કહેવાય છે કે સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેનો ત્રીજો જન્મ થાય છે. એવું કહેવા માટેનું મુખ્ય કારણ પ્રસૂતિની પીડા એટલી હોય છે કે તે અસહ્ય હોય છે . પરંતુ અત્યારની રહેણી કહેણી અને આહારના લીધે 60% ડિલિવરી નોર્મલની બદલે સિઝેરીયન થાય છે જેના કારણે સ્ત્રીને આગળ જતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે .અને એટલેજ ગર્ભવતી સ્ત્રીઓ સિઝેરીયનના બદલે નોર્મલ ડિલિવરીની આશ વધુ રાખે જેનાથી બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પરણતું પ્રશ્ન એ છે કે નોર્મલ ડિલિવરી આવવાના ચાન્સ કીટલા? તો આવો જાણીએ કે શું કરવાથી નોર્મલ ડિલિવરી થયી શકે છે.
ડિલિવરીના છેલા ત્રણ મહિના દરમિયાન ડોક્ટર પણ આહાર માટે ખાસ ધ્યાન રખવાનું કહે છે. જેનું મુખ્ય કારણ ડિલિવરી સમયે બે એમ એલ લોહી વહી જાય છે. એવી પરિસ્થિતિમાં સ્ત્રીમાં લોહી પૂરતા પ્રમાણમા હોવું જરૂરી છે. તેમજ નોર્મલ ડિલિવરીની પીડા પણ એટલીજ હોય છે એટલે સ્ત્રીને એ સમયે નબળાઈ ના રહે એ માટે પૂરતો આહાર લેવો જરૂરી છે.
તણાવથી દૂર રહેવું
ગર્ભવસથા દરમિયાન સ્ત્રીને સ્ટ્રેસ થવાથી ડિલિવરીમાં મુશ્કેલીઓ આવે છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે નવમા મહિને જો તણાવ વધી જાય છે તો નોર્મલ ડિલિવરીની શક્યતાઓ ઘટી જાય છે.જેની અસર બાળક પર પણ પડે છે.
પાણીનું પ્રમાણ
એ વાત આપણે બધા જાણીએ છીએ કે નોર્મલ ડિલિવરી માટે સૌથી મહત્વની બાબત એ ગર્ભમાં રહેલા પાણીની પૂરતી માત્ર હોવી જરૂરી છે,જેનાથી ગર્ભમાં બાળક એમીયોતિક ફ્લૂડમાં રહે છે. અને એટલેજ પ્રેગ્નેન્સી દરમિયાન એ જરૂરી બને છે ક દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું જોઈએ.
રેગ્યુલર ચાલવાનું રાખો
એમઓટીએબીએચએજીએનઆઇ એસટીઆરઆઇઓ પ્રેગ્નેન્સી દરમિયાન આળસુ બાની જાય છે. સુવા અને બેસવામાં જ વધુ સમય વિતાવે છે. પરંતુ આ આદત ડિલિવરીમાં નડતરરૂપ સાબિત થાય છે અને એટલેજ રોજનું ચોક્કસ અંતરનું ચાલવાનું રાખવું જોઈએ.
ગર્ભાવસ્થામાં યોગ કરો
યોગ કરવાથી દરેકને ફાયદો થાય જ છે. પરંતુ ગર્ભવસ્થા દરમિયાન સ્ત્રીઓને એની ખાશ જરૂરત હોય છે. જો તમે એક નોર્મલ ડિલિવરી ઇચ્છતા હોય તો પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનામાં યોગ અને પ્રાણાયામ કરવાથી તમરી ઈચ્છા ચોક્કસ પૂરી થાય છે. જેના માટે તમે ઓગ ટીચેરની મદદ પણ લઈ શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com