વેબસાઇટ, ઇ-મેઇલ બાદ હવે હેકરોની નજર મોબાઇલ પર :
હેકરોએ હાલમાં જ મોબાઇલ હેકિંગની એક નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે. આ પ્રકારનું હેકિંગ બ્લુટુથ દ્વારા થતું હોય છે. બ્લુટુથ મોબાઇલ હેકિંગ માટે હેકરોએ એક ખાસ સોફ્ટવેર પણ વસાવ્યો છે. બુદ્ધિશાળી હેકરો સતત મોબાઇલમાં બ્લુટુથનો ઉપયોગ થતો હોય તેવું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાતા જ લેપટોપમાં રહેલો આ સોફ્ટવેર એક્ટીવેટ કરતા હોય છે. આ સોફ્ટવેર એન્ટેના દ્વારા નજીકના બ્લુટુથના સિગ્નલને કેચઅપ કરી લે છે, અને લેપટોપ સાથે તે ફોન કનેક્ટ થઇ જતું હોય છે. બાદમાં હેકરો તે હેક થયેલા ફોનની તમામ માહિતી ચોરી લેતા હોય છે !
મોબાઇલ હેકિંગથી બચવાના ઉપાયો :
- મોબાઇલમાં સતત બ્લુટુથ ઓન ન રાખવું.
- બને તો બ્લુટુથનો ઇન્વીઝીબલ મોડ પર ઉપયોગ કરવો.
- મોબાઇલ ફોન પર પાસવર્ડ રાખવો.
- મોબાઇલ ફોનને સમયાંતરે અપડેટ કરાવવો.
- અજાણ્યાને કોઇ પણ કારણોસર ફોન ન આપવો.
- ટેમ્પરરી સિમકાર્ડ નાખવાનું કહે તો પણ અજાણ્યાનું સિમકાર્ડ ન નાખવું.
- વાઇફાઇના ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું.
- આપણને સમજાય તેવા ફીચર્સ હોય, અને જરૂરી પ્રમાણમાં ઉપયોગ હોય તેવો મોબાઇલ ફોન જ રાખવો.
- મોબાઇલ ફોન અજાણ્યા કોમ્પ્યુટર કે અન્ય કોઇ ડીવાઇસ સાથે કનેક્ટ ન કરવું.
- મોબાઇલ ફોનના રીપેરિંગ માટે બને તો કંપનીના સવર્સિ સ્ટેશનનો જ આગ્રહ રાખવો.
- મોબાઇલ ફોનમાં ઇલલિગલ પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ ટાળવો.
- મોબાઇલમાં સતત ઉપયોગ ન હોય તો જીપીઆરએસનો ઉપયોગ કરવાનું પણ ટાળો.
સિમકાર્ડનું ક્લોનિંગ કઇ રીતે થાય ?
અત્યાર સુધી માત્ર મહાનગરોમાં અને ટોચની કોર્પોરેટ કંપનીઓ દ્વારા જાસુસી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ દુષણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વિસ્તરી રહ્યું છે. મોબાઇલ સિમકાર્ડનું ક્લોનિંગ એટલે તે મુળ યુઝરને ખબર ન પડે તે રીતે તેના સિમકાર્ડ જેવું જ તે નેટવર્કનું નવું કાર્ડ બનાવી લેવું. જે ક્લોનિંગ કરેલા કાર્ડનો ઉપયોગ કરી મુળ યુઝરની ફોનની તમામ વાતો સાંભળી શકે છે. ખાસ કરીને જાસુસી માટે સિમકાર્ડ ક્લોનિંગનો વધુ ઉપયોગ થતો હોય છે. સિમકાર્ડ ક્લોનિંગ આધૂનિક ડીવાઇસ દ્વારા કરી શકાય છે. હવે તમે પણ તમારો ફોન કે, સિમકાર્ડ કોઇ અજાણ્યા વ્યક્તિને આપતા પહેલા સો વખત વિચારજો…!!
થોડી જાણકારી, રાખશે આપના ડેટા અને ડિવાઇસને સિકયોર :
સોફટવેર અપડેટ રાખો :
સુરક્ષાનો પેહેલો નિયમ કે પગલું છે ડિવાઇસના બધા સોફટવેરને અપડેટ રાખવા. કયાંય બહાર જતાં પહેલા કે થોડા દિવસોના અંતરે કંપનીની વેબસાઇટ પર જઇને સોફટવેર કે ફર્મવેરની જાણકારી મેળવો. જો કંઇક નવુ જોવા મળે તો તેને ડાઉનલોડ કરી લો.
સિકયોરિટી સેટિંગ્સ સાથે બાંધછોડ ન કરો :
એંડ્રોયડ, આઇફોન અને બ્લેકબેરી ફોનના બ્રાઉઝિંગ સેટિંગ્સ મજબુત હોય છે. બને ત્યાં સુધી બ્રાઉઝર સેટિંગ્સને બદલવા જોઈએ નહીં.
સાર્વજનિક વાયરલેસ નેટવર્કથી દૂર રહો :
એવા સાર્વજનિક વાયરલેસ નેટવર્કના ઉપયોગથી દૂર રહો જે તેના ઉપયોગ માટે ઓળખ કે પાસવર્ડ ન માગે. આને બદલે ઈવનક્રિપ્ટેડ નેટવર્કનો ઉપયોગ કરો. તેમાં પણ બે પ્રકારના સેટિંગ્સ હોય છે: ડબલ્યૂઈપી (વાયર્ડ ઈકયુવેલેન્ટ પ્રાઇવસી) અને ડબલ્યૂપીએ (વાઇ-ફાઇ પ્રોટેકટેડ એસેસ). બીજો વિકલ્પ પસંદ કરવો શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત ઉપયોગમાં ન લાવતી વખતે વાઇ-ફાઇને ઓફ કરી દો. તે સુરક્ષા સાથે બેટરી લાઇફ માટે પણ સારું રહેશે.
https યુઆરએલ છે સુરક્ષિત :
ભલે સો ટકા ન હોય પરંતુ https://www થી શરૂ થનાર યુઆરએલ સુરક્ષિત મનાય છે. જેનો અર્થ થાય છે કે, સાઇટ સિકયોર સોકેટ લેયરથી જોડાયેલી છે. એટલે કે તેના દ્વારા શેર કરવામાં આવેલી માહિતી માત્ર યૂઝર અને સંબંધિત પાટીર્ની વરચે જ રહે છે. તેને કોઈ ઇક્રિપ્ટ નથી કરી શકતું.
કુકીજ/ઓટોફિલ ઓફ રાખો :
જો તમારો મોબાઇલ ડિવાઇસ કોઇ ચોક્કસ વેબસાઇટ પર આપમેળે લોગઓન કરતો હોય તો, તે ફીચરને બંધ કરી દો. આ સુવિધા ઉપયોગી જરૂર છે પરંતુ સુરક્ષિત નથી. જો, આવુ ન ઈરછતા હોવ તો થર્ડ પાર્ટી એપ્પનો પ્રયોગ કરો, જે પાસવર્ડ અને લોગ-ઇનને સુરક્ષિત બનાવી રાખે છે.
એપની પસંદગીમાં સાવધાની રાખો :
એપની પસંદગીમાં સિલેકિટવ બનો. ખાસકરીને એન્ડ્રોયડ માર્કેટમાં ઉપલબ્ધ એપ પર તો આ વાત ભારપૂર્વક લાગુંમ પડે છે. એપ્પ એક એવું એન્ડ્રોઇડ ટૂલ છે, જે પ્રાઇવેટ ડેટા અને જાણકારી કોઈ ત્રીજી પાર્ટીને આપનાર એપ્પની ઓળખ કરે છે.
પાસવર્ડને ગુપ્ત રાખો :
પાસવર્ડમાં કેટલાક અક્ષરો, નંબર અને સ્પેશિયલ કેરેકટરનો ઉપયોગ કરો. મનગમતા ગીતો, રેસ્ટોરન્ટ કે અન્ય ચીજોનો પાસવર્ડ બનાવો. તેની માહિતી સામાન્ય રીતે તેના સંબંધિત વ્યકિતને જ હોય છે.
છ મહિને પાસવર્ડ બદલાવી નાખો. જો તેમાં પણ તકલીફ પડે તો, roboform જેવા પ્રોગ્રામની મદદ મેળવો. જે તમારા માટે નવા અને મજબુત પાસવર્ડ બનાવતો રહેશે.
તેમ છતા હેકિંગ થાય તો :
સંપૂર્ણ સાવધાની રાખવા છતાં ઈન્ફોર્મેશન ચોરી થઈ જાય તો શું કરવું? વધુને વધુ મજબુત પાસવર્ડ બનાવીને અસરકર્તા નેટવર્કને સૂચિત કરી શકો છો. પરંતુ જો ડિવાઇસ ચોરી થઇ જાય તો, શું કરવું? આવી પરિસ્થિતમાં remote wipe નો ઉપયોગ કરવો આ એક સિક્યોરિટી ફીચર છે જે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર અથવા ડિવાઇસ માલિકને કમ્પ્યુટિંગ ડિવાઇસ પર ડેટા ડિલીટ કરી નાખવાનો કમાન્ડ આપે છે. એપલના આઇફોન કે આઇપેડ માટે એપલ મોબાઇલ સર્વિસ છે. એંડ્રોયડને માટે ગૂગલ એપનો ઉપયોગ થાય છે.
ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો :
આજકાલ દરેક ના ઘરે ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર કે લેપટોપ જોવા મળતું હોય છે. ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ કનેક્શનમાં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે. જો તમારે પણ કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ સ્ટેપ ફોલો કરી શકો છો.
- સૌપ્રથમ Start > Run જઈ “gpedit.msc” ટાઇપ કરો અને એન્ટર પર ક્લીક કરો.
- આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે.
- આ વિન્ડોમાં પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Schedule પર ક્લિક કરો.
- આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversable પર ડબલ ક્લિક કરો.
- જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable ના બોક્સ પર ટીક કરો.
- ત્યાર બાદ નીચે Bandwidth limit નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને 0% કરી દો
- આ પછી Applyબટન પર ક્લીક કરી OK આપી દો.
- બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.