Hearing Aidsએ બેટરીથી  સંચાલિત ઈલેક્ટ્રોનિક મશીન છે. જે સારી રીતે સાંભળી શકવામાં મદદરૂપ બને તે હેતુથી બનાવામાં આવ્યું છે. જે કાનની અંદર કે પાછળ પહેરવામાં આવે છે. Hearing Aidsએ દેખાવમાં ખૂબ જ નાના હોય છે જે ક્યારેક દેખાતા પણ નથી પણ સાંભળવાની સમસ્યાઓને દૂર કરે છે. સમયાંતરે આ મશીનને સાફ કરવું ખૂબ જ જરૂરી છે.

સાંભળવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો માટે Hearing Aids ખૂબ જ મદદરૂપ મશીન છે, જો તમે તમારા કિંમતી મશીનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગતા હો, તો તેની જાળવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મશીનની નિયમિત સફાઈ તેને લાંબા સમય સુધી ટકાવી રાખે છે, પરંતુ તેને સાફ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી જ કેટલીક બાબતો આજે જાણીએ…WhatsApp Image 2024 06 05 at 10.59.38 557b7e37

મશીનને શુષ્ક રાખવું :

Hearing Aids દરરોજ ભેજ અને ગરમીના સંપર્કમાં આવે છે. ઇયરવેક્સ, ચામડીના કોષો અને ગંદકી એ Hearing Aidsની કાર્યક્ષમતા ઘટાડવાના સામાન્ય કારણો છે. આ બધા એકસાથે કાનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સમયાંતરે તેને સાફ કરતા રહેવું જરૂરી છે, પરંતુ આ મશીનને ભીના કપડાથી લૂછવાની ભૂલ ન કરો, સફાઈ માટે સૂકા અને સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો. જો કે, ભેજને સંપૂર્ણપણે દૂર કરવા માટે, ખાસ ડ્રાય કીટનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે.

ફિલ્ટર્સ બદલતા રહો:

કાનમાંથી લિકેજને રોકવા માટે Hearing Aidsમા ઇયરવેક્સ અને વેક્સ ફિલ્ટર હોય છે. જે સમયાંતરે બદલવાની જરૂર રહે છે. નહિંતર, કાનમાં ચેપ થવાની સંભાવના વધી જાય છે.

સફાઈ માટે નરમ, સૂકા કાપડનો ઉપયોગ કરો:

મશીનની યોગ્ય સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Hearing Aidsને હંમેશા નરમ, સૂકા કપડા અથવા રુ ની મદદથી સાફ કરવું જોઈએ. ઘરગથ્થુ સફાઈ એજન્ટો અથવા તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. જે મશીનને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, આલ્કોહોલ અથવા તીક્ષ્ણ પિનનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તે Hearing Aidsને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.WhatsApp Image 2024 06 05 at 11.08.47 ab9bcdd8

પ્રોફેશનલી સફાઈ:

લાંબુ આયુષ્ય સુનિશ્ચિત કરવા માટે, દર ત્રણ મહિને કોઈ પ્રોફેશનલ વ્યક્તિ દ્વારા Hearing Aidsની સફાઈ કરવી જોઈએ. ઘરે સફાઈ સારી છે, પરંતુ પ્રોફેશનલ સફાઈ મશીનની યોગ્ય ખામીને જાહેર કરશે. જેના કારણે તેને રિપેર કરાવવા અથવા બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ રહે છે.

મશીનને ભીના ન થવા દેવા:

Hearing Aidsને પાણીથી સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જો આકસ્મિક રીતે મશીનમાં પાણી પ્રવેશી જાય, તો તે તરત જ બંધ કરવું જોઈએ. આ પછી, પાણીને સ્વચ્છ, સૂકા કપડાથી સાફ કરવું જોઈએ. મશીનમાં પ્રવેશેલ પાણીને સૂકવવા માટે હેરડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે મશીનને નુકસાન પહોંચાડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.