મહેંદીએ સોળે શણગારમાંનો એક શણગાર છે લગ્ન, સગાઇ, કળવાચોથ વગેરે જેવા પ્રસંગે મહિલાઓ પોતાના હાથ પર મહેંદી લાગવે છે. આવા બધા પ્રસંગે મહિલાઓ ખાસ પતિના નામની મહેંદી લગાવે છે. એવુ મનાય છે કે જો હાથની મહેંદીનો રંગ જેટલી ગાઢ હોય તેટલો વધારે પ્રેમ તેમના પતિ અને સાસરા તરફથી મળે છે. પરંતુ ઘણા લોકો એવુ પણ માને છે કે ગાઢ મહેંદીનો રંગ પતિની લાંબી ઉંમર અને સારુ સ્વાસ્થ્ય દર્શાવે છે. તો ચાલો જાણીએ એવી કેટલીક ટિપ્સ વિશે કે જે તમારો મહેંદીનો રંગ ગાઢ બનાવશે.
મહેંદી વાળા હાથને પાણીથી ધોવા ન જોઇએ. કારણ કે એવું કરવાથી મહેંદી સાફ હોવાની સાથે તેમનો રંગ પણ મૂકી છે. મહેંદીનો હળવા હાથથી મસળીને કે બટર નાઇફના ઉપયોગથી પણ કાઢી શકાય છે.
આખી રાત મહેંદી લગાવી રાખ્યા બાદ સવારે મહેંદી કાઢી લો અને તેના પર વિકસ કે આયોડેક્સ લગાવી લો. અને પછી હાથના મોજા પહેરી લેવા. વિકસ ડે આયોડેક્સની ગરમાહટથી મહેંદીનો રંગ ગાઢ થશે.
મહેંદી સુકાયા પછી તેને કાઢી નાખવી પછી તવા પર ૧૦-૧૫ લવિંગ મૂકી તેની વરાળ લો. તેનાથી પણ મહેંદીનો રંગ ડાર્ક થઇ જશે.
જો તમે વેક્સિગં કે સ્ક્રલિંગ કરાવા ઇચ્છતા હોવ તો તે મહેંદી લગાવ્યા પહેલા કરી લેવુ મહેંદી લગાવ્યા પછી સ્ક્રબ કે વેક્સ કરવાથી મહેંદીનો રંગ આછો થવા લાગે છે.