હાલ ઈન્ટરનેટ બેકિંગ ફ્રોડનાં કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વોટસએપ દ્વારા થતા નેટ બેન્કિંગથી અનેકવિધ પ્રકારનાં ફ્રોડ પણ થતા હોવાનું સામે આવે છે ત્યારે સરકારે આ તમામ પ્રકારનાં ફ્રોડથી બચવા માટે લોકોને તાકિદ કરી છે અને જણાવ્યું છે કે, જે ગુપ્ત માહિતી હોય તેનો ઉપયોગ કોઇ દિવસ વોટસએપનાં માધ્યમથી ન કરવો જો આ કાર્ય કરવામાં લોકો સફળ થશે તો ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા થતા ફ્રોડથી લોકો બચી પણ શકશે. સરકારે દ્વારા જાહેર કરવામાં આવેલા મુદાઓ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો

૧. વોટસએપનાં માધ્યમથી લોકોએ તેમની ખાનગી માહિતી જેવી કે બેંક એકાઉન્ટ ડિટેઈલ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનાં પીન નંબર તથા ઈન્ટરનેટ બેન્કિંગનાં પાસવર્ડને વોટસએપમાં શેર ન કરવો.

૨. વોટસએપ મેસેજ દ્વારા ઓટીપી નંબરની જો માંગણી કરવામાં આવે તો તેની અવગણના કરવી.

૩. અન નોન નંબરમાંથી આવેલા મેસેજમાં આપવામાં આવેલી ફાઈલ અથવા લીંકને ન ખોલવી.

૪. જુનો ફોન જયારે વેચવામાં આવે ત્યારે વોટસએપ સહિત અન્ય ડેટાઓનો પૂર્ણત: નાશ કરવો જેથી ગુપ્ત માહિતીનો ઉપયોગ અન્ય દ્વારા ન કરવામાં આવે.

૫.વોટસએપ દ્વારા આપવામાં આવતા કોલ અથવા મેસેજનો જવાબ ન આપવો અને કોઈપણ ફ્રી સબસ્ક્રીપ્શનની લીંક પર ભરોસો ન કરવા પણ તાકિદ કરવામાં આવી છે.

૬. અન નોન નંબરમાંથી આવેલા મેસેજ કે જેમાં તમારે તમારું વોટસએપ પીસીથી કનેકટ કરાવવું તે પ્રકારનાં મેસેજની પૂર્ણત: અવગણના કરવી.

૭. જો કોઈ મેસેજ આવે કે કંપની તેમનું વોટસએપ પીસી અથવા ડેસ્કટોપથી કનેકટ કરી દેશે તો તે મેસેજ ઉપર ભરોસો ન રાખવો.

૮. વોટસએપમાં ઓટોમેટીક ડાઉનલોડનું ઓપશન ડિસેબલ રાખવું જેથી કોઈપણ મેસેજ ઓટોમેટીક ડાઉનલોડ ન થઈ શકે.

૯. જયારે તમારો મોબાઈલ પબ્લીક વાઈ-ફાઈ નેટવર્ક સાથે કનેકટ હોય તે સમયગાળા દરમિયાન વોટસએપનો ઉપયોગ ન કરવા પણ તાકિદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.