સોરઠ અને લીલી નાઘેર પંથકમાં ખેડૂતોએ તરબૂચ માટે દિવસ રાત કરેલ મેહેનતનુંં 5 % પણ વળતર મળ્યું નથી. અને કાઢવા પૂરતી મજૂરી પણ ઊભી ના થતા સોરઠ પંથકના અનેક ખેડૂતોએ રાતા પાણીએ રડતા ખેતર માંથી તરબૂચ કાઢી ગામની સીમમાં અને રોડ કાંઠે ફેંકી દીધા હતા.સોરઠ પંથકમાં એક બાજુ કોરોના મહામારી અને બીજી તરફ તાઉતે વાવાઝોડું આવતા ચોતરફથી માર પડતાં ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાની બૂમો ઉઠી રહી છે. સોરઠ પંથકના અને લીલીનાઘેર પંથકમાં વાવાઝોડા એ ભારે તબાહી મચાવી છે જેના કારણે ફળાઉ પાકોને ભારે નુકશાન પહોચ્યું છે તો ફળાઉ વૃક્ષો મોટા પ્રમાણમાં ધરાશાઈ થતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે.
વાવાઝોડાએ તબાહી સર્જી દેતા રાવણી ચીકુડી કેર નાળિયેરી આંબા જામફળી નાગરવેલ સહિતના હજારો ફળાઉ વૃક્ષો મૂળ માંથી ઉખાડી જવા પામ્યા છે. તો રાવણા, ચીકુ, કેળ, નારિયેળ, કેરીઓ વિપુુુલ પ્રમાણમાં ખરી પડી છે. દર વર્ષે તરબૂચનું વાવેતર કરનાર ખેડૂતો પાસેથી દિલ્હી અને મોટા-મોટા શહેરોના વેપારીઓ મોટા પ્રમાણમાં તરબૂચની ખરીદી કરવા સોરઠા અને લીલી નાઘેર પંથકમાં આવતા હોય છે.
પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે કોઈ વેપારી તરબૂચની ખરીદી માટે આવ્યા નથી. જેથી ખેડૂતો પાસેથી સ્થાનિક વેપારીઓ એક કે બે રૂપિયે કિલોના ભાવે તરબૂચની ખરીદી કરી રહ્યા છે. ખેડૂતોએ તરબૂચ માટે દિવસ રાત કરેલ મેહેનતનુંં 5 % પણ વળતર મળ્યું નથી. ત્યારે સોરઠ પંથકના અનેક ખેડૂતોએ કંટાળી જઇ ગામની સીમમાં અને રોડ કાંઠે તરબૂચને ફેંકી દીધા હતા.