ફાર્મા ક્ષેત્રે કામ કરતા ૩૯ વર્ષીય વિજય પટેલની સાયબર ક્રાઈમને લઈ ધરપકડ
પુલવામા થયેલા આતંકી હુમલા બાદ દેશ આખાને લઈ એલર્ટ ઉપર મુકી દેવામાં આવ્યું છે તથા કોઈ પણ પ્રકારની દેશ વિરોધી ગતિવિધિઓને નજર અંદાજ ન કરવા સરકારે કમરકસી છે ત્યારે સોશ્યલ મીડિયા ઉપર સરકાર અને સાયબર પોલીસે પણ પોતાની કમરકસી છે. વાત કરવામાં આવે તો આતંકી હુમલા બાદ ભારતભરમાંથી ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે કે, જે લોકો સોશ્યલ મીડિયા મારફતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખોટી અને સનસનીખેજ માહિતી આપી રહ્યાં છે.
ત્યારે અમદાવાદમાં ફાર્મા દુકાનમાં કામ કરતા ૩૯ વર્ષીય વિજય ગોવિંદ પટેલ કે જે ચાંદખેડામાં વસવાટ કરી રહ્યો છે તેને ઘટનાની જાણ સોશ્યલ મીડિયા ઉપર કરી હતી જેમાં તેને સુસાઈડ તથા ૪૪ જવાનો જે શહિદ થયા છે તેના ઉપર પણ ટીપ્પણી કરવામાં આવી હતી. ત્યારે ભારતભરમાં સાયબર પોલીસ મથક આ પ્રકારની ઘટના ન ઘટે અને એવા કોઈ મેસેજની આપ–લે ન કરવામાં આવે તે પ્રકારની માહિતી હાલ સાયબર પોલીસ રાખી રહી છે જેનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે જે માહિતીની આપ–લે કરવામાં આવે છે તેનાથી અનેક પ્રકારની સમસ્યા અને તકલીફનો સામનો દેશે કરવો પડી શકે તેમ છે ત્યારે આ પ્રકારના કોઈપણ કન્ટેન્ટ મુકવા વારા લોકોને બક્ષવામાં નહીં આવે તેવી પણ જાણ સરકાર દ્વારા કરવામાં આવી હતી.
પુલવામાં હુમલા બાદ દેશ આખો શોકમગ્ન બની ગયો છે.
ત્યારે આ પ્રકારની કોઈ ઘટનાને ચલાવવામાં કે બક્ષવામાં નહીં આવે ત્યારે દેશ આખાનું સાયબર પોલીસ મથકો ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે અને લોકો કે પછી કોઈ ઘટના ઘટે છે તેની પર નિંદા કે ટીપ્પણી કરવામાં આવશે તેને સરકાર કે પોલીસ તંત્ર નજર અંદાજ નહીં કરે.
દેશ આખો અત્યારે પુલવામા થયેલા આતંકી હુમલાને વખોડી રહ્યું છે અને ભારે શોકમગ્ન બન્યું છે ત્યારે ૪૪ શહિદોનાં પરિવારને મદદ કરવા દેશ આખામાંથી સહાયનો ધોધ વરસી રહ્યો છે ત્યારે ભાજપનાં અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનો એક મહિનાનો પગાર શહિદ પરિવારોના નામે કર્યો છે. કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર પણ પોતાનો સહાઈનો ધોધ વર્ષાવી રહ્યાં છે.
દેશ આખામાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જેમાં દેશ આખુ હુમલાનો જવાબ આપવા રાહ જોઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ સૈન્યને છૂટ આપી દેવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર પણ લોકોને આગમ રીતે ચેતવી રહ્યું છે કે વિરોધી કે પછી જે ઘટના ઘટે છે તેના વિરોધમાં કોઈપણ પ્રકારની ઘટનાની માહિતી કે પછી તેમાં કોઈ મંતવ્ય ઉમેરી સોશ્યલ મીડિયા ઉપર મુકવામાં નહીં આવે અને આ પ્રકારની ઘટના સામે આવશે તો કાયદાકીય રીતે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સરકારે હુમલા બાદ સાયબર પોલીસની સહાયથી ૮ લોકોને પકડી પાડયા છે.