કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૬ જગ્યાએથી આઇસ્ક્રીમના નમૂના લેવાયાં છે.જયારે કાજુ અને સોયા પનીરનો નમૂનો નાપાસ થયાનું જાહેર કરાયુ છે.
મહાપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા યાજ્ઞિક રોડ પર વૃંદાવન ડેરી એન્ડ ફૂડસમાંથી રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ,યુનિવર્સિટી રોડ પર સંતુષ્ટી આઇસ્ક્રીમમાંથી હનિમુન ડીલાઇટ આઇસ્ર્કીમ,મોટા મવામાં સરિયું મિલ્ક પ્રોડક્ટમાંથી ટ્રાફિક જામ આઇસ્ક્રીમ,કાલાવડ રોડ પર ઝાલા બ્રધર્સ માંથી રાજભોગ આઇસ્ક્રીમ,મવડી પ્લોટમાં રાજમંદિરમાંથી ઓરિયો સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ અને રેસકોર્સ રિંગ રોડ પર મગનલાલ આઇસ્ક્રિમમાંથી મલાઇ મસાલા આઇસ્ક્રીમના નમૂના લેવાયા હતા.
પનીર અને કાજુના સેમ્પલ ફેઇલ:૬ સ્થળે આઈસ્ક્રિમના નમૂના લેવાયાં
મગનલાલ આઈસ્ક્રિમન અને સંતુષ્ટી સહિતના સ્થળે કોર્પોરેશન ત્રાટક્યું
આ ઉપરાંત શહેરના બજરંગ ચોક, ચંદ્રેશનગર મે. રોડ વિસ્તારમાં આવેલ “શ્રી રામવિજય કિરાણા ભંડાર” માંથી લીધેલો કાજુ નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. સોમનાથ ઇન્ડ એરીયા, શેરી નં૪, પુજા એન્જી પાસે કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલ “સહજ ફુડ પ્રોડક્ટ” માંથી લીધેલો ટોફુ-સોયા પનીર (લૂઝ) નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે.જેની સામે કેસ કરવામાં આવ્યો છે