હવામાન ખાતા દ્વારા છેલ્લા ૫૦ વર્ષના ચોમાસા પરના અભ્યાસનું તારણ
હવામાન ખાતાની છેેલ્લા ૫૦ વર્ષના નિરીક્ષણના આધારે ઓછા ઉડતા અને પાતળા વાદળો સામાન્ય રીતે ચોમાસામાં વરસાદમાં ઘટાડો સૂચવે છે. તેનો અર્થ એ છે કે હજુ પણ ગરમીમાં વધારો થશે. વધારે વરસાદવાળા દિવસોમાં રાત્રિ અને દિવસમાં તાપમાનમાં તફાવત જોવા મળે છે.
આખા દેશમા: વરસાદનું આગમન ચોમાસામાં થાય છે અને જેમાં દેશમાં ૭૦ ટકા વરસાદ આવી જાય છે. મહદ્દ અંશે ઉતર ભાગમાં પંજાબથી બિહાર સુધી વરસાદ પાછો ખેંચાવવાનું કારણ ૪ થી ૮ ટકા વાદળ પાતળા થયા હોવાનું જણાય છે. જયારે પશ્ર્ચિમ ભાગ તેમજ મઘ્ય ભાગમાં ૪ થી ૬ ટકા પાતળા વાદળો નોંધાયા છે. જેનો અર્થ વધારે ગરમી અને ઓછો વરસાદ એવું સુચવે છે. ભારતીય હવામાનખાતાનો આ અભ્યાસ દેશની ખેતીપર ગંભીર અસર કરશે કારણ કે આપણા ખેડૂતો હજુ વરસાદ આધારીત ખેતી કરે છે.
પાક પર વરસાદના વધારા અને ઘટાડાની અસર થતાં ફુડ સિકયોરીટી અને અર્થતંત્ર પર પણ અસર થાય છે વધારે ગરમ દિવસોથી લાંબાગાળાની અસર વધારે લોકો પર અસર કરશે. વાદળનું પાતળા પણું હાલ ૬૫૦૦ ફુટ ઉંચાઇ પર છે. જેથી અભ્યાસ અને આગાહી અધરી છે. પરંતુ ગરમી નોંધાય છે. માટે પણ વરસાદ પાછો ઠેલાઇ રહ્યો હોવાના સંકેત છે. વાતાવરણમાં બદલાવ દ્વારા વધારે આગાહી ન કરી શકાય તેવું વરસાદનું વર્તન હાલ જોવા મળી રહ્યું છે.
હવામાન ખાતા દ્વારા આ અભ્યાસ એ.કે. જેસવાલ, પી.એ.કોર અને વિરેન્દ્ર સિંઘ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. વાદળ પાતળા થવાનું કારણ તેઓએ જણાવ્યું નથી પરંતુ આ બાબતમાં હજુ વધારે તેઓ અભ્યાસના અન્ય તારણોની છણાવટ કરશે અને જે નોંધ કરશે તેના દ્વારા વાદળના પાતળા થવા માટે ઘુમાડો અને રજકણ પણ કારણભૂત હોઇ શકે છે.