પશ્ચિમ રેલવેએ ખાસ ઝુંબેશ હાથ ધરી ચાલુ માસના ફકત 15 દિવસમાં રૂ. 26 લાખની બોગસ ટિકિટો જપ્ત કરી
પશ્ચિમ રેલ્વેએ દલાલો સામે ખાસ ડ્રાઈવ અને દરોડા પાડીને નિર્દોષ મુસાફરોને લલચાવીને અને અતિશય ગેરકાયદે કમિશન વસૂલવાના પરિણામે 1088 ઈ-ટિકિટની ગેરકાયદેસર વેચાણના 46 કેસ કરી એપ્રિલ માસમાં રૂ. 26.70 લાખબી બોગસ મુસાફરી-કમ-રિઝર્વેશન ટિકિટો જપ્ત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ છ વિભાગોમાં પશ્ચિમ રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)દ્વારા દલાલો સામેની કાર્યવાહીમાં વિશેષ ડ્રાઇવ નિયમિતપણે હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના રેલ્વે સંરક્ષણ દળએ આરપીએફ, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ અને વિભાગોની ડિટેક્ટીવ વિંગના સમર્પિત સ્ટાફની વિશેષ ટીમો બનાવી છે જેથી દલાલો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવે.
એવું જોવામાં આવ્યું હતું કે દલાલો ઘણા નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવતા હતા, જેમાં કેટલાક અધિકૃત આઈઆરસીટીસી એજન્ટો પણ સામેલ હતા. જેમણે ટિકિટ આપવા માટે નકલી આઈડીનો ઉપયોગ કર્યો હતો, જેનાથી નિર્દોષ મુસાફરો પાસેથી વધારાના પૈસા વસૂલવામાં આવ્યા હતા. વર્ષ 2022 માં, પશ્ચિમ રેલવે આરપીએફએ 769 આરોપીઓની ગેરકાયદેસર વેચાણના આરોપમાં ધરપકડ કરી હતી અને રૂ.32.63 કરોડથી વધુની ટિકિટો જપ્ત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2023 ના માત્ર 15 દિવસમાં પશ્ચિમ રેલ્વેના આરપીએફએ સ્પેશિયલ ડ્રાઇવ દ્વારા ગેરકાયદેસર ટિકિટ વેચાણના 46 કેસ શોધી કાઢ્યા હતા અને 49 લોકોની ધરપકડ કરી હતી. તેમજ 1088 પ્રવાસની ટિકિટો કે જેની આશરે કિંમત રૂ. 26.70 લાખ છે તે જપ્ત કરવામાં આવ્યો છે.