બુકફેર અંતર્ગત ઓર્સ કોર્નરમાં યુવાનો-વિચારકો વચ્ચે ગોષ્ઠી થઈ
રાજકોટના ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે બુકફેર અને લીટ્રેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઓર્સ કોર્નર સેશન ગોઠવાયો છે. જેમાં આજરોજ મુખ્ય વકતા તરીકે શિશિરભાઈ રામાવત, રઈશભાઈ મણિયાર, કિન્નરભાઈ આચાર્ય, રાજભાઈ ગોસ્વામી, ‘સંવેદના: યુવાની ધર્મ’ વિષય પર યુવાનોને વકતવ્ય આપી વાતચીત કરી હતી. ખાસ તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાના જાતની સંવેદનાઓ ઠાલવી હતી.
વિર્દ્યાીઓએ મોબાઈલ અને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ: રાજ ગોસ્વામી
રાજભાઈ ગોસ્વામીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે જે ‘સંવેદના: યુવાની ધર્મ’ આ વિષય ખુબજ સારો છે. હાલમાં કોઈને પણ એટલી મુશ્કેલીઓ નથી જેથી તેઓ માનતા હોય છે. તો આમ, વિશેષમાં ઉમેર્યું કે યુવાનોએ વાંચન કર્યા કરે તેવું નથી પરંતુ તેમના જીવનમાં તેમનો એક આદર્શ હોવો જોઈએ અને આ આદર્શ પુસ્તક બને તો બધુ સારૂ. આ ઉપરાંત હાલમાં યુવાનો મોબાઈલમાં રચ્યા-પચ્યા રહે છે. તો મોબાઈલ કે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આમ, યુવાનોમાં તેઓની આગવી ઓળખ અને શક્તિ રહેલી છે. બસ તેને પારખી આગળ વધવું જોઈએ. જેથી જીવનમાં તેઓને નવી રાહ મળી રહે.
યુવાનોએ આત્મવિશ્વાસ રાખવો જોઈએ: કિન્નર આચાર્ય
કિન્નરભાઈ આચાર્ય એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર આયોજન યુવા હિત માટેનો છે. ખાસ તો યુવાનોએ જે પ્રશ્ર્નો પુછયા તે ખરેખર ‘કાબિલે તારીફ’ કહી શકાય. સવિશેષ તેવોને આશા પણ ન હતી કે, વિદ્યાર્થીઓ પ્રશ્ર્નો પુછશે તો વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ સારા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દેશનું ભાવી છે તે તેવોને નવી રાહ મળી રહે તે ખુબજ જરૂરી છે. જેથી તેવોની પુરતી તકો મળવી જોઈએ અને ખાસ તો વિદ્યાર્થીઓ સારા પુસ્તકો વાંચશે તો તેમાંથી તેમને નવા બે વિચારો મળે. જેથી તેવો જીવનમાં નવી રાહ કંડારી શકે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવ્યું કે, આજનો યુવાન સક્ષમ છે જે તે પોતાની સુક્ષુપ્ત શક્તિઓ બહાર લાવે તેમના માટે ફાયદાકારક રહેશે. આમ, યુવાનોએ પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખી યોગ્ય પગલા લેવા જોઈએ.
યુવા પેઢી પુસ્તકોને જાણતી-વાંચતી થાય તે જરૂરી: રઈશ મણીયાર
ઓર્સ કોર્નરમાં વકતા તરીકે આવેલા રઈશભાઈ મણીયારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજની યુવા પેઢી વાંચનમાં રસ નથી ધરાવતી તેવું નથી. પરંતુ તેઓને નવી રાહ ચીંધનારની ઉણપ છે. ખાસ કરીને યુવાનો જે હાલ ટેકનોલોજીનો ઉપયોગ વધુ પડતો કરી રહ્યાં છે. તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં યુવાનોએ પ્રશ્ર્નોતરી કરી પોતાની સંવેદના ઠાલવી આ સંવેદનાઓના જવાબ આપવામાં આવ્યા. ત્યારે ખાસ તો સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મહાનગરપાલિકાને ખુબ ખુબ અભિનંદન કે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે યુવાનો માટે ખુબજ સારો પ્રયાસ છે. જેી યુવા પેઢી પુસ્તકને જાણતા, વાંચતા શીખે જે બાબત ખુબજ ફાયદાકારક છે. અંતે જણાવ્યું કે, યુવાનોને સાચી રાહ પર ચલાવનાર મળી જાય તો તેવોનું નામ પણ રોશન ઈ શકે.
પુસ્તકો માણસના સાચા મિત્રો: શિશિર રામાવત
શિશિરભાઈ રામાવત એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારત યુવાધનમાં સમૃદ્ધ છે અને ખાસ તો સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે બુકફેર અને લીટ્રેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે તે, યુવા પેઢી માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ તો પુસ્તકો એ માણસના સાચા મિત્રો છે, સાથો સાથ યુવાનો માટે ખાસ ‘ઓર્સ કોર્નર’ રાખવામાં આવ્યું છે તે તેવો માટે ફાયદાકારક છે. ખાસ તો યુવાનો માટે પ્રશ્ર્નોતરીનો સેશન રાખવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ વિર્દ્યાીઓએ પ્રશ્ર્નો પુછી તેના નિરાકરણ મેળવ્યા હતા.