દીકરી ને ગાય દોરે ત્યાં જાય, એ દિવસો હવે ગયા: શિક્ષણથી રાજગાદી સુધી નારાયણીઓની ભૂમિકા અનિવાર્ય: જીજી બાઈઓ અને શિવાજીઓની રાષ્ટ્રને જબરી ખોટ: નારીઓ અંગેની નીતિ રીતિના પુનરાવલોકનની જરૂરી
અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘અ હેન્ડ ધેટ રોકસ ધ ક્રેડલ લ્સ ધ વર્લ્ડ ( જે કર ઝુલાવે પારણું, તે જગત પર રાજ કરે)
એક ઉદાહરણ: ‘માતો જીજીબાઈ ઝૂલાવે, શિવાજીને નીંદ ના’વે’ આપણો દેશ આદ્યશકિતનો આરાધક રહ્યો છે, પરમેશ્ર્વરી શકિતનો પૂજક રહ્યો છે.
યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા: (જે દેશમાં નારીને પૂજય ગણવામાં આવી છે, એ ભૂમિમાં દેવદેવતાઓ રહે છે.
આના વિશે લાંબી સમીક્ષા કરવાને બદલે એમ કહી શકાય તેમ છે કે, હવે નારી અબળા નથી રહી. દિકરી અને ગાય દોરે ત્યાં જાય એ જમાનો હવે ઘણે અંશે લુપ્ત થયો છે. પારકી થાપણનાં સ્વાંગમાં એ અશકત અને ગરીબડી રહી નથી.
ગામડાઓમાં એનું સ્થાન ભલે કૈંક ઓશિયાળુ રહ્યું હોય, તેમ છતાં સશકિતકરણનો ઘંટરાવ હવે ગ્રામ્ય સ્તરે પણ સંભળાવા લાગ્યો છે. અને ભણતર, શિક્ષણ, યુગલક્ષી પરીવર્તનની છાંટથી એ સાવ વંચિત નથી રહી… નારીઓ અને નારાયણીઓ બની રહી ઘાટ ઘડાવા લાગ્યો છે. હવે તે ઘરેલું હિંસા સામે અવાજ ઉઠાવતી થ છે.
આપણા દેશમાં જ બનેલી એક સત્ય ઘટના યાદ આવે છે. લગ્નના માંડવે શરણાઈના સૂરો ગુંજી રહ્યા હતા. જાનૈયાઓને મંડપમાં બેસવા માટે ખુરશીઓ ગાદીઓ ગોઠવાઈ ગઈ હતી તોરણ નીચે વરરાજાને સાસુએ પોખ્યા. વરરાજા મંડપ તરફ આગળ વધી રહ્યા હતા. નશાના ઘેનમાં હોવાથી તે લથડીયા ખાતા ખાતા ચાલતા હતા કયાંક પડી જશે એ ભયથી મિત્રો તેમની પાસે જ રહેતા હતા અને કયારેક પડતાં ટેકો આપતા હતા.
માંયરામાં વરરાજાએ પ્રવેશ કર્યો. લગ્નની તૈયારી થઈ ગઈ. ત્યાં એકાએક લગ્નોત્સુક ક્ધયા મંડપમાં આવી. તેણે કહ્યું આ દારૂડીયા સાથે હું લગ્ન નહી ક.
સન્નાટો વ્યાપી ગયો. સૌ સ્તબ્ધ થઈ ગયા. માતાપિતાએ તેને ખૂબ સમજાવી. છતા તે મકકમ રહી તેણે કહ્યું, જાણી બુઝીને સરાબીને પરણું તો દુ:ખ સિવાય કશું મળવાનું છે? મારે તો લગ્ન કરીને ત્રાસ જ વેઠવાનો. એ ગમે તેવું બોલે, ગમે તેમ વર્તે, ગમે તેની સાથે ગમે તેવો વર્તાવ કરે ને મારે જોયા કરવાનું મને આ લગ્ન મંજૂર નથી.
હવે શું થાય ? છોકરી મકકમ હતી નશામાં ચકચૂર થેલા વરરાજાને બીજે બેસાડયા વીલે મોઢે પાછા કરવા સિવાય છૂટકો ન હતો. ક્ધયાના સગાવહાલાએ શોધખોળ કરી એ આ દેશનું સ્ત્રીનું સ્થાન કયાં? એ પ્રશ્ર્ન હજુયે અણઉકેલ રહીને સતત ઘૂંટાતો રહ્યો છે.
તેમ છતા સમાજના જુદા જુદા દુષણો અને પુરૂષોની કુટેવો સ્ત્રીના જીવનને છીન્ની ભીન્ન કરી નાખે છે અને તેના આશા અરમાનને હણી નાખે છે. એનાથી સ્ત્રી પુરૂષોનાં સંસાર બરબાદી પણ થાય છે. સ્ત્રીનું ઘરમાં કુટુંબમાં કે સમાજમાં સ્થાન રહેતું નથી. જે સ્ત્રી પુત્રી બહેન ગૃહિણી અને માતા તરીકે અનેક તડકાછાયા વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવી રાખી શકે એ સ્ત્રી જ આજે ગુલામ તરીકે જીવી રહી છે. તેનો હજુ પણ કોઈનેય ખ્યાલ આવતો હોય તેમ જણાતું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ વિજયમાં આ દેશની આદ્યશકિત જેવી નારી શકિતનો સંગાથ હતો જ, એવો એકરાર તમામ સત્તાધીશોએ કરવો જ પડશે. અને નારી સમાજની તમામ મહત્વના માગણીઓનો તથા નારીના સામાજીક તેમજ રાજકીય અધિકારીનો સ્વીકાર કરવો જ પડશે. નારી સમાજની ઉન્નતિમાં જ દેશની ઉન્નતિ શકય બનશે એ નિર્વિવાદ છે.
નારીને નેતૃત્વ આપવાની થતી હિમાયતમાં દમ છે. એમ કહ્યા વિના ચાલશે જ નહિ નારીઓએ આપણા દેશમાં નેતૃત્વશકિતનો દાખલો બેસાડયો છે.
શ્રીમતી ઈંદિરા ગાંધી આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. એમણે દેશને આપેલું નેતૃત્વ આજેય આ દેશની પ્રજા યાદ કરે છે.
અન્ય ઘણા ક્ષેત્રોમાં નારીની ભૂમિકા પ્રશંસનીય બની છે.
નારીને નેતૃત્વ આપવાના મુદે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા વિચારણા થાય એ જરૂરી છે.