આપણું બાળપણ ખુબ હસ્તાખેલતા પસાર થયું હશે. આખો દિવસ ફ્રેન્ડ્સ આઠે રમવામાં શેરી ગલીમાં જ રખડપટ્ટી કરવાની જમવાના સમયે મમ્મી બહાર ગોતવા નીકળે ત્યારે ઘરે જવાનું અને અને ઘણું બધું એવું જ કર્યું જ હશે. પરંતુ હવે તમને જયારે માં-બાપ બન્યા ચો ત્યારે તમારા બાળકને આવું જ કે કેટલાક અંશે આવું બનપણ આપવા સક્ષમ બન્યા છો ખરા…??? ના એવું જરા પણ નથી થયું. કારણ કે હવેની લાઇફસ્ટાઇલ એવી નથી રહી તમારું સ્ટેટસ ઊંચું આવી ગયું છે અને એમાં જો બાળક કઈક પણ તોફાન કરે કે ભણવામાં પાછળ પડે તો તરત જ તેને સમજાવી કે ધમકાવી તેને શાંત કરીદેવામાં આવે છે.તેવા સમયે એક નાના બાળકના માસૂમ વિચારો કેવા હોય છે એ જાણો છો ???
એ માસુમ મમ્મીના ડરથી કે પપ્પાને ડિસ્ટર્બ થવાના ભયથી સવારે વહેલું તો ઉઠી જાય છે, કારણકે સ્કૂલે સમયસર પહોંચવાનું છે. પણ એ વિચારતું હોય છે કે આવા શિયાળાની ઠંડીમાં બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નથી થતું એ મમ્મી કેમ નહિ સમજતી હોય? અને સ્કૂલબસ વાળા પણ દ્રૈવાર અંકલને ઠંડી નહિ લગતી હોય કે ટાઈમ પર પહોંચી જાય છે ઘરે…??? આ ઠંડીમાં તો ઘરની તો શું પથારીમાંથી જ ઉઠવાનું મન નથી થતું.
જયારે સ્કૂલ પહોંચે છે ત્યારે પણ તેને ભણવાથી કંટાળો આવ છે કારણ કે રમત ગમતના પિરિયડ જે ઓછા થયી ગયા હોય છે તેમાં પણ જે એકાદો આવતો હોય એના ટીચર ઘેર હાજર હોવાથી કોઈ બીજા તેનો લાભ લઇ જતા હોય છે. સાલું મારી સાથે જ કેમ આવું થાય છે…??? એવું તો બૌ વિચારતા હો છે નાના બાળકો.
સ્કૂલે જવાનું એક ઉખયા કારણ એ જ હોય છે કે મમ્મી સારો ટેસ્ટી ગરમાગરમ નાસ્તો લંચ બોક્સ માં આપતી હોય અને ફ્રેન્ડ્સ સાથે બેસીને તે ખાવાની માજા જ અલગ હોય છે.
ઘરે જયારે કોઈ મહેમાન આવ્યા હોય અને એમાં પણ બાળકને કઈ ઈત્તર પ્રવૃત્તિમાં રસ હોય તો સમજો કે તો એક એંધાણ જ બની ગયું પપ્પા કે મમ્મી તરત જ કહે ચા જો બીટા ટેરો ઓલો ડાન્સ કરી દેખાડ કે પછી પેલું તારું ફેવરિટ ગીત ગાઈને સંભળાવ તો. અને પછી બાળક એટલું જ વિચારે આ તો હું મારા માટે શીખ્યો કે શીખી ચુ દરેકે સુકામ સાંભળવું હું. પરંતુ બાળકની આ મનોદશા મમ્મી-પપ્પા કે સમજવાના।..???
આટલાથી કઈ અટકે તો ઠીક ને..??ભણવામાં જો ભૂલથી પણ પાડોશીનો છોકરો કે છોકરી એક માર્ક વધુ લાવ્યો તો તો આવી જ રહ્યું. જ્યાં સુધી તેના કરતા વધુ માર્ક લાવીને ન ડેકખાડો ત્યાં સુધી સાંભળવાનું છે એ નક્કી જ.
આ તો ઘણી સામાન્ય વાતો છે આ ઉપરાન્ત પણ કીટલીકેવી વાતો હશે જેને એક માતા-પિતા તરીકે આપણે બાળકો પાર લડતા હોયે છીએ. અને બાળક શું વિચારે છે ક્યારે પણ સમજવાની કોશિશ નથી કરતા હોતા