• 10 દિવસ બાદ ધન-વૈભવના દાતા બનાવશે માલવ્ય રાજયોગ
  • આ જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ,દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
  • અલભ્ય માલવ્ય યોગ બને છે આ ત્રણ રાશિ ને જોરદાર પરિણામ મળે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ માઁ હરણફાળ સફળતા પ્રાપ્ત થાય

વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ રાજયોગનું વર્ણન મળે છે. જે કોઈ વ્યક્તિની કુંડળીમાં હોય તો તેને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. સાથે આવા લોકો ધનવાન હોય છે. અહીં અમે વાત કરી રહ્યાં છીએ માલવ્ય રાજયોગ વિશે જે શુક્ર ગ્રહ બનાવે છે.ખાસ જાણવા નું કે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 18 સપ્ટેમ્બરે પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કરશે. તમને જણાવી દઈએ કે તુલા રાશિમાં શુક્રનું ગોચર આશરે એક વર્ષ બાદ થશે. તો શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગ બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

તુલા રાશિ TULAAતમારા લોકો માટે માલવ્ય રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર ગોચર કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમયે નોકરી કરનાર જાતકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે અને કરિયરમાં સારી પ્રગતિનો યોગ પણ બની રહ્યો છે. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે આ સમયે તમને.માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.

મકર રાશિMAKAR માલવ્ય રાજયોગ બનવાથી મકર રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિના કર્મ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે નોકરી કરનાર જાતક આ સમયમાં બુદ્ધિ અને કૌશલના માધ્યમથી અધિકારીઓને પ્રભાવિત કરશે અને કરિયરમાં સારી પ્રગતિ થશે. આ સમયે કારોબારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે તમારો તમારા પિતા સાથે સંબંધ મજબૂત થશે.

કુંભ રાશિKUMBH RASIતમારા લોકો માટે માલવ્ય રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી આવકમાં વધારો કરવાના નવા સ્ત્રોત ખુલશે અને જમીન તથા ફ્લેટ ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તો નોકરી કરનાર જાતકોના કરિયરમાં સારી પ્રગતિ જોવા મળશે. ઘરના સભ્યો સાથે તમારા સંબંધ અનુકૂળ રહેશે અને પારિવારિક ચિંતાઓ દૂર થશે.1 26

માલવ્ય યોગ તમારા જન્મ ચાર્ટમાં એક વિશેષ શક્તિ જેવો છે. આ તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો લાવી શકે છે!

હેપી ફેમિલી લાઇફ: આ યોગ તમને સુપર કેરિંગ અને સહાયક ભાગીદાર શોધવામાં મદદ કરે છે.

સ્વચ્છ અને વ્યવસ્થિત: માલવ્ય યોગ તમને સ્વચ્છ અને વ્યવસ્થિત વસ્તુઓ આપે છે. તે વસ્તુઓ સ્વચ્છ રાખવા માટે બિલ્ટ -ઇન રીમાઇન્ડર જેવું છે, જે સારું લાગે છે!

સુપરસ્ટાર પાવર: આ યોગ તમને સુપર આકર્ષક અને પ્રભાવશાળી બનાવે છે.

લક્ઝરી લાઇફ: કેટલીક મહાન વસ્તુઓ માટે તૈયાર રહો! માલવ્ય યોગ તમને સંપત્તિ અને મહાન જીવનશૈલી પ્રદાન કરી શકે છે.

આંતરિક કલાકાર: આ યોગ તમારી રચનાત્મક બાજુને જીવંત રાખે છે. તમને સંગીત, નૃત્ય અથવા કદાચ પેઇન્ટિંગ પણ ગમશે!

કૌટુંબિક વારસો: માલવ્ય યોગ જણાવે છે કે તમે સફળ લોકોના પરિવારમાંથી આવો છો અને સારી પ્રતિષ્ઠા મેળવો છો. માલવ્ય યોગ પરિણીત જીવનમાં ખૂબ સારો રહેશે અને તેઓ સુખી લગ્ન જીવન જીવશે.

– સા.હ્રિમ ચિંતના શ્રી જી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.