કોરોના વાયરસના સતત વધતા કેસથી ચિંતાજનક વાતાવરણ ઉભુ થયું છે. રાજકોટ સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ચૌધરી ગ્રાઉન્ડ ખાતે દર્દીઓને સારવાર માટે લઈને આવતી એમ્બ્યુલન્સના થપ્પા લાગ્યા હોય તેવા નજારો જોવા મળે છે.
દાખલ થવા માટે લાંબુ વેઈટીંગ છે. કોરોનાએ માનવ જીવનની કિંમત સમજાવી દીધી છે. 7 કલાક સુધી વેઈટીંગ રહ્યા બાદ દર્દીઓને દાખલ કરવામાં આવે છે ત્યાં સુધી જે દર્દી ઓકિસજન ઉપર હોય તેને એમ્બ્યુલન્સમાંથી જ ઓકિસજન પુરો પાડવામાં આવે છે. આ એમ્બ્યુલન્સને એક અલગ વાહનમાં લગાવેલા ઓકિસજનના બાટલા પુરા પડાઈ છે. દરમિયાન એક તરફ ઓકિસજનની ખેંચાખેંચી જોવા મળે છે બીજી તરફ તસવીરમાં સિવિલ ખાતે ઓકિસજન લીક થયેલ હોવાનું પણ જોવા મળી રહ્યું છે જેને કામ ચલાઉ થીંગડુ મારવામાં આવ્યું છે.