સોશિયલ મીડિયામાં મોકલેલું ‘થમ્બ્સ-અપ’ ઈમોજી ‘સહી’ તરીકે માન્ય ઠરી શકે!!

સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયાના ગેરફાયદાના કિસ્સા તો અનેકવાર સામે આવતા જ હોય છે પણ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં સોશિયલ મીડિયાની સાઈન લેન્ગવેજને લીધે એક ખેડૂતને રૂ. 50 લાખનો ધૂમ્બો આવ્યો છે. આ ખેડૂતે ફકત ’થમ્બ્સ અપ’નો ઈમોજી એટલે કે અંગુઠો બતાવ્યો હતો જેના લીધે આ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાચીન સમયથી ’અંગુઠા’નું આગવું મહત્વ છે. મહાભારત કાળમાં ગુરુ દ્રોણએ એકલવ્યનો અંગુઠો માંગી લીધો હતો. તે સમયથી જ અંગુઠાનું મહત્વ સૌને સમજાયું હતું. તેવી જ રીતે હાલ સોશિયલ મીડિયાની સાઈન લેન્ગવેજમાં પણ ઈમોજીરૂપી અંગુઠાનું એટલું જ મહત્વ છે. ઘણીવાર આપણે પણ કોઈ મેસેજના જવાબમાં થમ્બ્સ-અપનો ઈમોજી મોકલી હકારાત્મક જવાબ આપતાં હોઈએ છીએ પણ હવે આ પ્રકારનો ઈમોજી મોકલતા પહેલા સો વાર વિચાર કરવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે.

કેનેડિયન ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે “થમ્બ્સ-અપ” ઇમોજી ’સહી’ જેટલું જ માન્ય છે અને અપૂર્ણ કરાર માટે ખેડૂતને 61,442 યુએસ ડોલર(અંદાજિત 51 લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો. હતો. એક અહેવાલમાં જણાવાયું હતું કે તેણે દલીલ કરી હતી કે અદાલતોએ લોકો જે રીતે વાતચીત કરે છે તેની “નવી વાસ્તવિકતા” સાથે અનુકૂલન કરવાની જરૂર છે.

તાજેતરના કેસમાં, કેનેડિયન પ્રાંત સાસ્કાચેવાનમાં કોર્ટ ઓફ કિંગ્સ બેન્ચે સાંભળ્યું કે અનાજ ખરીદનારએ માર્ચ 2021માં તેના ગ્રાહકોને એક બ્રોડકાસ્ટ સંદેશ મોકલીને જાહેરાત કરી હતી કે તેની કંપની 12.73 ડોલરની કિંમતે 86 ટન શણ ખરીદવા તૈયાર છે. ખરીદનાર, કેન્ટ મિકલબરોએ ખેડૂત, ક્રિસ એક્ટરને ફોન કર્યો અને તેમને નવેમ્બરમાં અનાજની ડિલિવરી માટેના કરારની તસવીર સાથે “કૃપા કરીને શણના કરારની પુષ્ટિ કરો” વિનંતી કરતો સંદેશ મોકલ્યો હતો.

સામે ખેડૂતો થમ્બ્સ-અપ ઇમોજી સાથે જવાબ આપ્યો હતો. જો કે, તે નવેમ્બર સુધી શણ પહોંચાડવામાં નિષ્ફળ ગયો – અને તે સમય સુધીમાં, પાકના ભાવ વધી ગયા હતા.ખેડૂતના થમ્બ્સ-અપ ઇમોજીના અર્થ અંગે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. મિક્લેબરોએ ટેક્સ્ટ સંદેશ દ્વારા પુષ્ટિ કરાયેલા અગાઉના કરારો તરફ ધ્યાન દોર્યું, જેમાં ઇમોજીનો અર્થ કરારની શરતો સાથે સંમત થયા હતા.

કેનેડિયન અદાલતે મામલામાં આદેશની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ કોર્ટ સહેલાઈથી સ્વીકારે છે કે થમ્બ્સ-અપ ઈમોજી એ દસ્તાવેજ પર ’હસ્તાક્ષર’ કરવાનો બિન-પરંપરાગત માધ્યમ છે પરંતુ તેમ છતાં તેને અમુક સંજોગોમાં એક ’સહી’ તરીકે માન્ય ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.