આપણા દેશમાં સીતારાઓની કોઈ કમી નથી. પ્રાચીન પરંપરાની સાથે સંગીત અને નૃત્યકળા તો દરેક ભારતીયના ખૂનમાં નિહિત છે એમ પણ કહી શકાય. મહા શિવરાત્રીનો પર્વ નજીક છે એવામાં “મેરા ભોલા હે ભંડારી..” ગીત એક અનોખી રીતે દેશી કલામાં બે છોકરાઓ પ્રસ્તુત કરતાં હોય તેવો વિડીયો શોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં બને યુવાનોના સૂર સાંભળી અને તેમની ઢોલક, ડફલી અને રાવણ હથ્થાની ધૂન સાથેની કળા નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ઉઠ્યા છે. એટલું જ નહીં આ બને કારીગરોની પ્રસંશા કરવાથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની જાતને રોકી શક્યા નથી.
આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં બે યુવકો રસ્તા પર ઉભા રહી દેવોના દેવ મહાદેવ પર રઘુવંશી હંશરાજ રચિત ગીત “મેરા ભોલા હે ભંડારી…..” ગાતા નજરે ચડે છે. એક યુવક ડફલી વગાડી રહ્યો છે જ્યારે બીજો રાવણ હથ્થો નામનું સંગીત સાધન વગાડી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આ વીડિયો રીટ્વીટ કરી લખ્યું છે કે, બહુત બઢિયા…. ઉત્તમ.
बहुत बढ़िया! https://t.co/55ViOzefjQ
— Narendra Modi (@narendramodi) March 9, 2021
જો કે, ટ્વીટર પર ઘણા લોકોએ જણાવ્યું છે કે આ બંને ભાઈઓનો વીડિયો આ અગાઉ પણ સામે આવ્યો હતો. પરંતુ હાલ પીએમ મોદીએ ટ્વિટર પર તેમની પ્રશંસા કરતા તેઓ વધુ પ્રખ્યાત થયા છે.