ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો હતો ત્યારે આજ રોજ બીજા તબક્કાનું મતદાન સવારથી શરુ થઈ ગયું છે. ત્યારે મતદાન પૂર્વે રાજકારણ ગરમાયું હતું. થરાદના કોંગ્રેસી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો છે. તેઓએ ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ પર હુમલો કરાયો હતો તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી થયા લાપતા.. તેમની ગાડીમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કર્યા નો આરોપ. જિલ્લા પોલીસવડા સહિતની પોલીસ લાપતા ધારાસભ્યને શોધવા કામે લાગી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને કર્યા આક્ષેપો
બંને કોંગ્રેસના નેતાઓ પર હુમલો થતા રાજકારણ ગરમાયું હતું. થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી
કાંતિ ખરાડી ગુમ થયા છે તેવી માહિતી ફેલાવવામાં આવતા રેન્જ આઈજી જે .આર મોરથલીયા પણ આ ઘટના બાદ દાંતા પહોંચ્યા હતા. કલાકોની શોધખોળ બાદ તેઓ સહીસલામત મળી આવ્યા હતા.