ઇન્કમ ટેક્સ અપેલેટટ્રીબ્યુનલ મુંબઇની બેન્ચે એક ઘર વેચી નવું ઘર ખરીદવા ઉપર પ્રથમ મકાનના વેચાણની આવક પર લોંગ ટર્મ કૅપિટલ ગેઇન ઉપર આજ રોજ કરદાતાના ટેક્સ મુક્તિ અંગે કાતર મૂકી હતી. કારણકે કરદાતાએ પોતાનું નવું મકાન પત્નીના નામે ખરીદ્યું હતું , જોકે આ કેસમાં દિલ્લી હાઇ કોર્ટે કરદાતાના પક્ષમાં ચુકાદો લીધો હતો પરંતુ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે કહ્યું હતું કે નવી મિલકતમાં કરમુક્તિ મેળવવા માટે કરદાતાના નામે જ મકાન હોવું જરૂરી છે .
ઇન્કમ ટેક્સ એક્ટની ધારા 54 મુજબ પ્રોપર્ટિના વેચાણની તારીખનાં 2 વર્ષની અંદર જ નવી પ્રોપર્ટિ ઉપરલોંગ ટર્મ કેપિટલ ગેઇનથી ટક્સ ચૂકવણીમાં રાહત મેળવી શકાય છે ,એડવાઇઝરી ડાયરેક્ટર પુનિત ગુપ્તાએ કહ્યું હતું કે મુંબઈ હાઇકોર્ટમા ન્યાયિક ક્ષેત્રમાં આવતા કરદાતાઓએ ટેક્સના નિયમોનું પાલન કરવું જોઈયે .
કોઈ પણ વ્યક્તિ પોતાની નવી મિલકત ખરીદે તો તેમાં પત્નીના નામની નોંધણી ભલે કરાઓ પરંતુ તેની સાથે કરડાટએપોતાનું નામ પણ ઉમેરવું જોઈયે , નિયમ મુજબ જો લોંગ ટર્મ કેપિટલ ગેઇનને નિર્ધારિત સમયની અંદર જો ભારતમાં નવું ઘર ખરીદવા માટે ખર્ચ કરવામાંઆવે તો પેહલા મકાનના વેચાણ ઉપર ટેક્સ મુક્તિ મેળવી શકાય છે .