જ્યારે તમે દોડવાનું શરુ કરો છો, ત્યારે શિયાળાની ઋતુમાં ઠંડી લાગશે પરંતુ પછીથી શરીરની ગર્મી વધી જાય છે એટલે જ જ્યારે મોર્નિગ વોક કે દોડ માટે જાય છો ત્યારે લેયર વાળા કપડા પહેરવાનું યોગ્ય છે. એટલે જ્યારે ગર્મી વધી જાય તો જેકેટ ઉતારી શકો.
આ ઉપરાંત જ્યારે શિયાળાની ઠંડીમાં દોડવાનું આવે છે ત્યારે માથા અને કાનને યોગ્ય રીતે ઠાંકીને રાખવા જોઇએ જેથી ઠંડી વધુ ન લાગે. જ્યારે ઘરેથી નીકડો ત્યારે જ માથાને મફલર કે ટોપીથી કવર કરવું જોઇએ અને જ્યારે શરીરમાં ગર્મીનો અહેસાસ થાય ત્યારે તે ઉતારી લેવા જોઇએ. શિયાળમાં દોડતા સમયે સામાન્ય રીતે તરસ નથી લાગતી છતા પણ થોડા-થોડા સમયે પાણી પીવું જરુરી છે. જેનાથી પાણીની કમી પણ નહીં થાય અને વિન્ટર ડિહાઇડ્રેશનની મુશ્કેલી પણ ટળશે. શિયાળામાં ઘાસ અને ઓઝના કારણે લપસવાનો ખતરો રહે છે જેના માટે તમે ગ્રીપ વાળ શુઝ પહેરો જેથી પડવાની બીક ન રહે ઠંડી હવાના કારણે સ્કીન ડ્રાય અને હોંઠ ફાટવાની પરેશાની થઇ શકે છે. જેના માટે વોક માટે નિકળતા પહેલાં મોશ્ર્ચરાઇઝર અને લીપ બામ લગાવવું હિતાવહ સાબિત થાય છે.
આ ઉપરાંત દોડવાની સ્પીડ પર પણ એટલાે કંટ્રોલ રાખવો જેથી શ્ર્વાસ લેવામાં તકલીફ ન થાય. દોડવાથી કપડા પરસેવા વાળા થાય છે એટલે તુરંત બદલવા હિતાવહ રહે છે આ ઉપરાંત દોડતા-દોડતા અચાનક ઉભા ન રહો પરંતુ સ્પીડ ધીમી ગતીની કરી ઉભા રહો, ખાલી પેટ દોડવાથી એનર્જી લોસ થશે એટલે તેની ૧૦ મિનિટ પહેલાં કોઇ ફ્રુટ અથવા એનર્જી ડ્રિંક લેવું.