કાશ્મીરની ઝીલો ફક્ત તેની સુંદરતા તથા ત્યાંના ખુબસુરત પર્વતો,નદી-નહેરો,મુઘલ બગીચાઓ કે હજરત બાલ માટે જ જાણીતું છે, તે વિચારવું ખોટું છે. ‘ધરતીનું સ્વર્ગ’ ગણાતા કાશ્મીરમાં ઘણી વસ્તુ એવી છે, જેનું પોતાનું આગવું આકર્ષણ છે અને તેને જોવા માટે વિશ્વભર માંથી લોકો આવે છે. આ વસ્તુઓમાં જુના જુના સ્મારકો અને અન્ય ઘણા મહેલો અને મંદિરોના ખંડેર પણ શામેલ છે, તેનું આકર્ષણ સદીઓ પેલા જેવું હતું આજે પણ આબેહૂબ તેવું જ છે.
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી લગભગ 29 કિમી દૂર, જ્યારે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સફર કરવા નીકળો તો , અનંતનાગ જિલ્લા પાસે અવંતિપુર ગામ આવે છે. પહેલાં અવંતિપુરા તરીકે ઓળખાતું આ શહેર ને આજે અવંતિપુર કહેવામાં આવે છે, જે જેહલમ નદીના કાંઠે આવેલું છે. જો તમે ઇતિહાસ પર નજર નાખો તો તમને ખબર પડશે કે, અવંતિપુરની સ્થાપના ઉત્પલ વંશના પ્રથમ મહારાજા અવંતિવર્માએ કરી હતી જેમણે 855 થી 883 સુધી કાશ્મીર
પર રાજ કર્યું હતું. અવંતિવર્માએ અવંતિપુરાના રાજા બનતા પેહલા વિષ્ણુને સમર્પિત “અવંતિસ્વિમિન” નામનું મંદિર બનાવ્યું હતું. તેના શાસનકાર દરમિયાન તેમને શિવને સમર્પિત “અવંતીસ્વર” નામનું બીજું એક મંદિર બનાવ્યું હતું. બંને મંદિરો ખુબ વિશાળ લંબચોરસ પાકા આંગણામાં બનાવામાં આવ્યું છે. તેનું નિર્માણ એટલું અદભુત છે કે, ગમે તેવો ભૂકંપ કે કુદરતી આફતોમાં તે અડીખમ ઉભું છે. અવંતિપુરને તો આજે પણ કાશ્મીરની પ્રાચીન રાજધાનીઓમાં ગણવામાં આવે છે, પરંતુ રજવાડા સમયે તે સૌથી પ્રખ્યાત અને ખુબસુરત રાજધાની માનવામાં આવતી. ત્યાંના બીજા અન્ય મંદિરોની વાત કરીયે તો, ધરતીમાતા, લક્ષ્મીદેવી અને વિષ્ણુને શુશોભિત કરતા મુખ્ય આંગણમાં 69 નાના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ શહેરમાં બે મુખ્ય આકર્ષણોના કેન્દ્રો છે, જ્યાં આજે પણ પર્યટકો આવે છે. પેલા વાત કરીયે ત્યાંના મંદિરો અને તેના ખંડેરો વિશે, જેને એક સમયે તેના સ્થાપક દ્વારા કલા-કૃતિઓથી બનવામાં આવ્યા હતા. અનંતનાગ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડાબી બાજુએ આવેલા પ્રથમ અવશેષો શિવ-અવંતિસ્વરા મંદિરના ખંડેરના છે. આ મંદિરની મોટી દિવાલો અવંતીપુરથી ત્રણ કિમી દૂર જુરબોર ગામની બહાર સુધી વિસ્તરેલી છે, એમાં મહત્વની વાત એ છે કે તે બધી દીવાલો પાયા વગરની છે. આજે પણ અડીખમ ઉભી છે. આ મંદિર, જેને આજે ખળભળ સ્થિતિમાં છે. તે એક સમયે વિશાળ મેદાનમાં આવેલું હતું, જેની આસપાસ એક મોટી દિવાલ બાંધવામાં આવી હતી અને ત્યાં પશ્ચિમના દરવાજા વાંસળી આકારના હતા.
અંદર પ્રવેશ માટે આ દિવાલની વચ્ચે રસ્તો હતો, જે આગળ જતા બીજી દિવાલના બે ભાગમાં વેહ્ચાય જતો હતો. તેની દિવાલો પર કોઈ પણ પ્રકારની કલાકૃતિઓ કોતરવામાં આવી નથી. તેના દરવાજા અને ઉંબરો સંપૂર્ણપણે સાદા છે, જેમાં કોઈ આર્ટવર્ક દેખાતું નથી.
આ મંદિર તે મોટા આંગણની એકદમ મધ્યમાં આવેલું છે અને જે ચબુતરા પર આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે જે મંચનું નિર્માણ કરવામાં આવ્યું છે તે આશરે 10 ફૂટ ઉચું અને 58 ફૂટ ચોરસ હતું. આ ચબુતરાના દરેક ખૂણામાં જુદા જુદા 16 ચોરસ ફુટ ચબુતરા બનાવામાં આવ્યા છે. જે નાના સ્વરૂપે વિવિધ મંદિરોના ખંડેર છે. દરેક બાજુથી ચબુતરા પર જવાનો અલગ માર્ગ છે અને ઉપર ચડવા માટે સીડી બનાવવામાં આવી છે. જેમ પંડરેથનના મંદિરો છે.
આ સીડીઓ કોઈ નાની-મોટી સીડીઓ નથી પરંતુ દરેક સીડીની પહોળાઇ સાળા અઠ્યાવીશ ફૂટ જેટલી છે અને તે બાહ્ય દિવાલો દ્વારા દરેક સીડીને ટેકો આપવામાં આવ્યો છે. જોકે હવે તે ફક્ત ખંડેર જ છે, પરંતુ પથ્થરો જોતાં કહેવું મુશ્કેલ છે કે અહીં કોઈ સમયે મંદિર હતું.
આ મંદિરના ચબુતરા જોતા એવું લાગે કે, એક જગ્યાએ તેઓ મંદિરની પાયા સાથે જોડાયેલા હોવા જોઈએ, જ્યારે અન્ય સ્થળોએ તેઓ સંયુક્ત દિવાલો સાથે જોડાયેલા છે જે કદાચ મંદિરની ટોચ પરથી પડી ગયા છે, પણ તને જોવા વારો આજે પણ દંગ રહી જાય છે. દક્ષિણ-પૂર્વ દિશાના પાયા, કલાના સુંદર નમૂનાઓથી ખૂબ સમૃદ્ધ છે અને આ નમૂનો તે સમયગાળાની કળા વિશેની માહિતી પણ આપે છે.
એકમાત્ર બાહ્ય સુંદરતા જે આજે મંદિરના પાયા પર અસ્તિત્વ ધરાવે છે, તે મંદિરની કળાના નમૂનાઓ છે. તેમજ મોટા કદના સ્તંભોના થાંભલા છે જે સંપૂર્ણ મનમોહક છે. આંગણાના પાછળના બે ખૂણામાં મંદિરના કુલ ચાર વિવિધ સ્થળો દેખાય છે, તેમાંથી બે નાના અને બે મોટા છે.
ચબુતરા અને મંદિરો સાથે ત્યાં બીજી ઘણી અદભુત કૃતિઓ કંડારેલી જોવા મળે છે. હાલ તે બધી ખંડેર અવસ્થામાં છે, પણ એક સમયે તે કાલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ હતા. આ બધામાંથી ઉત્તમ કારીગરી વારો નમૂનો દક્ષિણ સીડીની સામે આવેલો એક સ્તંભ છે, જેના પર અલગ અલગ ફૂલોની કૃતિઓ કંડારેલી છે. બીજા એક સ્તંભની કૃતિઓ જોવા લાયક છે. જેમાં બે સિંહોની આકાર વારી ગાડી પર બેસી એક છોકરી ડમરુ પર નૃત્ય કરી રહી છે. અને આની વચ્ચે હાથીની આકૃતિ કંડારવામાં આવી છે.
આ બધા ખંડેર આઠવી સદીના છે, પણ પુરાતત્ત્વવિદ દયા રામ સાહની દ્વારા 20મી સદીની શરૂઆતમાં ખોદવામાં આવ્યા હતા અને આ ભવ્ય વારશો ફરીથી જીવંત કરવાની કોશિશ કરી હતી. આજે પણ આ મંદિરો અને ખંડેરોની ખુબસુરતી એટલી જ આકર્ષિત કરે છે જેટલી વર્ષો પેહલા કરતી. આતંકવાદી હુમલાના ડરથી અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે ત્યાંનો માહોલ જોય એવું લાગે કે ત્યાંની દેખભાળ સારી રીતે નહીં થતી હોય. હાલમાં ત્યાં ઘાસ અથવા બીજી બિનજરૂરી વનસ્પતિઓ ઉગી નીકળી છે, જેના કાપવાનો અથવા સાફસુફ રાખવાનો સમય ભૂમિ-સર્વક્ષણ વિભાગ પાસે નથી.