અબતક રાજકોટ
“મેં આઈ હેલ્પ યુ”ના લખાણ સાથે પોલીસ ચોકી હંમેશા નાગરિકોને મદદ માટે પ્રતીક્ષામાં રહે છે, નાગરિકોના સુખાધિકાર અને લોકતાંત્રિક વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સદા તત્પર રહે તેવી દેશની અપેક્ષા પૂરી થવી જ જોઈએ, પોલીસ ની ફરજ અને પ્રતિબધ્ધતા પર સામાજિક સુરક્ષા અને શાંતિનો આધાર રહેલો હોઈ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે નવી દિલ્હી ખાતે નવોદિત આઇપીએસ અધિકારીઓને સંબોધીને જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓને ખાસ કરીનેનવોદિત આઈપીએસ અધિકારીઓએ “મારે શું”તેના કરતાં ઉપર રહીને પોતાની ફરજ બજાવી જોઈએ, પોલીસ લોકતંત્રના વિશ્વાસની એક એવી કડી છે કે જેનાથી નાગરિકોને આત્મરક્ષા થી લઈ લોકતંત્રના અધિકારોનું ગૌરવ થાય છે.
મહિલા આઈપીએસ અધિકારીઓ અને શૈક્ષણિક સંકુલોમાં જય વિદ્યાર્થીનીઓને રાષ્ટ્ર સેવામાં જોડાવાની પ્રેરણા આપવી જોઈએ
ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આપણા સંવિધાનને તમારા પર ૩૦થી ૩૫ વર્ષની રાષ્ટ્ર સેવા નો ભરોસો મૂક્યો છે તમારે તમારી પૂરતી નિષ્ઠા અને “મારે શું” તેનાથી ઉપર રહીને ફરીથી કેમ સારી રીતે બનાવી શકાય અને વધુમાં વધુ યોગદાન કેમ આપી શકાય? તેવી પ્રતિબદ્ધતા રાખવી જોઈએ,
આઇપીએસ અધિકારીઓ પાસે ઉમદા નેતૃત્વ અને રાષ્ટ્ર સેવા ની સમાજ દેશ અને સંવિધાન અપેક્ષા રાખે તેમાં કોઇ શક નથી , આઇપીએસ અધિકારીઓને પણ પોતાના સહ કર્મચારીઓ અને ટીમ પાસેથી વધુમાં વધુ સારી સેવા લેવી જોઈએ ગૃહમંત્રી અમીત શાહે ૧૨૩ પ્રોફેશનલ આઈપીએસની ૨૦૨૦ની બેચ ને સંબોધન કર્યું હતું
મંત્રીએ યુવા અધિકારીઓને સંબોધીને જણાવ્યું હતું કે તે પોતાના ફરજના પ્રથમ દિવસથી પોલીસ મથકને પ્રજા માટે ની સારી સુવિધા અને મળતી તમામ માહિતી વિગતો પૂર્વક અવલોકન કરીને તેના ઉપર પગલા લેવા આઇપીએસ અધિકારીઓ ધીરજ અને સમજશક્તિ ની સાથે સાથે સંસ્કારી ભાષા, આવડત થી સમાજની તાસીર બદલી શકે છે આઇપીએસ અધિકારીઓને આંતરિક સુરક્ષા અને કાયદા વ્યવસ્થા સંલગ્ન સમસ્યા માટેની કામગીરીમાં જરાપણ સુખ ન રહે તેની તકેદારી રાખવી જોઈએ સંપૂર્ણપણે આઇપીએસ અધિકારીઓને રાષ્ટ્રીય ઉત્તર ના સંકલન નાગરિકોના અધિકાર, રાજ્યો અને કેન્દ્ર તાલમેલ સાથે સાથે બંધારણે ગુનાઓ સામે જે રીતે કાયદાનું કવચ આપ્યું છે ,તેમાં દાણચોરી નકલી નોટો અત્યારની હેરાફેરી અને કેફી દ્રવ્યો ની બધી સામે સતર્ક રહેવાની ફરજ બજાવી જોઈએ
અમિત શાહે મહિલા આઈપીએસ અધિકારીઓને શાળા અને સેક્ક્ષણિક સંકુલ માં નિયમિત મુલાકાતે જઇ ને વિદ્યાર્થીનીઓને રાષ્ટ્ર સેવામાં આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઇએ મહિલા અધિકારીઓએ પોતાનો દાખલો આપીને વિદ્યાર્થીઓને મનમાં રાહ સેવા માટેની ધગત ચગાવી જોઈએ
ગમન અમિત શાહે અધિકારીઓને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક પગ લાવો અને ખાસ કરીને સાઇબર સંબંધી ગુનાઓને મહા કાપવા માટે લીધા છે સરકારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નું અદ્યતન માળખું રાજ્ય સરકારોને ફોરેન્સિક લેબોરેટરી ની દરેક જિલ્લામાં સ્થાપના કરવાની સાથે સાથે પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ કેન્દ્રીય પેરામિલેટ્રી ફોર્સ નો ના કાળમાં પણ પ્રજાહિતમાં ઉપયોગ કરીને પોલીસની સમાજમાં છાપ બદલાવી નાખી છે અને હજુ સારા કાર્યક્રમોથી પોલીસને લોકો ખરા અર્થમાં મિત્ર સમજે એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે