ્યો જેથી તેવો પોતાની રજુઆત રજુ કરી રહ્યા ખાસતો તેવો વાર્તાઓ લખે છે.તેવોએ રેતીનો માણસ નામના પુસ્તક લખ્યા છે જેને દિલ્હી સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો છે.આ ઉપરાંત તેવોને લેખન જગતમાં પ્રવેસ્યા બાદ ઘણા બધા અનુભવો થયા છે.અંતમાં કહ્યું કે જે ફિલ્ડમાં રસ રૂચી હોય તેમાં જ ૧૦૦ ટકા આપવાની શકિત હોય તોજ જવું જોઈએ જે કરીએ તે બેસ્ટ કરવુ જોઈએ જેથી જે-તે ક્ષેત્રે એક ઓળખ ઉભી થશે પુરૂ ધ્યાન આપ્યા વગર જે સફળતા મળે એ ટુંકાગાળાની હોય છે.
સોશિયલ મીડિયાના સ્થાને દાદા-દાદીને સમય આપો:શૈલેષ સગપરિયા
સુપ્રસિધ્ધ લેખક શૈલેષભાઈ સગપરિયાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે બુકફેરનું ભવ્યાતી ભવ્ય આયોજન કે જે લોકોના હિતાર્થે લોકો માટે જ યોજવામા આવ્યું છે. ખાસતો તેમનું સેશન ૩ થી ૫માં હતું. છતા મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.આ ભગીરથ કાર્યબદલ આયોજન કોને શુભેચ્છાઓ અર્પણ કરી હતી સોશ્યલ મીડીયાનો ઉપયોગ બે રીતે થાય પરંતુ જે-તે વ્યકતી કઈ રીતે ઉપયોગી કરે તે જે-તે વ્યકતિ પર આધારિત છે સોશ્યલ મિડિયાનો યોગ્ય ઉપયોગ થાય તો લોકો આવક પણ મેળવી શકે તે પણ શકય છે. યોગ્ય ઉપયોગ ન થાય તો કારકિર્દી બરબાદ પણ થઈ શકે છે તેથી સોશ્યલ મીડીયાનો ઉપયોગ વિવેક સાથે કરવો જોઈએ ખાસ તો .યુવાનો સોશ્યલ મીડીયાને સમય આવે છે.તેટલો સમય તેમના દાદ દાદીને આપવો જોઈએ તેવોને પોત્રકે પોત્રની જરૂર છે.
સાહિત્ય શ્રેષ્ઠીઓને રૂબરૂ થવાની તક:તુષારભાઈ શુકલ
તુષારભાઈ શુકલએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુની અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બુકફેરનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.લોકો આ બુકફેરનો વધુને વધુ લાભ લેતા થાય તો તે તેમના વિકાસ માટેની વાત છે.ખાસ તો પુસ્તકો તો અહી મળશે જ પરંતુ સાથો સાથ તેમને અહિયા સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર શ્રેષ્ઠીઓથી પણ રૂબરૂ થવાની તક મળી છે.તેવોએ પોતે પણ બુકફેર અને શબ્દ સંવાદ કાર્યક્રમને ખુબજ માણ્યો.