ઓનલાઇન શોપીંગનો મોહ ભારે પડી શકે
ઓનલાઇન કંપનીઓ પાસેથી ખરીદી કરવા કરતાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરતા વિશ્વસનિયતા વધશે સાથે છેતરપીંડી ઘટશે
દેશ જયારે ટેકનોલોજી અને ઓનલાઇન વેપાર તરફ વળ્યો છે. ત્યારે ઘણા લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. તમે પણ આ ટેકનોલોજી સાથે સંકળાયેલા જ હશે તો કયારેય આવું બન્યું હશે. જયારે ઓનલાઇન સાઇટ પર દેખાતી વસ્તુઓ ઘરે પહોંચે ત્યારે ખબર પડે કે, આ વસ્તુ જે વિડીયોમાં દેખાતી હતી તે ખરેખર છે જ નહીં. ત્યારે વસ્તુ લેનાર ઉપર કેટલી આધાતજનક પરિસ્થિતિ ઉઠે તે આપણે અનુભવ્યા જ છીએ.
કેટલા ઉત્સાહ અને ઉમળકા સાથે આપણે ઓનલાઇન વસ્તુ મંગાવતા હોઇ છીએ ખરેખર આ વસ્તુ આપણી સામે આવે ત્યારે એ વસ્તુ જે આપણે જોઇએ છે તેવી ના હોય તો આપણે અપસેટનો થઇએ જ છીએ પરંતુ આવી વસ્તુને આપણે જે રીતે ઉપયોગમાં લેવી છે તે સમયે ઉપયોગમાં ન લઇ શકીએ એ વસ્તુને રીપ્લેસ કરવાની પૈસા પાછા આવે તેની રાહ જોવાની અને ઘણા ખરા કિસ્સાઓમાં પૈસા પણ પાછા નથી આપતા. તો આ બધી વસ્તુઓથી બચવા અને આવા કપરા અનુભવો ને સહન ન કરવા હોય તો અબતક દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો કે, ખેરખર ડુપ્લીકેટ વસ્તુથી બચવા શું કરવું.
આપણા શહેરમાં સ્થાનીક વેપારીઓની સંખ્યા ખુબજ છે. ગલીઓથી લઇ દાણાપીઠ અને ઘણા બધુ દુકાનો ચલાવવામાં આવે છે. જેઓ દ્વારા વેચાતો માલ આપણે વિશ્વસનીયતા થી ખરીદી તો શકીએ છીએ. પણ, આ વસ્તુને આપણે નરી આંખે જોઇ શકીએ છીએ. અને તેને પરખી શકીએ છીએ.
હા, એ પણ છે કે રીટર્ન માલ મોકલવાવાનો ઓપશન પણ કંપનીઓ આપે છે. ત્યારે ઘણા ભણેલ ગણેલ વ્યકિતઓ આ માલ રીટર્ન કરવામાં સફળ પણ થઇ ગયા છે. પરતું જે, વાત કરવામાં આવે એવા લોકોની કે જે ખાલી ખરીદી જ કરી શકે છે. પરંતુ તેમને આ રીટર્ન પોલીસી વિશે ખ્યાલ નથી તેવા લોકો માટે વિશ્ર્વસનીયતા અને છેતરપીડીથી બચાવવા માટે સ્થાનીક બજારોથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઇએ.
શોપ કે પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ જોવા મળતી હોય જેથી ડુપ્લીકેટ વસ્તુથી છેતરાતા નથી: બીપીનભાઈ
અબતક સાથેની વાતચીતમાં બીપીનભાઈ જે પરાબજાર દાણાપીઠ એસો.ના પ્રમુખ છે. તેમણે જણાવ્યું હતુ કે અમે ચેતવવા માગી છીએ કે ઓનલાઈન જે ખરીદી કરો છો તેમાં ડુપ્લીકેટનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે દરેક મોલમાં જાવ ત્યારે તમને ચેકીંગ કરી વસ્તુ મળી શકે છે અને સારી શોપમાં કે પ્રોવીઝન સ્ટોરમાં જાવ તો તે વસ્તુ જોવા મળે છે. અહી જયાં સારી વસ્તુ કઈ છે અને ડુપ્લીકેટ કઈ છે. તે જોવા મળતુ જોવાથી તમે છેતરાતા નથી.
ઓનલાઈન દેખાતી વસ્તુમાં ફોટો જોઈ પસંદગી કરી શકાય જયારે સ્થાનિક વેપારી પાસે વસ્તુ પારખીને લઈ શકાય: અખીલ કોટક
અબતક સાથેની વાતચીતમાં અખીલભાઈ જે દાણાપીઠમાં પોતે વેપારી છે. તેમણે જણાવ્યુંં કે ઓનલાઈન અને લાઈવ શોપીંગમાં એજ ડીફરેટ છે. કે કોઈ પણ વસ્તુ જોઈ શકો તેને મહેસુસ કરી શકો અને પછી તમે લઈ શકો ત્યારે ઓનલાઈનમાં ફોટો જોઈ શકો છો અને તે ફેકટ હોય કે નહી અને પછી જ તમે તેને ખરીદી કરો છો આ એક ડિફરન્ડ છે. ઓનલાઈન અને લાઈવ શોપીંગમાં